KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

NTC Mobile
0:00 / 0:00
Gujarat

ભેળસેળિયા અને અસ્વચ્છ એકમો સામે સરકારની લાલ આંખ: નેશનલ હાઈવે તથા રાજ્ય ના મુખ્ય હાઇવેની તમામ હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા પર થશે સઘન ચેકિંગનશે

રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે કડક કદમ ઉઠાવવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખાદ્ય પદાર્થોના વેચાણમાં પારદર્શિતા લાવવા અને જનઆરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રીશ્રીએ નેશનલ હાઈવે તથા રાજ્ય ના મુખ્ય હાઇવે પરની તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, હાઈવે પરના ઢાબા અને ફૂડ સર્વિસ સાથે સંકળાયેલી તમામ પેઢીઓનું સઘન ચેકિંગ કરવા અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે. મંત્રીશ્રીના દિશાનિર્દેશ મુજબ, ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬' હેઠળ તા. ૧૯ નવેમ્બર, ૨૦૨૬થી સમગ્ર રાજ્યમાં “ઓપરેશન હેલ્થ” અંતર્ગત ખાસ તપાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ અંગે વધુ વિગતો આપતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આ મહાઅભિયાનને સફળ બનાવવા માટે તમામ મહાનગરપાલિકાઓ સહિત રાજ્યના તમામ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રીઓને ખાસ આદેશો જારી કરવામાં આવ્યા છે. વિશેષ કરીને, નેશનલ અને રાજ્યના મુખ્ય હાઈવે કોરિડોર પર ધમધમતી તમામ હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ઢાબાઓનું ચેકિંગ સંબંધિત જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત તપાસણી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને ગતિશીલતા જળવાઈ રહે તે માટે તમામ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તમામ એકમોનું ઓનલાઈન ઈન્સ્પેક્શન FoSCoS (Food Safety Compliance System) પોર્ટલના માધ્યમથી કરવામાં આવશે. મંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપતા જણાવ્યું છે કે, ખાદ્ય એકમો સાથે સંકળાયેલા તમામ રસોઈયા અને કર્મચારીઓ ફરજિયાતપણે કેપ, એપ્રોન અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરે તેમજ રસોડા અને આસપાસના પરિસરમાં ઉચ્ચ સ્તરીય સ્વચ્છતા જાળવે તે બાબતનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. આરોગ્ય મંત્રીશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, સામાન્ય નાગરિકો અને મુસાફરોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડાં અથવા બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. તપાસણી દરમિયાન જ્યાં પણ શંકાસ્પદ જણાય ત્યાં ત્વરિત ખાદ્યચીજોના સેમ્પલ લેવામાં આવશે. એટલું જ નહીં, ફૂડ સેફ્ટી એક્ટના 'શિડ્યુલ-૪' ની જોગવાઈઓનો ભંગ કરનારા એકમો સામે ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવાથી લઈને લાયસન્સ સસ્પેન્ડ કરવા અથવા કાયમી ધોરણે રદ કરવા સુધીની કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં ફૂડ સેફ્ટી ઓન વેહેલ્સ દ્વારા પણ આ બાબતે જરૂરી તપાસ અને ખાધ્ય ચીજ ના સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવશે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો - ખાસ કરીને હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ગ્રાહકો તથા મુસાફરોને શુદ્ધ, આરોગ્યપ્રદ અને સુરક્ષિત આહાર મળી રહે તે માટે તમામ વેપારીઓએ ફૂડ સેફ્ટીના કાયદાઓ અને સ્વચ્છતાના નિયમોનું સ્વયંભૂ અને ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે તેમ મંત્રીશ્રીએ કડક શબ્દોમાં જણાવ્યું હતું.

You May Like This

ડુંગળીની બમ્પર આવકથી ગોંડલ યાર્ડ ઉભરાયું, ખેડૂતોને મળ્યા સારા ભાવ
Gujarat

ડુંગળીની બમ્પર આવકથી ગોંડલ યાર્ડ ઉભરાયું, ખેડૂતોને મળ્યા સારા ભાવ

અમદાવાદમાં જામશે ટ્રેડર્સ, ઈન્વેન્સ્ટર્સ અને શેરબજારના એક્સપર્ટ્સનો મેગા મેળો
Gujarat

અમદાવાદમાં જામશે ટ્રેડર્સ, ઈન્વેન્સ્ટર્સ અને શેરબજારના એક્સપર્ટ્સનો મેગા મેળો

ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત, મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત
Gujarat

ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત, મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત

NTC 1.0 | આગામી તેજી કયા સેક્ટરમાં? | હિતેશ સોમાણી | SEBI Registered Analyst And Mentor | Kubera Now
Companies

NTC 1.0 | આગામી તેજી કયા સેક્ટરમાં? | હિતેશ સોમાણી | SEBI Registered Analyst And Mentor | Kubera Now

Shorts

More
Rajbha Gadhvi : લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ Kubera Nowને પાઠવી શુભકામના
Gujarat

Rajbha Gadhvi : લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ Kubera Nowને પાઠવી શુભકામના

SOUની 'એસી વિસ્ટા ડોમ કોચ' બસનો અંદરનો નજારો
Gujarat

SOUની 'એસી વિસ્ટા ડોમ કોચ' બસનો અંદરનો નજારો

NTC 1.0 | આગામી 10 વર્ષમાં Mother of Bull Run | પુરબ ગુપ્તા | IIDSR Founder, Algo Expert And Mentor
Companies

NTC 1.0 | આગામી 10 વર્ષમાં Mother of Bull Run | પુરબ ગુપ્તા | IIDSR Founder, Algo Expert And Mentor

NTC 1.0 : ધર્મેન્દ્ર કલાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ : Trader, Investr and Analyst
Companies

NTC 1.0 : ધર્મેન્દ્ર કલાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ : Trader, Investr and Analyst

NTC 1.0 : સાહિલ રોમિત્રાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ : Head Of Technical Analysis And Research
Companies

NTC 1.0 : સાહિલ રોમિત્રાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ : Head Of Technical Analysis And Research

NTC 1.0: અમદાવાદમાં ટ્રેડર્સનો મહાકુંભ, એક્સપર્ટે જણાવી શેરબજારની રણનીતિ
Market

NTC 1.0: અમદાવાદમાં ટ્રેડર્સનો મહાકુંભ, એક્સપર્ટે જણાવી શેરબજારની રણનીતિ

સોનું તૂટતા ચીનમાં 40 ગણો સ્ટોક વધ્યો! શું આ સોનામાં ફરી મોટી તેજી આવવાનો સંકેત છે?
Commodity

સોનું તૂટતા ચીનમાં 40 ગણો સ્ટોક વધ્યો! શું આ સોનામાં ફરી મોટી તેજી આવવાનો સંકેત છે?

દર મહિને ₹10 હજારની SIPથી 3 વર્ષમાં ₹5 લાખથી વધુ! જાણો કયા 5 મ્યુચ્યુઅલ ફંડે આપ્યું સૌથી વધુ વળતર
Market

દર મહિને ₹10 હજારની SIPથી 3 વર્ષમાં ₹5 લાખથી વધુ! જાણો કયા 5 મ્યુચ્યુઅલ ફંડે આપ્યું સૌથી વધુ વળતર

AIની તેજીનો ફાયદો Nvidiaને તો મળશે જ, પણ AI માટે વીજળી અને સ્ટીલ પૂરાં પાડતી કંપનીઓનું શું?
Companies

AIની તેજીનો ફાયદો Nvidiaને તો મળશે જ, પણ AI માટે વીજળી અને સ્ટીલ પૂરાં પાડતી કંપનીઓનું શું?

GTA 6: ગેમિંગની દુનિયામાં મહાક્રેઝ
India

GTA 6: ગેમિંગની દુનિયામાં મહાક્રેઝ

GTA 6 – ગેમ નહીં, અબજો ડોલરનો બિઝનેસ!
India

GTA 6 – ગેમ નહીં, અબજો ડોલરનો બિઝનેસ!

₹7,000 કરોડનો બજાજનો હેલ્થકેર દાવ! Apollo અને Max માટે નવો પડકાર?
Market

₹7,000 કરોડનો બજાજનો હેલ્થકેર દાવ! Apollo અને Max માટે નવો પડકાર?

દિવાળીની બમ્પર ઓફર પણ કામ ન આવી! મોબાઇલના વેચાણમાં 22%નો કડાકો
India

દિવાળીની બમ્પર ઓફર પણ કામ ન આવી! મોબાઇલના વેચાણમાં 22%નો કડાકો

સોના-ચાંદીમાં કડાકો!હવે ભાવ ક્યાં જશે?
Commodity

સોના-ચાંદીમાં કડાકો!હવે ભાવ ક્યાં જશે?

Nvidiaનો શેર એક મહિનાથી 32% તૂટ્યો, હવે રોકાણ કરવાની તક કે હજુ રાહ જોવી જરૂરી?
Market

Nvidiaનો શેર એક મહિનાથી 32% તૂટ્યો, હવે રોકાણ કરવાની તક કે હજુ રાહ જોવી જરૂરી?

અદાણી ગ્રૂપના 6 શેરમાં 43% સુધીની તેજીનો અંદાજ, Jefferiesએ આપ્યા નવા ટાર્ગેટ
Market

અદાણી ગ્રૂપના 6 શેરમાં 43% સુધીની તેજીનો અંદાજ, Jefferiesએ આપ્યા નવા ટાર્ગેટ

Vibrant Mobile
Only On KuberaNow