KuberaNowLogo
Thursday, 29/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગોલ્ડ ETFમાં રિટર્નમાં ઘટાડો છતાં રોકાણકારોનો વિશ્વાસ યથાવત્, કુલ AUM ₹1.86 લાખ કરોડ

ICRAના વિશ્લેષણ મુજબ સપ્ટેમ્બરમાં ગોલ્ડ ETF કેટેગરીનું રિટર્ન 4.78% ઘટ્યું; Gold ETF માર્કેટમાં 5 ફંડ્સનો દબદબો, પાંચ ફંડ્સ પાસે 80.2% સાથે ₹1.49 લાખ કરોડની સંપત્તિ

kuberanow deskPublished On : 29 Oct 2026
GodlETF

ભારતમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)ના દ્વારા સંચાલિત કુલ એસેટ (AUM) 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં રૂ. 1.86 લાખ કરોડે પહોંચી ગયું.ICRA Analyticsના આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં ગોલ્ડ ETF કેટેગરીના સરેરાશ રિટર્નમાં 4.78 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમ છતાં ગોલ્ડ ETFનું કુલ AUM મજબૂત બની રહ્યું. ગોલ્ડ ETF બજારમાં કેટલીક મોટી યોજનાઓનો દબદબો જળવાઈ રહ્યો છે. દેશના ટોચના પાંચ ગોલ્ડ ETF યોજનાઓ પાસે કુલ કેટેગરી AUMના 80.2 ટકા હિસ્સો છે, જ્યારે ટોચની 10 યોજનાઓની હિસ્સેદારી 92.4 ટકા રહી.


Nippon India Gold BeES સૌથી આગળ

30 સપ્ટેમ્બર 2026 સુધીમાં Nippon India Gold BeES દેશનો સૌથી મોટો ગોલ્ડ ETF રહ્યો, તેનું AUM રૂ. 56,982 કરોડ હતું, જે સંપૂર્ણ કેટેગરીનીકુલ એસેટના 30.6 ટકા છે. ત્યાર પછી ICICI Prudential Gold ETF બીજા ક્રમે રહ્યો, જેનું AUM રૂ. 27,615 કરોડ હતું. SBI Gold ETF રૂ. 26,466 કરોડના AUM સાથે ત્રીજા ક્રમે રહ્યો. HDFC Gold ETFનું AUM રૂ.23,900 કરોડ અને Kotak Gold ETFનું AUM રૂ. 14,473 કરોડ નોંધાયું હતું. આ પાંચ યોજનાઓનું સંયુક્ત AUM અંદાજે રૂ. 1.49 લાખ કરોડ રહ્યું, જેગોલ્ડ ETF બજારની કુલ એસેટના 80.2 ટકા છે. માત્ર ટોચની બે યોજનાઓ પાસે લગભગ 45 ટકા અને ટોચની ત્રણ યોજનાઓ પાસે અંદાજે 60 ટકા એસેટ હતી.


ટોચના 10 ગોલ્ડ ETFનું કુલ AUM રૂ. 1.72 લાખ કરોડ

ટોચના પાંચ ETF પછી આગામી પાંચ યોજનામાં ટાટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, એક્સિ ગોલ્ડ ETF, યુટીઆઈ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, મિરાએ એસેટ ગોલ્ડ ETF અને આદિત્ય બિરલા સન લાઈફ ગોલ્ડ ETFનો સમાવેશ થાય છે, જેમાં ટાટા ગોલ્ડ ETFમાં રૂ. 6,138 કરોડ, એક્સિસ ગોલ્ડ ETFમાં રૂ. 5,526 કરોડ, યુટીઆઈ ગોલ્ડ ETFમાં રૂ. 4,406 કરોડ, મિરાએ એસેટ ગોલ્ડ ETFમાં રૂ. 3,470 કરોડ અને આદિત્ય બિરલા સન લાઈફ ગોલ્ડ ETFમાં 3,087 કરોડ AUM હતું. આમ, ટોચની 10 ETF યોજનાઓનું કુલ AUM રૂ. 1.72 લાખ કરોડ રહ્યું, જે સંપૂર્ણ કેટેગરીના 92.4 ટકા છે. બીજીબાજુ બાકીની 16 યોજનાઓ પાસે કુલ રૂ. 14,246 કરોડની એસેટ હતી, જે બજારના 7.6 ટકા હિસ્સો છે.


Gold ETF 29.png


નવા ગોલ્ડ ETFની હિસ્સેદારી અંદાજે 8 ટકા

ICRA એનાલિટિક્સ મુજબ ત્રણ વર્ષથી ઓછાના રિટર્નનો ઈતિહાસ ધરાવતા 13 ગોલ્ડ ETFનું સંયુક્ત AUM રૂ. 14,575 કરોડ હતું, જે આ કેટેગરીના કુલ AUMના લગભગ 8 ટકા છે. તેમાં ટાટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સૌથી મોટો રહ્યો, જે સમગ્ર રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે હતો. ત્યાર પછી ઝીરોધા ગોલ્ડ ETFનું AUM રૂ. 2,523 કરોડ, મોતિલાલ ઓસ્વાલ ગોલ્ડ ETFનું AUM રૂ. 1,927 કરોડ અને એડલવાઈસ ગોલ્ડ ETFનું રૂ. 1,759 કરોડ રહ્યું. એક વર્ષથી પણ ઓછા ETFના રિટર્નનો ઈતિહાસ રાખતી ચાર યોજનાઓનું સંયુક્ત AUM રૂ. 942 કરોડ હતું.


ICRA વિશ્લેષણના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને માર્કેટ ડેટા પ્રમુખ અશ્વિની કુમારે કહ્યું કે, નવા ગોલ્ડ ETF રોકાણકારો પાસેથી કેટલીક સંપત્તિ એકત્ર કરે છે, તે બજારમાં પ્રતિસ્પર્ધાના વિકાસનો એક મહત્વપૂર્ણ સંકેત હશે. વિવિધ ગોલ્ડ ETFના રિટર્ન લગભગ એક સમાન રહ્યા છે. તેનાથી સંકેત મળે છે કે માત્ર પ્રદર્શનના અંતરથી એ સ્પષ્ટ નથી થતું કે રોકાણકારોની મોટાભાગની સંપત્તિ કેટલીક પસંદગીની મોટી યોજનાઓમાં જ શા માટે કેન્દ્રીત છે. સપ્ટેમ્બરમાં માસિક રિટર્નમાં ઘટાડા છતાં ગોલ્ડ ETF કેટેગરીનું એક વર્ષનું પ્રદર્શન સકારત્મક બની રહ્યું.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn