KuberaNowLogo
Wednesday, 18/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સેફ્ટીમાં Tataનો દબદબો યથાવત, તો Hyundai Vernaએ પણ રચ્યો ઇતિહાસ

ભારત NCAPએ 18 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરેલા નવા ક્રેશ ટેસ્ટ પરિણામોમાં Tata Sierra EV અને Hyundai Vernaને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ આપ્યું છે. બંને કારને પુખ્ત મુસાફરો અને બાળકોની સુરક્ષા માટે 5-5 સ્ટાર મળ્યા છે. જોકે, સ્કોરની સરખામણી કરીએ તો Tata Sierra EVએ બંને કેટેગરીમાં Hyundai Verna કરતાં વધુ પોઇન્ટ મેળવ્યા છે.

Kuberanow DeskPublished On : 18 Nov 2026
Bharat NCAP Rating
Tata Sierra EV and Hyundai Verna AI Generated Image

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં કાર ખરીદતા ગ્રાહકો માટે સુરક્ષા હવે મહત્વનું પરિબળ બની રહી છે. આ વચ્ચે Bharat NCAPએ 18 નવેમ્બર, 2026ના રોજ બે કારના નવા ક્રેશ ટેસ્ટ પરિણામો જાહેર કર્યા છે. Tata Sierra EV અને Hyundai Verna બંનેએ પુખ્ત મુસાફરો અને બાળકોની સુરક્ષામાં 5-સ્ટાર રેટિંગ મેળવ્યું છે. જોકે, બંનેના સેફ્ટી સ્કોરમાં તફાવત જોવા મળ્યો છે. Tata Sierra EVએ એડલ્ટ અને ચાઇલ્ડ પ્રોટેક્શન બંનેમાં Hyundai Verna કરતાં વધુ પોઇન્ટ મેળવ્યા છે.


Tata Sierra EVએ ક્રેશ ટેસ્ટમાં કેટલા પોઇન્ટ મેળવ્યા?

Tata Sierra EVએ એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શનમાં 32માંથી 30.62 પોઇન્ટ મેળવ્યા છે. જ્યારે ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શનમાં 49માંથી 45 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. કંપનીની 75 kWh બેટરી પેક અને Quad Wheel Drive ધરાવતી Empowered A વેરિઅન્ટનો ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રેટિંગ ઇલેક્ટ્રિક SUVના તમામ વેરિઅન્ટ પર લાગુ પડે છે.


Tata Sierra EVમાં કયા સેફ્ટી ફીચર્સ છે?

Tata Sierra EVના તમામ વેરિઅન્ટમાં 6 એરબેગ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, ABS સાથે EBD, ટ્રેક્શન કંટ્રોલ, હિલ હોલ્ડ આસિસ્ટ અને હિલ ડિસેન્ટ કંટ્રોલ જેવી સુવિધાઓ મળે છે. કારમાં ચારેય વ્હીલ પર ડિસ્ક બ્રેક, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને બાળકો માટે ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ પણ આપવામાં આવ્યા છે.


Hyundai Vernaને કેટલો સેફ્ટી સ્કોર મળ્યો?

Hyundai Vernaએ પણ Bharat NCAPના ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મેળવ્યું છે. એડલ્ટ પ્રોટેક્શનમાં તેને 32માંથી 28.22 પોઇન્ટ અને ચાઇલ્ડ પ્રોટેક્શનમાં 49માંથી 44 પોઇન્ટ મળ્યા છે. Bharat NCAPએ Vernaના HX8 1.5T DCT અને HX8 1.5P CVT વેરિઅન્ટનું પરીક્ષણ કર્યું હતું. જોકે, આ સેફ્ટી રેટિંગ કારના તમામ વેરિઅન્ટ પર લાગુ થશે.&x20;


Hyundai Vernaમાં શું છે સેફ્ટી ફીચર્સ?

Hyundai Vernaના તમામ વેરિઅન્ટમાં 6 એરબેગ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર, રિયર પાર્કિંગ સેન્સર અને ABS સાથે EBD જેવી સુવિધાઓ મળે છે. કારના ઉચ્ચ વેરિઅન્ટમાં 360-ડિગ્રી કેમેરા, લેવલ-2 ADAS, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવી વધારાની સુવિધાઓ આપવામાં આવી છે.


Tata Sierra EV અને Hyundai Verna: કઈ કારનો સેફ્ટી સ્કોર વધુ?

Bharat NCAPના ક્રેશ ટેસ્ટમાં Tata Sierra EV અને Hyundai Verna બંને કારને એડલ્ટ અને ચાઇલ્ડ સેફ્ટી કેટેગરીમાં 5-સ્ટાર રેટિંગ મળ્યું છે. જોકે, સેફ્ટી સ્કોરની સરખામણી કરીએ તો Tata Sierra EV આગળ છે. એડલ્ટ પ્રોટેક્શનમાં Tata Sierra EVએ 32માંથી 30.62 પોઈન્ટ મેળવ્યા છે, જ્યારે Hyundai Vernaને 32માંથી 28.22 પોઈન્ટ મળ્યા છે. ચાઇલ્ડ પ્રોટેક્શનમાં પણ Tata Sierra EVએ 49માંથી 45 પોઈન્ટ મેળવ્યા છે, જ્યારે Hyundai Vernaને 49માંથી 44 પોઈન્ટ મળ્યા છે. આમ, બંને કારને એડલ્ટ અને ચાઇલ્ડ સેફ્ટીમાં 5-સ્ટાર રેટિંગ મળ્યું હોવા છતાં, એડલ્ટ પ્રોટેક્શનમાં 2.40 પોઈન્ટ અને ચાઇલ્ડ પ્રોટેક્શનમાં 1 પોઈન્ટના તફાવત સાથે Tata Sierra EV આગળ છે.


બંને કારને સમાન 5-સ્ટાર રેટિંગ મળ્યું છે, પરંતુ પોઇન્ટની દૃષ્ટિએ Tata Sierra EV આગળ રહી છે. જોકે, SUV અને સેડાન જેવી અલગ કેટેગરીની કારની સરખામણી કરતી વખતે માત્ર સેફ્ટી સ્કોર ઉપરાંત વાહનના અન્ય સુરક્ષા પરિબળોને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે.


આ પણ વાંચો: જ્યાં પગ મૂકવાની જગ્યાનું ભાડું પણ લાખોમાં! દિલ્હીનું ખાન માર્કેટ ફરી બન્યું દેશનું સૌથી મોંઘું બજાર

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Winter Car Mileage, Four Mistakes That Can Cost You

શિયાળામાં કાર માઇલેજ ઘટી જાય છે? પેટ્રોલ-ડીઝલનો ખર્ચ વધારતી આ 4 ભૂલો ટાળો

Maruti Brezza vs Tata Nexon, Crash Test Scores Compared

Maruti Brezza vs Tata Nexon: સલામતી અને મજબૂતીમાં કઈ SUV છે સૌથી દમદાર? જુઓ સરખામણી

Greaves Cotton Shares Jump 9% as Ampere Tops FY26 Tally

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં એમ્પીયરનો દબદબો: 7 મહિનામાં વેચાણનો રેકોર્ડ તોડ્યો, ગ્રીવ્સ કોટનના શેરમાં 9%નો ઉછાળો

Kia Sorento

ભારતમાં Kia Sorentoનો જબરદસ્ત ક્રેઝ! માત્ર 2 મહિનામાં વેચાણ 4,500ને પાર

allahabad high court bans illegal vehicle seizures

લોન ન ચૂકવાય તો રિકવરી એજન્ટ વાહન જપ્ત ન કરી શકે: અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો

byd denza d9 electric mpv launched in india price specs

Denza D9 Price in India: 730 કિમી રેન્જ અને મસાજ સીટ સાથે BYD ની લક્ઝરી કાર ભારતમાં આવી

October 2026 Auto Sales SIAM Passenger Two Wheeler Growth

ઓટો સેક્ટરમાં તેજી: ઓક્ટોબરમાં ટુ-વ્હીલરનું વેચાણ 16.1% વધ્યું, SIAM એ જાહેર કર્યા આંકડા

 Renault Car Offers:

SUV લવર્સ માટે ગોલ્ડન ચાન્સ: Renault Duster પર મળી રહ્યું છે ₹2.10 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ