
ચાલુ વર્ષે સેન્સેક્સનું 9.7 ટકા નેગેટિવ વળતર, પણ REITમાં 6.4 ટકા વળતર
ભારતીય બજારમાં વેચવાલીનું ભારે દબાણ છે ત્યારે રોકાણકારો જે વિવિધ વિકલ્પો તરફ નજર દોડાવી રહ્યા છે તેમા REIT એક છે.

REITs: ભારતીય શેરબજાર એશિયાઈ બજારોમાં સૌથી નબળી કામગીરી બજાવનાર બજાર રહ્યું છે. છેલ્લાં એક વર્ષ દરમિયાન સેન્સેક્સે 9.7 ટકાના દરે વળતર આપ્યું છે. શેરોમાં વેચવાલીનું ભારે દબાણ છે ત્યારે રોકાણકારો નિયમિત વળતર માટે ડિવિડન્ડ આપતા શેરો સહિત બીજા વિકલ્પો તરફ નજર દોડાવે તે સ્વાભાવિક છે. આમ શેરબજારે 9.7 ટકાના દરે નકારાત્મક વળતર આપ્યું છે તો તેની સામે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) નિયમિત વળતરના સ્વરૂપમાં સારો વિકલ્પ તરીકે ઉભરી આવ્યા હોવાનું અભ્યાસ કહે છે.
REIT મુખ્યત્વે એવી કંપનીઓનું બનેલું હોય છે જે પ્રોપર્ટી પોર્ટફોલિયોનું સંચાલન કરે છે. તેમા ઓફિસ સંકુલો, બિલ્ડિંગ્સ અને વેરહાઉસીસ સહિત અન્યનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ REIT માટે નિયમિત ધોરણે આવકનું સર્જન કરે છે. આ REIT નાના રોકાણકારોને પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે અને તે પણ ખાસ મોટા જોખમ વગર રોકાણ કરવાની તક પૂરી પાડે છે. એક રીતે તેમા રોકાણ તે મ્યુચ્યુઅલ ફંડ્સના યુનિટ ખરીદવા બરાબર છે.
REITનું સંચાલન માર્કેટ રેગ્યુલેટરના રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ રેગ્યુલેશન્સ 2014 હેઠળ થાય છે. આ જોગવાઈઓ અનુસાર, REITs માટે દરેક નાણાકીય વર્ષમાં તેમના ચોખ્ખા વિતરણપાત્ર રોકડ પ્રવાહ અથવા કરપાત્ર આવકના ઓછામાં ઓછા 90% હિસ્સો યુનિટ ધારકોને વહેંચવો ફરજિયાત છે. સામાન્ય રીતે, જ્યારે સ્ટોક એક્સચેન્જો અથવા SEBI સમક્ષ પરિણામો જાહેર કરવામાં આવે છે, ત્યારે REITs દરેક ત્રિમાસિક ગાળાના અંતે ડિવિડન્ડની જાહેરાત કરે છે. REIT તરફથી મળતા પ્રતિ યુનિટ વિતરણમાં નીચેના ઘટકોનો સમાવેશ થાય છે – વ્યાજની ચૂકવણી, ડિવિડન્ડ અને બાકીની રકમ જે દેવાની ચુકવણી સ્વરૂપે હોય છે.
REITs સામાન્ય રીતે 4.8% થી 6.4% ની વાર્ષિક વિતરણ ઉપજ આપે છે. આ બાબત તેમને નિયમિત આવક મેળવવા ઈચ્છતા રોકાણકારો માટે ખૂબ જ આકર્ષક રોકાણ બનાવે છે. REIT ના દરેક યુનિટ પર મળતી આવક અને તેની કર-સંબંધી અસરોને સંપૂર્ણ રીતે સમજવા માટે તમારા નાણાકીય સલાહકાર અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે ચર્ચા કરવાની સલાહ આપવામાં આવે છે.
હવે બજારમાં સૌથી પ્રચલિત REITમાં જોઈએ તો Knowledge Realty Trust, Embassy Office Parks REIT, Bagmane Prime Office REIT, Mindspace Business Parks REIT, Brookfield India REIT છે. તેમા Brookfield India REIT સૌથી વધુ 6.4 ટકા ડિવિડન્ડ આપ્યું છે. પ્રથમ ક્વાર્ટરમાં તેણે પ્રતિ યુનિટ રૂ. 5.6 રૂપિયા ચૂકવણી કરી હતી બીજા ક્રમે Embassy Office Parks REITએ 5.8 ટકા ડિવિડન્ડ આપ્યું છે. તેણે પહેલા ક્વાર્ટરમાં પ્રતિ યુનિટ રૂ. 6.31 ચૂકવણી કરી હતી. Bagmane Prime Office REITએ 5.5 ટકાનું ડિવિડન્ડ આપ્યું છે અને પ્રતિ યુનિટ રૂ. 1.5ની ચૂકવણી કરી છે. આ જ રીતે Knowledge Realty Trustએ પણ 5.5 ટકા ડિવિડન્ડ અને પ્રતિ યુનિટ રૂ. 1.695ની ચૂકવણી કરી છે. Mindspace Business Parks REITએ 4.8 ટકા ડિવિડન્ડ અને પ્રતિ યુનિટ રૂ. 6.67ની ચૂકવણી કરી છે. આ બતાવે છે કે નબળા બજારમાં જો રોકાણકારોએ નિયમિત આવક મેળવવી હોય તો હવે લિસ્ટેડ REIT તેમના માટે સારો વિકલ્પ બન્યા છે.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

