
CCAvenueના મર્ચન્ટ નેટવર્કમાં હવે Apple Pay, ગ્રાહકો માટે પેમેન્ટ બનશે વધુ સરળ અને સુરક્ષિત
AvenuesAI Limitedની પેમેન્ટ બ્રાન્ડ CCAvenueએ પોતાના મર્ચન્ટ નેટવર્કમાં Apple Pay સેવા શરૂ કરી છે. આ સુવિધા દ્વારા Apple ડિવાઇસ વપરાશકર્તાઓ વધુ સુરક્ષિત અને સરળ રીતે સ્ટોર, એપ અને ઓનલાઈન પેમેન્ટ કરી શકશે.

ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં નવી સુવિધા ઉમેરતા CCએવન્યુએ પોતાના મર્ચન્ટ નેટવર્કમાં એપલ પે સેવા શરૂ કરી છે. એવન્યુAI લિમિટેડની ફ્લેગશિપ બ્રાન્ડ CC એવન્યુ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધા એપલ ડિવાઇસ વપરાશકર્તાઓને સ્ટોર, એપ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર વધુ સરળ, સુરક્ષિત અને ખાનગી પેમેન્ટ અનુભવ આપશે.
Apple ડિવાઇસથી થશે સરળ પેમેન્ટ
એપલ પેનો ઉપયોગ કરીને ગ્રાહકો iPhone અથવા એપલ વોચ દ્વારા કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકશે. સ્ટોરમાં પેમેન્ટ કરવા માટે ગ્રાહકોએ માત્ર સાઇડ બટન પર બે વખત ક્લિક કરીને ઓથેન્ટિકેટ કરવું પડશે અને ત્યારબાદ iPhone અથવા એપલ વોચને પેમેન્ટ ટર્મિનલ નજીક રાખીને ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી શકાશે. દરેક એપલ પે ખરીદી Face ID, Touch ID અથવા ડિવાઇસ પાસકોડ દ્વારા ઓથેન્ટિકેટ થાય છે. આ સાથે એક વખત ઉપયોગમાં લેવાતા યુનિક ડાયનેમિક સિક્યોરિટી કોડ દ્વારા પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવામાં આવે છે.
CCAvenueએ શું કહ્યું?
CCAvenue Payments Services Division - AvenuesAI Limitedના Group CBO પંકજ દેધિયાએ જણાવ્યું કે, કંપની સતત નવી પેમેન્ટ ટેક્નોલોજી અને અનુભવ ભારતીય બજારમાં લાવવા માટે કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે CCએવન્યુના મર્ચન્ટ નેટવર્ક માટે એપલ પે ઉપલબ્ધ કરાવીને ગ્રાહકોને સરળ, સુરક્ષિત અને સીમલેસ ચેકઆઉટ અનુભવ મળશે.
એપ અને વેબ પર પણ કરી શકાશે ઉપયોગ
ગ્રાહકો iPhone અને iPad પર એપલ પેનો ઉપયોગ કરીને એપ અથવા વેબ પર ઝડપી ખરીદી કરી શકશે. Mac માટે પણ આ સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. એપલ પે દ્વારા ગ્રાહકોને વારંવાર એકાઉન્ટ બનાવવાની અથવા કાર્ડ માહિતી, સંપર્ક વિગતો અને શિપિંગ તથા બિલિંગ એડ્રેસ ફરીથી દાખલ કરવાની જરૂર નહીં પડે.
આ પણ વાંચો: સરકારના ખાંડ ક્વોટાથી ભાવમાં રાહતની આશા, ગુજરાત-મહારાષ્ટ્રમાં ખાંડના ભાવ ₹55 કિલો સુધી આવી શકે
કાર્ડની માહિતી રહેશે સુરક્ષિત
એપલ પેમાં સુરક્ષા અને પ્રાઇવસી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જ્યારે ગ્રાહક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે ત્યારે વાસ્તવિક કાર્ડ નંબર ડિવાઇસ અથવા એપલના સર્વર પર સ્ટોર થતો નથી અને મર્ચન્ટ સાથે શેર પણ થતો નથી. તેના બદલે એક યુનિક ડિવાઈસ એકાઉન્ટ નંબર બનાવવામાં આવે છે, જેને એન્ક્રિપ્ટ કરીને Secure Elementમાં સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે.
Apple Pay કેવી રીતે સેટ કરવું?
iPhone પર એપલ પે સેટ કરવા માટે યુઝર્સે વોલેટ એપ ખોલીને ‘+’ પર ક્લિક કરવું પડશે અને યોગ્ય કાર્ડ ઉમેરવા માટેના સ્ટેપ્સ ફોલો કરવા પડશે. કાર્ડ ઉમેર્યા બાદ ગ્રાહકો iPhone, એપલ વોચ અથવા iPad પર તરત જ એપલ પેનો ઉપયોગ શરૂ કરી શકે છે. સાથે જ બેંક કાર્ડ દ્વારા મળતા રિવોર્ડ્સ અને અન્ય લાભો પણ ચાલુ રહેશે.
આ પણ જુઓ

Market
See moreEconomy
See more- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
- તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

