Microsoft Outage: ઈમેલથી AI સર્વિસ સુધી અનેક સર્વિસ કલાકોથી ઠપ
દુનિયાના અનેક દેશોમાં કરોડો યુઝર્સની કમ્પ્યુટર સર્વિસ અચાનક થઈ ઠપ. મોટી-મોટી કંપનીઓ અને અનેક સરકારી ઓફીસોમાં ઈમેલ-મીટિંગ માટે Microsoft 365, Outlook અને Teams વગેરેનો ઉપયોગ ખોરવાયો. માઈક્રોસોફ્ટ આઉટએજની અસર OpenAI અને એન્થ્રોપિકની AI સર્વિસમાં ઉપયોગમાં લેવાતા કનેક્ટર્સ પર પણ પડી છે

દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટની ઈમેલ સર્વિસ ગુરુવારે મોડી રાતે અચાનક ઠપ્પ થઈ જવાના કારણે દુનિયાભરમાં અફરાતફરી મચી ગઈ છે. માઈક્રોસોફ્ટનું સર્વર ઠપ થયાને 13 કલાક કરતાં વધુ સમય પસાર થઈ ગયો છે પરંતુ હજુ સુધી તે ફરી શરૂ થઈ શક્યું નથી. તેના કારણે અનેક દિગ્ગજ કંપનીઓના કામકાજ પર અસર થઈ રહી છે. આઉટલૂક અને માઈક્રોસોફ્ટ 365ના સર્વર અચાનક ઠપ થવાથી ભારત સહિત દુનિયાભરમાં તેના કરોડો યુઝર્સ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લોકો તેમના મેલ બોક્સને ઓપન નથી કરી શકતા, જેથી લાખો જરૂરી ઈ-મેલ ઈનબોક્સમાં અનરીડ પડ્યા છે તેમજ તેઓ નવા ઈ-મેલ કરી શકતા નથી.
ટેક્નોલોજી જાયન્ટ માઈક્રોસોફ્ટને તેની સેવાઓમાં વૈશ્વિક આઉટેજને ઠીક કરવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો છે. આ એક ટેકનિકલ ખામી છે, જેના કારણે અનેક ક્ષેત્રોમાં કનેક્ટિવિટી પર અસર થઈ રહી છે.કંપની તેને વહેલી તકે રીપેર કરવામાં લાગી છે. જોકે, સમસ્યાને દૂર કરવા માટે લાગુ કરવામાં આવેલા ફેરફાર અપેક્ષા મુજબ કામ નથી કરી રહ્યા. એવામાં માઈક્રોસોફ્ટ હવે સમસ્યાનું સમાધાન લાવવા માટે અન્ય વિકલ્પો પર કામ કરી રહી છે.
અમેરિકામાં બપોરે 1.00 કલાકે શરૂ થઈ સમસ્યા
માઈક્રોસોફ્ટ 365 સ્ટેટસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું, તેની ઈ-મેલ સર્વિસમાં ટેકનિકલ ખામીના કારણે દુનિયાભરની કરોડો ઓફિસોમાં કામકાજની ગતિ ધીમી થઈ ગઈ છે. ડાઉનડિટેક્ટર મુજબ આઉટલૂકમાં મુશ્કેલીની શરૂઆત ઈસ્ટર્ન ટાઈમ મુજબ બપોરે અંદાજે 1.00 કલાકે થઈ હતી. જોત-જોતામાં ફરિયાદો વધવા લાગી અને આ આંકડો 1 લાખ સુધી પહોંચી ગયો છે. બીજીબાજુ માઈક્રોસોફ્ટ 365 માટે પણ લાખો યુઝર્સે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાની ફિયાદ કરી છે. કંપનીની ટેક ટીમ આ બાબતની તપાસ કરી રહી છે અને તેનું સમાધાન લાવવામાં કાર્યરત છે. અમે ટ્રાફિક મેનેજમેન્ટમાં સતત બની રહેલા અસંતુલનની સ્થિતિ વચ્ચે ક્ષમતા વધારવા માટે વૈકલ્પિક ઉપાયોની ઓળખ કરી રહ્યા છીએ.
અમેરિકા સુધી મર્યાદિત લાગતી સમસ્યા વૈશ્વિક સ્તરે પ્રસરી
માઈક્રોસોફ્ટને શરૂઆતમાં લાગ્યું કે આ મુશ્કેલી માત્ર અમેરિકા સુધી મર્યાદિત છે, પરંતુ પાછળથી ખ્યાલ આવ્યો કે તેની વૈશ્વિક અસર થઈ રહી છે. તેથી વહેલી તકે સમાધાન લાવવાનો પ્રયત્ન કંપની તરફથી કરાઈ રહ્યો છે. માઈક્રોસોફ્ટ 365માં આવેલી ટેકનિકલ સમસ્યાની અસર કંપનીની અનેક મુખ્ય સેવાઓ પર પડી છે, જેમાં આઊટલૂકમાં યુઝર્સ ઈમેલ મોકલી કે મેળવી નથી શકતા. માઈક્રોસોફ્ટ ટમ્સમાં ઓફિસ કમ્યુનિકેશન અને મીટિંગ સેવાઓ પર અસર થઈ છે. કો-પાયલોટમાં માઈક્રોસોફ્ટના AI આસિસ્ટના ઉપયોગમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. એક્સચેન્જ ઓનલાઈન પર યુઝર્સ તેમના મેલબોક્સ સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
અનેક સર્વર ઓટોમેટેડ હેલ્થ ચેકમાં નિષ્ફળ ગયા
વેબસાઈટ પરફોર્મન્સ મોનિટરિંગ પ્લેટફોર્મ ડાઉનડીટેક્ટર મુજબ આઉટેજના ચરમ પર દુનિયાભરમાં અંદાજે 1.30 લાખ યુઝર્સે સેવાઓમાં મુશ્કેલીની ફરિયાદ નોંધાવી છે. શરૂઆતમાં માઈક્રોસોફ્ટે એક્સચેન્જ ઓનલાઈન મેલબોક્સ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ રહી હોવાનું કહ્યું હતું. પાછળથી કંપનીએ તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એક ભાગમાં સર્વર લોડ વધવાને કનેક્ટિવિટીની સમસ્યાનું સંભવિત કરાણ ગણાવ્યું હતું. કંપની મુજબ અનેક સર્વર ઓટોમેટેડ હેલ્થ ચેકમાં નિષ્ફળ ગયા પછી અચાનક અનુપલબ્ધ થઈ ગયા. તેના કારણે વધારાનો ટ્રાફિક અન્ય બાકીના સર્વરો પર જવાથી તેના પર લોડ વધી ગયો. માઈક્રોસોફ્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, સમસ્યાનું કારણ યુઝર્સ તરફથી કુલ ટ્રાફિકમાં વધારો નહીં પરંતુ સર્વરોની ઓછી ઉપલબ્ધતા હતું.

માઈક્રોસોફ્ટ પર થયો સાયબર હુમલો?
માઈક્રોસોફ્ટ કલાકો સુધી આઉટેજ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ જતાં સોશિયલ મીડિયા પર સાયબર હુમલાની આશંકા વ્યક્ત થવા લાગી છે. સવાલ એ પણ છે કે માઈક્રોસોફ્ટ જેવી મહાકાય કંપનીની આટલી બધી સર્વિસીસ એક સાથે કેવી રીતે ઠપ થઈ શકે? શું કોઈ હેકરે કંપનીની સિસ્ટમને નિશાન બનાવી છે? કે પછી માઈક્રોસોફ્ટના પોતાના સર્વર અને નેટવર્કમાં કોઈ મોટી ગડબડ થઈ છે?
શક્તશાળી AI મોડેલ્સ મિનિટોમાં લૂપહોલ્સ શોધવામાં માહેર
સોશિયલ મીડિયા પર સાયબર હુમલાની થીયરી વાયરલ છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે AIના પાવરફુલ મોડેલ્સનો ઉપયોગ કરીને સાયબર એટેક કરાયો હોઈ શકે છે. ફેબલ અને મિથોઝ જેવા AI મોડેલ્સના આગમન પછી આ ડર ખોટો પણ નથી. હકીકતમાં આ પ્રકારના મોડેલ્સનો મોટા સાયબર હુમલામાં ઉપયોગ થઈ શકે છે. તાજેતરમાં જ આવી કેટલીક ઘટનાઓ સામે આવી છે. અનેક વખત સિક્યોરિટી ટેસ્ટિંગ માટે આ મોડેલ્સનો ઉપયોગ થાય છે અને લૂપહોલ શોધવામાં આવે છે. દાયકાઓથી ચાલી આવતા લૂપહોલ્સને આ રીતે શક્તિશાળી AI મોડેલ્સ મિનિટોમાં શોધી કાઢે છે.
માઈક્રોસોફ્ટે સાયબર હુમલાની આશંકા ફગાવી
જોકે, હાલ માઈક્રોસોફ્ટનું કહેવું છે કે તેને આ ઘટના પાછળ કોઈ સાયબર હુમલા અથવા ખોટા ઈરાદાથી કરવામાં આવેલી પ્રવૃત્તિના કોઈ સંકેત મળ્યા નથી. કંપનીની પ્રારંભિક તપાસમાં સમસ્યા તેના સર્વર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલી હોવાનું જણાયું છે. એટલે કે હજુ સુધી સામે આવેલી માહિતી મુજબ સાયબર હુમલાના બદલે ટેકનિકલ ખામીની સંભાવના છે. જોકે, કંપનીએ તેની તપાસ પૂરી થયા પછી વિસ્તૃત રિપોર્ટ આપવાની વાત કરી છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gemini 4 Hydrogen: કોડિંગથી Google Search સુધી કામ બનશે ઝડપી, જાણો ફીચર્સ અને કિંમત

Nvidia CEO Resign: જેનસન હુઆંગે આપ્યું રાજીનામું, કોલેટ ક્રેસ બન્યા વચગાળાના CEO, શેરમાં 12%નો કડાકો

ડોલરને પડકારવા ચીનનો મોટો પ્લાન, 16 નવેમ્બરથી શરૂ થશે નવો ખેલ

Nvidiaના શેર બીજા 9 ટકા ઘટ્યા, CEO Jensen Huangના રાજીનામાની માંગ

MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં LIC, Adani Green,Coforge અને Mishoનો ઉમેરો

કોણ છે એલિસ હુઆંગ? Nvidia CEO જેનસેન હુઆંગ સાથેના સંબંધ અને ચીની જાસૂસના આરોપોથી ચર્ચામાં

મિડલ ઈસ્ટમાં મોટો વળાંક: ટ્રમ્પે કહ્યું ઈરાન સાથે યુદ્ધ પૂરું, પણ ઈરાનની 7 શરતોએ વધાર્યું ટેન્શન





