KuberaNowLogo
Friday, 27/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

HDFC બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર: 1 જાન્યુઆરીથી આટલી રકમના UPI પેમેન્ટ પર નહીં મળે SMS એલર્ટ

HDFC બેંકે તેના ગ્રાહકોને સૂચના આપી છે કે 1 જાન્યુઆરી, 2027 થી ₹500 સુધીના UPI વ્યવહારો માટે SMS એલર્ટ મોકલવામાં આવશે નહીં. RBI ની નવી માર્ગદર્શિકા મુજબ ₹500 થી વધુના વ્યવહારો પર જ SMS ફરજિયાત રહેશે, જોકે નાના વ્યવહારોની માહિતી ગ્રાહકોને ઇમેઇલ અને એપ નોટિફિકેશન દ્વારા મળતી રહેશે.

Kuberanow DeskPublished On : 27 Nov 2026
HDFC Bank Stops SMS Alerts for UPI Payments Under Rs 500
HDFC Bank Stops SMS Alerts for UPI Payments Under Rs 500AI

HDFC Bank UPI SMS alert: આજના ડિજિટલ યુગમાં ચાની ચૂસકીથી લઈને નાની-મોટી દરેક ખરીદી માટે લોકો UPI પેમેન્ટનો ઉપયોગ કરતા થયા છે. અત્યાર સુધી ₹50 કે ₹200 નું પેમેન્ટ કર્યા બાદ તરત જ બેંક તરફથી ખાતામાંથી પૈસા કપાયાનો SMS આવી જતો હતો, પરંતુ હવે આ સુવિધામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. HDFC બેંકે તેના કરોડો ગ્રાહકોને એક મહત્વપૂર્ણ સૂચના મોકલીને સ્પષ્ટ કર્યું છે કે નવા વર્ષથી ₹500 સુધીના UPI વ્યવહારો પર SMS એલર્ટ બંધ કરી દેવામાં આવશે.


1 જાન્યુઆરીથી લાગુ થશે નવો નિયમ

HDFC બેંક દ્વારા ગ્રાહકોને આપવામાં આવેલી જાણકારી મુજબ, 1 જાન્યુઆરી, 2027 થી ₹500 કે તેથી ઓછી રકમના UPI ટ્રાન્ઝેક્શન માટે મોબાઇલ પર SMS મોકલવામાં આવશે નહીં. એટલે કે જો તમે ₹100, ₹200 કે ₹500 સુધીની કોઈ ચૂકવણી કરશો, તો બેંક તરફથી તેનો મેસેજ નહીં આવે.


શું છે RBI ની નવી માર્ગદર્શિકા?

આ ફેરફાર પાછળ ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નવા નિયમો જવાબદાર છે. RBI એ ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોને લઈને નવી માર્ગદર્શિકા જારી કરી છે, જે 1 જાન્યુઆરી, 2027 થી સમગ્ર દેશમાં અમલી બનશે. આ નિયમ પ્રમાણે, બેંકો માટે માત્ર ₹500 થી વધુની રકમના ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારો પર જ તાત્કાલિક SMS એલર્ટ મોકલવો ફરજિયાત રહેશે. ₹500 સુધીના નાના વ્યવહારો માટે SMS મોકલવો કે બંધ કરવો તે બેંકોની પોતાની નીતિ પર છોડવામાં આવ્યું છે. ઉપરાંત, જો કોઈ બેંક ₹500 થી ઓછા વ્યવહાર પર SMS મોકલે છે, તો તે ગ્રાહક પાસેથી તેનો કોઈ ચાર્જ વસૂલી શકશે નહીં. ખાસ વાત એ છે કે RBI નો આ નિયમ માત્ર UPI પૂરતો મર્યાદિત નથી, પરંતુ તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારો પર લાગુ પડે છે.


SMS નહીં મળે તો ગ્રાહકોને કેવી રીતે મળશે જાણકારી?

SMS એલર્ટ બંધ થવાથી ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. HDFC બેંકે જણાવ્યું છે કે 1 જાન્યુઆરીથી ₹500 સુધીના UPI પેમેન્ટ પર ભલે SMS ન આવે, પરંતુ ગ્રાહકોને તેમના દરેક UPI વ્યવહારની માહિતી રજિસ્ટર્ડ ઇમેઇલ આઈડી પર ઇમેઇલ એલર્ટ દ્વારા મળતી રહેશે. આ ઉપરાંત, બેંકો તેમની નીતિ અનુસાર મોબાઇલ એપ્લિકેશન અને પુશ નોટિફિકેશન દ્વારા પણ ગ્રાહકોને ટ્રાન્ઝેક્શનના એલર્ટ મોકલી શકે છે.


આ પણ વાંચોઃ ઈથેનોલ અને ખાંડ બનાવતી કંપની લાવી રહી છે ₹1,100 કરોડનો IPO, SEBI પાસે જમા કર્યા દસ્તાવેજો


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

SWIGGY

Swiggy Instamartમાં 340 કર્મચારીઓની છટણી, વધતા નુકસાન અને AIના ઉપયોગ વચ્ચે મોટું રીસ્ટ્રક્ચરિંગ

SAP Weighs 10,000 Job Cuts Amid AI Strategy Shift

ટેક જગતમાં વધુ એક મોટી છટણીના ભણકારા: જર્મન સોફ્ટવેર જાયન્ટ SAP 10,000 કર્મચારીઓને છૂટા કરશે!

HDFC Cyber Security

સાયબર જોખમ સામે HDFC Bankની નવી રણનીતિ! 60–70% મુખ્ય એપ્લિકેશન પોતે વિકસાવશે

Reliance JioAstro

ટેલિકોમ બાદ રિલાયન્સની વધુ એક ક્ષેત્રમાં એન્ટ્રી!, મોબાઇલથી મળશે ખાસ સુવિધા

Market Cap

ભારતી એરટેલ પાસેથી છીનવાયો દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપનીનો તાજ, જાણો ટોપ-10 કંપનીઓની યાદી

PhonePe Business Loan

નાના વેપારીઓને ધંધો વધારવા મળશે નાણાકીય સહારો, PhonePeએ 20 લાખથી વધુ લોન અપાવી

Adani Energy Solutions

Diamond Powerને અદાણીનો ‘પાવર’ ઓર્ડર મળ્યો! ₹488.18 કરોડના નવા કામથી HVDC ક્ષેત્રે પકડ મજબૂત

Skyroot Aerospace to Expand Rocket Production in India

અવકાશ ક્ષેત્રે ભારતની નવી ઉડાન! Skyroot રોકેટનું ઉત્પાદન વધારશે, અમદાવાદમાં CEOએ જણાવી યોજના