KuberaNowLogo
Monday, 02/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

PF બેલેન્સ ચેક કરવું બન્યું સરળ! હવે WhatsApp પર જ મળશે સંપૂર્ણ માહિતી

EPFOએ PF ખાતાધારકો માટે WhatsApp આધારિત નવી સેવા શરૂ કરી છે. હવે સભ્યો મોબાઇલ પરથી PF બેલેન્સ, પાસબુક અને છેલ્લાં પાંચ ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી શકશે.આ ઉપરાંત ₹1,000 સુધીની રકમ ધરાવતા કેટલાક નિષ્ક્રિય PF ખાતાઓના સેટલમેન્ટની પ્રક્રિયા પણ આપમેળે શરૂ કરવામાં આવશે.

kuberanow deskPublished On : 2 Nov 2026
EPFO
EPFO WhatsApp Service AI Generated Image

EPFO WhatsApp Service : PF ખાતાધારકો માટે હવે નાની-નાની માહિતી મેળવવા માટે EPFO ઓફિસના ધક્કા ખાવાની જરૂર ઓછી થશે. EPFOએ WhatsApp આધારિત નવી સેવા શરૂ કરી છે, જેના દ્વારા સભ્યો પોતાના મોબાઇલ પરથી PF બેલેન્સ, પાસબુક અને ખાતામાં થયેલા છેલ્લાં પાંચ ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી શકશે. આ નવી સુવિધાની શરૂઆત 1 નવેમ્બર 2026ના રોજ EPFOની 74મી સ્થાપના વર્ષગાંઠના કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી.


WhatsApp પર PFની કઈ માહિતી મળશે?

EPFOની વેરિફાઇડ WhatsApp સર્વિસ દ્વારા સભ્યો પોતાના PF ખાતા સાથે જોડાયેલી કેટલીક મહત્વની માહિતી મોબાઇલ પર મેળવી શકશે.


આમાં મુખ્યત્વે:-

  • PF બેલેન્સ ચેક કરવું
  • છેલ્લાં 5 ટ્રાન્ઝેક્શન જોવા
  • PF પાસબુકની માહિતી મેળવવી


આ ઉપરાંત પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) સાથે જોડાયેલી કેટલીક સેવાઓ માટે પણ સભ્યોને મદદ અને માર્ગદર્શન મળશે. જોકે, ઉપલબ્ધ માહિતી મુજબ EPFOએ હજુ આ WhatsApp સેવાનો ચોક્કસ નંબર અને તેનો ઉપયોગ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેર કરી નથી.


EPFO


₹1,000 સુધીના નિષ્ક્રિય PF ખાતામાં ઓટો સેટલમેન્ટ

EPFOએ નિષ્ક્રિય PF ખાતાધારકો માટે પણ નવી સુવિધાની જાહેરાત કરી છે. હવે ₹1,000 સુધીની રકમ ધરાવતા કેટલાક પાત્ર નિષ્ક્રિય PF ખાતાઓમાં પૈસા મેળવવા માટે અલગથી ક્લેમ કરવાની જરૂર નહીં પડે. આ સુવિધા એવા ખાતાઓ માટે છે જેમાં આધાર વેરિફિકેશન પૂર્ણ થયેલું છે. EPFO જરૂરી ઓળખ અને બેન્ક એકાઉન્ટ વેરિફિકેશન કર્યા બાદ સેટલમેન્ટની પ્રક્રિયા આપમેળે શરૂ કરશે. સરકારના જણાવ્યા મુજબ, આ સુવિધાથી આશરે 1 લાખ ખાતાઓને લાભ મળી શકે છે. આ ખાતાઓમાં કુલ મળીને લગભગ ₹5 કરોડની રકમ જમા છે.


EPFO પાસે ₹32 લાખ કરોડનું ફંડ

કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે EPFO સાથે 8 કરોડથી વધુ સભ્યો જોડાયેલા છે. તેમના જણાવ્યા મુજબ, EPFO પાસે સભ્યોની બચતમાંથી આશરે ₹32 લાખ કરોડનું ફંડ છે. EPFOની 74 વર્ષની સફર દરમિયાન કર્મચારીઓના PF અને સામાજિક સુરક્ષા સાથે જોડાયેલી સેવાઓનો વ્યાપ વધ્યો છે.


EPFOની સેવાઓ વધુ ડિજિટલ બનાવવાનો પ્રયાસ

EPFO હવે સભ્યોને વધુ સરળ અને મોબાઇલ આધારિત સેવાઓ આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે. WhatsApp સેવા શરૂ થવાથી સામાન્ય માહિતી માટે ઓફિસની મુલાકાત લેવાની જરૂરિયાત ઘટી શકે છે. મનસુખ માંડવિયાએ EPFOના અધિકારીઓને બદલાતા સમય પ્રમાણે સેવાઓમાં સુધારો કરવા અને કર્મચારીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવી સુવિધાઓ શરૂ કરવા જણાવ્યું છે. આ પ્રસંગે સાત પ્રકાશનો પણ બહાર પાડવામાં આવ્યા, જેનો હેતુ કર્મચારીઓને જરૂરી માહિતી, કાયદાકીય જોગવાઈઓ અને EPFOની સેવાઓ અંગે વધુ જાગૃત કરવાનો છે.


આ પણ વાંચો : EAAA India Alternatives IPO : 5.5 ગણું સબ્સ્ક્રિપ્શન છતાં શેરની 1%થી ઓછા પ્રીમિયમે એન્ટ્રી

આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn