KuberaNowLogo
Saturday, 05/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ફરવાનો શોખ છે તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ચોક્કસ લો

Travel Insurance સામાન્ય રીતે મુસાફરી શરૂ થવાના દિવસથી લઈને વતન પરત ફરવા સુધીના સમયગાળા માટે લેવામાં આવે છે. ખાસ કરીને વિદેશ પ્રવાસ દરમિયાન વિવિધ જોખમો સામે ટ્રાવેલ વીમો ઉપયોગી બની શકે છે.

KuberaNow
desk@kuberanow5 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Travel Insurance
Travel InsuranceAI Generated Image

મુસાફરી દરમિયાન અકસ્માત, અચાનક બીમારી, સામાન ખોવાઈ જવો, ફ્લાઇટ વિલંબ કે કેન્સલેશન જેવી અણધારી ઘટનાઓમાં થતા ખર્ચ અને નાણાકીય નુકસાન સામે સુરક્ષા આપતો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હવે દરેક પ્રવાસી માટે જરૂરી સાધન બન્યો છે. પોલિસીની શરતો મુજબ મેડિકલ ઇમરજન્સી, બેગ લેટ/લોસ, પાસપોર્ટ રિપ્લેસમેન્ટ, મિસ્ડ કનેક્શન અને ટ્રિપ ઇન્ટરપ્શન જેવા ખર્ચનું કવરેજ મળતાં વિદેશ પ્રવાસે જતા ભારતીયો માટે આર્થિક જોખમ ઘટે છે અને ઇમરજન્સીમાં ઝડપી મદદ મળે છે.


Travel Insuranceમાં શું કવર થાય છે?


  • અકસ્માત અથવા બીમારીની સારવારનો ખર્ચ
  • મુસાફરી દરમિયાન ઈમરજન્સી ડેન્ટલ સારવારનો ખર્ચ
  • ગંભીર બીમારી કે ઈજામાં મેડિકલ સુવિધા સુધી પહોંચાડવાનો ખર્ચ
  • અકસ્માતને કારણે મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતામાં નાણાકીય વળતર
  • ચેક-ઇન દરમિયાન બેગ ખોવાઈ જાય/મોડેથી મળે તો શરતો મુજબ વળતર
  • પાસપોર્ટ ગુમાવવાથી રિપ્લેસમેન્ટ અને જરૂરી દસ્તાવેજો મેળવવાનો ખર્ચ
  • ફ્લાઇટ મોડી થવાથી ભોજન અથવા રહેવા જેવા વધારાના ખર્ચ માટે વળતર
  • અણધાર્યા વિલંબને કારણે ફ્લાઇટ ચૂકી જવાથી થતા ખર્ચનું કવરેજ
  • વિદેશમાં મૃત્યુ થાય ત્યારે મૃતદેહને વતન પરત લાવવાનો ખર્ચ
  • મુસાફરી દરમિયાન ઘરે ચોરી થાય તો તેનું કવરેજ
  • ફ્લાઇટ હાઇજેક થવાની પરિસ્થિતિમાં પોલિસીની શરતો મુજબ વળતર


Travel Insurance



Travel Insuranceના મુખ્ય પ્રકાર


Single Trip Travel Insurance

એક ચોક્કસ પ્રવાસ માટે લેવામાં આવતો વીમો. જે મુસાફરી દરમિયાન મેડિકલ ઈમરજન્સી, સામાનનું નુકસાન, ટ્રિપ કેન્સલેશન વગેરે જેવા કવરેજ આપી શકે છે.


Multi-Trip Travel Insurance

વર્ષ દરમિયાન વારંવાર મુસાફરી કરતા લોકો માટે ઉપયોગી થાય છે. નિર્ધારિત સમયગાળામાં કરવામાં આવતી અનેક મુસાફરીને એક જ પોલિસી હેઠળ કવર કરી શકાય છે.


Student Travel Insurance

વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. તેમાં મેડિકલ ઈમરજન્સી, સ્ટડી ઇન્ટરપ્શન, સ્પોન્સરનું મૃત્યુ, સામાનનું નુકસાન વગેરે જેવા કવરેજ હોઈ શકે છે.


Group Travel Insurance

એકસાથે મુસાફરી કરતા લોકોના જૂથ માટે લેવામાં આવે છે. Group Tour, બિઝનેસ ટ્રિપ અથવા સંસ્થાકીય પ્રવાસમાં તેનો ઉપયોગ થઈ શકે છે.


Travel Insurance લેતા પહેલા શું ધ્યાનમાં રાખવું?

Travel Insurance પસંદ કરતી વખતે માત્ર પ્રીમિયમ નહીં, પરંતુ કુલ કવરેજ, મેડિકલ કવરેજ સહિત ટ્રાવેલ સંલગ્ન તમામ જરૂરિયાતો તપાસવી જરૂરી છે. ખાસ કરીને વિદેશ પ્રવાસ માટે તમારા પ્રવાસ અને સંભવિત જોખમોને અનુરૂપ પોલિસી પસંદ કરવી વધુ મહત્વપૂર્ણ છે.


આ પણ વાંચો: વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારત-EUના નાણાકીય સંબંધો મજબૂત થશે: SEBI અને ESMA વચ્ચે થયા મહત્ત્વપૂર્ણ કરાર
  2. આખરે NSE IPO માટે SEBIની મંજૂરી, હવે લિસ્ટિંગની તારીખ પર સૌની નજર
  3. NSEના શેરનું સેલ્ફ લિસ્ટિંગ નહીં થઈ શકે, BSEનો શેર 4.5 ટકા વધ્યો
  4. FCNRમાં જંગી રકમ મળતા RBL બેંકનાં શેરમાં ચમકારો

Economy

See more
  1. 4,000 કિલોથી માત્ર 600 કિલો: El Ninoએ નીલગિરીના ચા ઉદ્યોગને ગંભીર સંકટમાં ધકેલ્યો
  2. ગ્રાહકો સાથે અન્યાય નહીં ચાલે: RBIએ CIBIL સહિત ક્રેડિટ બ્યુરો અને NBFCsને ફટકાર્યો ₹45.32 લાખનો દંડ
  3. ભારતના Service Sectorમાં સુધારો, PMI 54.1 પર પહોંચ્યો
  4. GIFT IFSC બન્યું ગ્લોબલ બેંકિંગ હબ, FCNR(B) વિતરણ $52.82 બિલિયન સુધી પહોંચ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. ફરવાનો શોખ છે તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ચોક્કસ લો
  2. વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા
  3. UPIમાં આવી શકે છે મોટો ફેરફાર, હવે AI Agent તમારી તરફથી પેમેન્ટ કરી શકશે
  4. સતત પાંચમાં દિવસે ઘટ્યા સોનાના ભાવ, MCX Goldમાં ₹10,700થી વધુનો ઘટાડો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM