ફક્ત આઠ જ મહિનામાં 975 ટકા વળતર આપ્યું આ શેરે, છે તમારી પાસે આ શેર
સ્ટરલાઇટ ટેકનોલોજીસના શેરે 27મી જાન્યુઆરીના રોજ 84 રૂપિયાનું તળિયું બનાવ્યું હતું

સ્ટરલાઇટ ટેકનોલોજીસના શેરે 27મી જાન્યુઆરીના રોજ 84 રૂપિયાનું તળિયું બતાવ્યું ત્યારે લાગતું હતું કે આ શેર હજી કેટલો નીચે જશે. તે સમયે કોઈને કલ્પના પણ નહીં હોય કે તાજેતરમાં નવું તળિયું બનાવનારો આ શેર સ્ટરલાઇટ ટેકનોલોજી આગામી દિવસોમાં જાણે વીજળીના કડાકા ભડાકા જેવું વળતર આપી શકે, પરંતુ આ વાત હકીકત બની ચૂકી છે. આ શેરે તાજેતરમાં રૂ. 910ની ટોચ બનાવી હતી.આમ શેરે ફક્ત સાત મહિનામાં 975 ટકાનું જંગી વળતર આપ્યું છે. શુક્રવારે આ શેર 838.35 રૂપિયા પર બંધ આવ્યો હતો.
લિસ્ટેડ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓમાં આ સૌથી તીવ્ર રિકવરીઝમાંની એક છે. વાર્ષિક ધોરણે જોઈએ તો આ શેરે 602 ટકા વળતર આપ્યું છે. આમ આ શેર મલ્ટિબેગરની વ્યાખ્યામાં ફિટ થાય છે. આ શેરે ત્રણ વર્ષના ચક્રવૃદ્ધિ દરે 11 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે. જ્યારે ત્રણ વર્ષનો પ્રોફિટ ચેન્જ 42.9 ટકા ડાઉન હતો, કંપનીની આવક 2022-23માં રૂ. 6,000 કરોડની ટોચ પર પહોંચી હતી. તેના પછી વિશ્વસ્તરે ટેલિકોમ કંપનીઓએ ટેલિકોમ ખર્ચમાં ઘટાડો કરવા લાગતા વૈશ્વિક નરમાઈના પગલે સ્ટરલાઇટ ટેકનોલોજીસને પણ ફટકો પડ્યો હતો. અમેરિકા,યુરોપ અને ભારતના ટેલિકોમ ઓપરેટરોમાં આ વલણ જોવા મળ્યું હતું.
તેના પગલે કંપનીએ ડિસેમ્બર 2023થી માર્ચ 2025 સુધીના કેટલાય ક્વાર્ટર સુધી ખોટ કરી હતી. કંપનીના ક્વાર્ટરલી આંકડા દર્શાવે છે કે તેની આવક જુન 2023ના રૂ. 1,522 કરોડથી ઘટીને માર્ચ 2024 સુધીમાં રૂ. 843 કરોડ થઈ હતી. આમ તેની આવકમાં 45 ટકા ઘટાડો થયો હતો. કંપનીનો કરબાદ નફો નેગેટિવ હતો. તેના પછી કંપનીના શેરમાં આવેલા ઉછાળાનું કારણ માંગમાં આવેલો માળખાકીય ફેરફાર છે. કંપનીના પ્રોડક્ટ ઓપ્ટિકલ ફાઇબરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, આ વધારો ટેલિકોમ સેક્ટર તરફથી નથી આવ્યો, પરંતુ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના સેક્ટરમાંથી આવ્યો છે.
પરંપરાગત ક્લાઉડ ડેટા સેન્ટરનું સ્થાન હવે એઆઈ ડેટા સેન્ટર લઈ રહ્યા છે. પરંપરાગત ડેટા સેન્ટરમાં નેટવર્ક મુખ્યત્વે સર્વરથી યુઝર સાથે જોડાયેલું હોય છે. જ્યારે એઆઈ ફેક્ટરીમાં હજારો જીપીયુ એકબીજા સાથે રિયલ ટાઇમમાં વાત કરે તે જરૂરી છે. નેટવર્ક ફક્ત સપોર્ટ લેયર નથી, પરંતુ કમ્પ્યુટ સિસ્ટમનો જ આગવો હિસ્સો છે. તેના લીધે કંપનીના ફાઇબર ઓપ્ટિકની માંગ પર રેક એક સમયે હજાર ફાઇબર હતી, જે હવે 64 હજાર ફાઇબર સુધી પહોંચી છે. માંગને વેગ આપતું બીજું પરિબળ ડેટા સેન્ટર ઇન્ટરકનેક્ટ છે.
કંપનીએ પ્રથમ ક્વાર્ટરમાં મજબૂત કામગીરી નોંધાવી છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે 87 ટકા વધીને રૂ. 1,910 કરોડ થઈ છે. કંપનીનો કાર્યકારી નફો વાર્ષિક ધોરણે 184 ટકા વધી રૂ. 397 કરોડ થયો છે. કંપનીનો કરબાદ નફો રૂ. 197 કરોડ થયો છે. કંપનીએ છેલ્લા 20 ક્વાર્ટરમાં સૌથી ઊંચુ માર્જિન નોંધાવ્યું છે. આમ કંપનીની ઓર્ડરબૂક મજબૂત છે. તેના હાથ પર 10,000 કરોડથી પણ વધુની કિંમતના ઓર્ડર છે.
આ પણ વાંચોઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- ફક્ત આઠ જ મહિનામાં 975 ટકા વળતર આપ્યું આ શેરે, છે તમારી પાસે આ શેર
- IPOની તેજી વચ્ચે BSE 500નું વર્ચસ્વ ઘટ્યું: ટોચની કંપનીઓનો માર્કેટ કેપમાં હિસ્સો 85% પર
- SEBIની મોટી કાર્યવાહી! રિન્યુઅલ ફી નહીં ભરતા Religare Capital Markets સહિત 12 રિસર્ચ એનાલિસ્ટનું રજિસ્ટ્રેશન રદ
- જો તમારા ડિમેટ ખાતામાં આ 3 શેર છે તો વેચતા નહીં! કંપની આપવાની છે ડિવિડન્ડ, જાણો રેકોર્ડ ડેટ
Economy
See more- મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
- બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
- ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત બે સપ્તાહથી ઘટાડો, $14.89 અબજ ઘટીને $765.9 અબજ પર પહોંચ્યો
- સરકાર 6 મહિનામાં ₹7.86 લાખ કરોડનું ધિરાણ લેશે, FY27માં ₹16 લાખ કરોડનું ધિરાણ લેશે, બજેટ અંદાજ કરતાં ઓછું

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

