ફરવાનો શોખ છે તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ચોક્કસ લો
Travel Insurance સામાન્ય રીતે મુસાફરી શરૂ થવાના દિવસથી લઈને વતન પરત ફરવા સુધીના સમયગાળા માટે લેવામાં આવે છે. ખાસ કરીને વિદેશ પ્રવાસ દરમિયાન વિવિધ જોખમો સામે ટ્રાવેલ વીમો ઉપયોગી બની શકે છે.

મુસાફરી દરમિયાન અકસ્માત, અચાનક બીમારી, સામાન ખોવાઈ જવો, ફ્લાઇટ વિલંબ કે કેન્સલેશન જેવી અણધારી ઘટનાઓમાં થતા ખર્ચ અને નાણાકીય નુકસાન સામે સુરક્ષા આપતો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હવે દરેક પ્રવાસી માટે જરૂરી સાધન બન્યો છે. પોલિસીની શરતો મુજબ મેડિકલ ઇમરજન્સી, બેગ લેટ/લોસ, પાસપોર્ટ રિપ્લેસમેન્ટ, મિસ્ડ કનેક્શન અને ટ્રિપ ઇન્ટરપ્શન જેવા ખર્ચનું કવરેજ મળતાં વિદેશ પ્રવાસે જતા ભારતીયો માટે આર્થિક જોખમ ઘટે છે અને ઇમરજન્સીમાં ઝડપી મદદ મળે છે.
Travel Insuranceમાં શું કવર થાય છે?
- અકસ્માત અથવા બીમારીની સારવારનો ખર્ચ
- મુસાફરી દરમિયાન ઈમરજન્સી ડેન્ટલ સારવારનો ખર્ચ
- ગંભીર બીમારી કે ઈજામાં મેડિકલ સુવિધા સુધી પહોંચાડવાનો ખર્ચ
- અકસ્માતને કારણે મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતામાં નાણાકીય વળતર
- ચેક-ઇન દરમિયાન બેગ ખોવાઈ જાય/મોડેથી મળે તો શરતો મુજબ વળતર
- પાસપોર્ટ ગુમાવવાથી રિપ્લેસમેન્ટ અને જરૂરી દસ્તાવેજો મેળવવાનો ખર્ચ
- ફ્લાઇટ મોડી થવાથી ભોજન અથવા રહેવા જેવા વધારાના ખર્ચ માટે વળતર
- અણધાર્યા વિલંબને કારણે ફ્લાઇટ ચૂકી જવાથી થતા ખર્ચનું કવરેજ
- વિદેશમાં મૃત્યુ થાય ત્યારે મૃતદેહને વતન પરત લાવવાનો ખર્ચ
- મુસાફરી દરમિયાન ઘરે ચોરી થાય તો તેનું કવરેજ
- ફ્લાઇટ હાઇજેક થવાની પરિસ્થિતિમાં પોલિસીની શરતો મુજબ વળતર

Travel Insuranceના મુખ્ય પ્રકાર
Single Trip Travel Insurance
એક ચોક્કસ પ્રવાસ માટે લેવામાં આવતો વીમો. જે મુસાફરી દરમિયાન મેડિકલ ઈમરજન્સી, સામાનનું નુકસાન, ટ્રિપ કેન્સલેશન વગેરે જેવા કવરેજ આપી શકે છે.
Multi-Trip Travel Insurance
વર્ષ દરમિયાન વારંવાર મુસાફરી કરતા લોકો માટે ઉપયોગી થાય છે. નિર્ધારિત સમયગાળામાં કરવામાં આવતી અનેક મુસાફરીને એક જ પોલિસી હેઠળ કવર કરી શકાય છે.
Student Travel Insurance
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. તેમાં મેડિકલ ઈમરજન્સી, સ્ટડી ઇન્ટરપ્શન, સ્પોન્સરનું મૃત્યુ, સામાનનું નુકસાન વગેરે જેવા કવરેજ હોઈ શકે છે.
Group Travel Insurance
એકસાથે મુસાફરી કરતા લોકોના જૂથ માટે લેવામાં આવે છે. Group Tour, બિઝનેસ ટ્રિપ અથવા સંસ્થાકીય પ્રવાસમાં તેનો ઉપયોગ થઈ શકે છે.
Travel Insurance લેતા પહેલા શું ધ્યાનમાં રાખવું?
Travel Insurance પસંદ કરતી વખતે માત્ર પ્રીમિયમ નહીં, પરંતુ કુલ કવરેજ, મેડિકલ કવરેજ સહિત ટ્રાવેલ સંલગ્ન તમામ જરૂરિયાતો તપાસવી જરૂરી છે. ખાસ કરીને વિદેશ પ્રવાસ માટે તમારા પ્રવાસ અને સંભવિત જોખમોને અનુરૂપ પોલિસી પસંદ કરવી વધુ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

LPG Connection Rules: ભાડાના ઘરમાં મકાનમાલિકનું LPG કનેક્શન હોય તો ભાડૂતને અલગ સિલિન્ડર મળી શકે? જાણો નિયમ

Holiday List: નવેમ્બરમાં બેન્કોમાં રજાઓની ભરમાર, જાણી લો રજાઓનું લિસ્ટ

સોનું હવે મોબાઈલમાં! યુવાનોમાં ડિજિટલ ગોલ્ડનો જાદુ, 2031 સુધીમાં $280 અબજનું બજાર

EPFO Rules: Down Paymentથી Home Loan સુધી, જાણો EPFO Withdrawalના નિયમો

Car Insurance: કાર પર ગોળીબાર થાય તો ખર્ચ કોણ ચૂકવશે? શું વીમાનો કલેમ સ્વીકારાશે

₹45 લાખથી સસ્તું ઘર હોવા છતાં 5% GST લાગી શકે, કાર્પેટ એરિયાની આ શરત જાણો

મલ્ટી એસેટ્સ ફંડ્સનું છેલ્લા ત્રણ વર્ષમાં 500 ટકા વળતર





