KuberaNowLogo
Thursday, 12/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ડોલરને પડકારવા ચીનનો મોટો પ્લાન, 16 નવેમ્બરથી શરૂ થશે નવો ખેલ

સિંગાપુરના Abaxx Exchange પર 16 નવેમ્બરથી યુઆનમાં LNG અને ગોલ્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ શરૂ થશે, ડોલર સામે યુઆનનો ઉપયોગ વધારવાની ચીનની વ્યૂહરચના

kuberanow deskPublished On : 12 Nov 2026
China Yuan.png
AI Generated Image

ચીન ગોલ્ડ અને કોમોડિટી બજાર પર તેનું રાજ ચલાવવા માટે સતત પગલાં લઈ રહ્યું છે. આ શ્રેણીમાં ચીન 16 નવેમ્બરથી સિંગાપુરના અબેક્સ એક્સચેન્જ પર યુઆનમાં એલએનજી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ શરૂ કરશે. આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ચીનનું ચલણ યુઆન ડોલર સામે પડકારરૂપ બની રહ્યું છે.


ચીન એનએલનજી ખરીદવાની સાથે સાથે તેના પેમેન્ટમાં તેની કરન્સી યુઆનનો ઉપયોગ વધારવા માગે છે. હવે સિંગાપુરનું અબેક્સ એક્સચેન્જ 16 નવેમ્બર 2026થી એવા એલએનજીની સાથે ગોલ્ડનો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ શરૂ કરશે, જેમાં કારોબારી ગેસની કિંમતોના ઉતાર-ચઢાવથી બચવા માટે ઓફશોર યુઆનનો ઉપયોગ કરી શકશે. એટલે કે ચીન એવો પ્રયત્ન કરી રહ્યું છે કે ગેસના આંતરરાષ્ટ્રીય કારોબારમાં યુઆન ડોલરનો વિકલ્પ બને. આગળ આ કોન્ટ્રાક્ટની અસર એ બાબત પર નિર્ભર રહેશે કે કેટલી કંપનીઓ તેનો ઉપયોગ કરે છે. વેપારીઓ તેમાં રસ દર્શાવશે તો એલએનજીની સાથે સોનાના કારોબારમાં પણ યુઆનવાળા કોન્ટ્રાક્ટ શરૂ થશે. આ બધું જ અમેરિકન ડોલર વિરુદ્ધ લેવાઈ રહેલાં પગલાંના ભાગરૂપે થઈ રહ્યું છે.


ચીન માત્ર વધુ એલએનજી ખરીદવા સુધી મર્યાદિત નથી. તે ઈચ્છે છે કે એનર્જી માર્કેટના આંતરરાષ્ટ્રીય કારોબારમાં તેની કરન્સી યુઆનનો ઉપયોગ વધે. તેના માટે ચીને પહેલા ખાડી દેશો સાથે યુઆનમાં ઓઈલ અને ગેસના સોદા કરવાની વાત કરી હતી. પછી યુઆનમાં એલએનજીના સોદા શરૂ થયા. હવે સિંગાપુરનું અબેક્સ એક્સચેન્જ એવા વાયદાના કોન્ટ્રાક્ટ શરૂ કરશે, જેનાથી વેપારીઓ એલએનજીના ભાવનું જોખમ ઓફશોર યુઆનમાં સંભાળી શકે.


યુઆન કોન્ટ્રાક્ટ વેપારીઓને વધારાનો વિકલ્પ આપશે

જોકે, તેનો અર્થ એ નથી કે હવે એલએનજીની દરેક ખરીદી યુઆનમાં થશે. નવો કોન્ટ્રાક્ટ વેપારીઓને એક વધારાનો વિકલ્પ આપશે. તેઓ ઈચ્છે તો ગેસના ભાવમાં થનારા ઉતાર-ચઢાવથી બચવા માટે યુઆનનો ઉપયોગ કરી શકશે. અબેક્સનો કોન્ટ્રાક્ટ અણેરિકન ડોલરમાં ચોક્કસ એલએનજી બેન્ચમાર્ક સાથે જોડાયેલો રહેશે. એટલે કે તેમાં યુઆનના ઉપયોગનો રસ્તો બનશે, પરંતુ કિંમતનો આધાર હજુ પણ ડોલર સાથે જોડાયેલો હશે. આ કોન્ટ્રાક્ટ ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાના બંદરો સુધી એલએનજી પહોંચનારા બેન્ચમાર્ક સાથે જોડાયેલા છે. તેથી વેપારીઓ માટે તેનું મહત્વ માત્ર કરન્સી સુધી મર્યાદિત નથી. તેઓ આ કોન્ટ્રાક્ટ મારફત તે સેક્ટરના એલએનજીના ભાવના ઉતાર-ચઢાવથી બચાવ કરી શકશે જ્યાં દુનિયાના મોટા એનર્જી ખરીદારો હાજર છે.


China Yuan Info.png


વેપારીઓને યુઆનમાં કોન્ટ્રાક્ટથી ફાયદો

ગેસના ભાવ બદલાતા રહે છે. કોઈ કંપનીને થોડા મહિના પછી ગેસ ખરીદવાનો છે તો તેને એ ચિંતા હોઈ શકે છેકે ત્યાં સુધીમાં ભાવ વધી જશે. એવામાં તે વાયદાના કોન્ટ્રાક્ટની મદદથી કંપની પહેલાથી ભાવ સાથે સંકળાયેલા જોખમને સંભાળવાનો પ્રયત્ન કરી શકે છે. તેને હેજિંગ કહે છે. અબેક્સના કોન્ટ્રાક્ટમાં કારોબારી આ કામ ઓફશોર યુઆનમાં કરી શકશે. તેનાથી એવી કંપનીઓને સુવિધા મળી શકે છે, જે યુઆનમાંકારોબાર કરે છે અથવા તેમના કેટલાક ખર્ચ અને પેમેન્ટ આ કરન્સીમાં કરે છે. તેમને દરેક વખતે ડોલરથી યુઆન અને પછી યુઆનથી ડોલરમાં બદલવાની જરૂર નહીં પડે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આ સુવિધા કેટલી લાભદાયક છે તે એ બાબત પર નિર્ભર કરશે કે બજારના વેપારીઓ તેને અપનાવે છે કે નહીં.


દુનિયામાં યુઆનનો ઉપયોગ વધારવાની ચીનની મહેચ્છા

કોઈ દેશ ઓઈલ, ગેસ અથવા અન્ય કોમોડિટી ખરીદે છેતો પેમેન્ટ માટે મોટાભાગે એક કરન્સીનો ઉપયોગ થાય છે. આંતરરાષ્ટ્રીય એનર્જી કારોબારમાં અમેરિકન ડોલરની ભૂમિકા લાંબા સમયથી મજબૂત રહી છે.ચીન દુનિયાના મોટા એનર્જી ખરીદારોમાંનો એક છે. તેથી તે ઈચ્છે છે કે તેના કેટલાક બિઝનેસ કોન્ટ્રાક્ટના કારોબારમાં યુઆનનો ઉપયોગ થાય. કોઈ ડીલનું પેમેન્ટ યુઆનમાં થાય છે તો ખરીદાર અને વેચનાર તે સોદા માટે ડોલર પર નિર્ભર નહીં રહે. ચીનની વ્યૂહરચના એકદમ સ્પષ્ટ છે. તાજેતરમાં તેણે કતારમાં લાંબા સમય માટે એલએનજી ખરીદવાની સમજૂતી કરી છે.


ચીનના પ્રમુખ શી જિનપિંગે ખાડી દેશો સાથે યુઆનમાં એનર્જી કારોબારની વાત કરી. પછી ચીનમાં યુઆનમાં એલએનજીના સોદા થયા. હવે સિંગાપુરમાં યુઆન આધારિત એલએનજી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ શરૂ કરવાની તેની યોજના છે. આ પગલાંથી ચીનને તેની કરન્સીના ઉપયોગનો દાયરો વધારવાની તક મળી રહી છે. પરંતુ યુઆનનો ઉપયોગ કેટલો વધશે, તે માત્ર ચીનની ઈચ્છાથી નક્કી નથી થતો. વેપારીઓ એ પણ જોશે કે યુઆનમાં પેમેન્ટ કરવું તેમના માટે સરળ, સુરક્ષિત અને લાભદાયક છે કે નહીં?


અબેક્સ એક્સચેન્જમાં 16 નવેમ્બર 2026ના રોજથી ઓફશોર યુઆનમાં એલએનજી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ શરૂ થશે. ત્યાર પછી બજારની નજર તેના પર હેશે કે તેમાં કેટલાક વેપારીઓ ભાગ લે છે, કેટલા સોદા થાય છે અને કઈ કંપનીઓ પોતાના રિસ્કથી બચવા માટે તેનો ઉપયોગ કરે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn