KuberaNowLogo
Thursday, 05/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

US Midterm Election: ટ્રમ્પના પક્ષના પરાજયના પગલે મસ્કના 120 અબજ ડોલર સાફ

આશ્ચર્યની વાત એ છે કે ડાઉ જોન્સ 1,569 પોઇન્ટ વધ્યો છે અને નાસ્ડાક 364 પોઇન્ટ પ્લસ બંધ આવ્યો છે, પરંતુ ઇલોન મસ્કને જબરદસ્ત ફટકો પડ્યો છે. મસ્કની સંપત્તિમાંથી 120 અબજ ડોલર સાફ થઈ ગયા છે.

desk@kuberanowPublished On : 5 Nov 2026
Musk
AI Image

US Midterm Electionમાં ટ્રમ્પના પક્ષ રિપબ્લિકનના પરાજયના પગલે તેમના કટ્ટર સમર્થક અને ટેકનો બિલ્યોનર મસ્કની સંપત્તિમાંથી 120 અબજ ડોલર સાફ થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે ડાઉ જોન્સ 1,569 પોઇન્ટ વધ્યો છે અને નાસ્ડાક 364 પોઇન્ટ પ્લસ બંધ આવ્યો છે, પરંતુ ઇલોન મસ્કને જબરદસ્ત ફટકો પડ્યો છે.


ડાઉ જોન્સમાં ચાલતી જબરદસ્ત તેજી વચ્ચે પણ મસ્કની કંપની ટેસ્લા અને સ્પેસએક્સના શેરમાં કડાકો બોલ્યો છે. ટેસ્લાનો શેર 2.4 ટકા અને સ્પેસએક્સનો શેર લગભગ પાંચ ટકા થયો છે. રિપબ્લિકનના રાષ્ટ્રવ્યાપી નબળા દેખાવના પગલે મસ્કને પણ નુકસાન ગયું છે. મસ્ક રિપબ્લિકનને જંગી દાન આપનારો ઉદ્યોગપતિ માનવામાં આવે છે.


ચૂંટણીના દિવસે બજાર નિરીક્ષકોએ ચેતવણી ઉચ્ચારી હતી કે ડેમોક્રેટના પ્રભુત્વમાં થયેલા વધારાના પગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બ્રેક વાગી શકે છે. તેની સાથે મસ્કની કંપની ટેસ્લા અને સ્પેસએક્સના નાણાકીય વ્યવહારોની તપાસ પણ થઈ શકે છે. મસ્કને અગાઉ જેટલી સરળતાથી પોલિટિકિલ પાસ મળતો હતો તેટલી ઝડપથી નહીં મળે. તેમા પણ ટેક્સાસમાં ડેમોક્રેટને મળેલા કંટ્રોલના લીધે મસ્કના રાજકીય વિરોધીઓ હવે તેને શાંતિથી બેસવા નહી દે.


મસ્કે ટેક્સાસમાં પોતાનું બિઝનેસ એમ્પાયર સ્થાપવા માટે જંગી રોકાણ કર્યુ હોવાથી તે પોતે પણ ત્યાંથી ખસી શકે તેમ પણ નથી. ટેક્સાસના ગવર્નર તરીકે જ ડેમોક્રેટ ગવર્નર જિના હિનોન્જા ચૂંટાઈ આવી છે. તે પોતે જ ડેટા સેન્ટરના વિસ્તરણી વિરોધી છે. ટેક્સાસનું પરિણામ બતાવે છે કે લોકોને રિપબ્લિકનો પ્રત્યે કેટલો રોષ છે.


કેટલાક સીઇઓ તો ટ્રમ્પ સાથે અને તેમના પક્ષ સાથે ગાઢ રીતે જોડાયેલા છે. વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ મસ્કે 45 કરોડ ડોલર ટ્રમ્પના રિપબ્લિકન પક્ષને આપ્યા હતા અને તેમાથી 20 કરોડ ડોલર તો ફક્ત ટેક્સાસના ગવર્નર પદની રેસ પાછળ જ ખર્ચ્યા હતા. તેણે તેના 24 કરોડ ફોલોઅરોને ડેમોક્રેટ્સની સામે વોટ કરવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે 2024માં ટ્રમ્પ ચૂંટણી જીતતા ટેસ્લાના શેર મહિનામાં જ 90 ટકાથી વધુ વધ્યા હતા. તેના પરથી જ બંનેના સંબંધોનો અંદાજ લગાવી શકાય છે. હવે તે વિચારવુ સ્હેજેય મુશ્કેલ નથી કે મસ્ક માટે આગામી બે વર્ષ કપરા રહેવાના છે.

આ પણ જુઓઃ

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn