ટેક જગતમાં વધુ એક મોટી છટણીના ભણકારા: જર્મન સોફ્ટવેર જાયન્ટ SAP 10,000 કર્મચારીઓને છૂટા કરશે!
જર્મનીની અગ્રણી સોફ્ટવેર કંપની SAP તેના બિઝનેસ મોડેલમાં ફેરફાર અને AI ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે આશરે 10,000 કર્મચારીઓની છટણી કરવાનું વિચારી રહી છે. કંપનીના નફા અને આવકમાં વધારો થયો હોવા છતાં, ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે કુલ કાર્યબળના આશરે 10% કર્મચારીઓને છૂટા કરવાની યોજના પર ચર્ચા ચાલી રહી છે.

SAP Layoffs 2026: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઝડપી વિસ્તારને કારણે વિશ્વભરની ટેક કંપનીઓમાં કામ કરવાની પદ્ધતિ બદલાઈ રહી છે, જેની સીધી અસર હવે કર્મચારીઓની નોકરીઓ પર જોવા મળી રહી છે. જર્મનીની દિગ્ગજ સોફ્ટવેર કંપની SAP આશરે 10,000 કે તેથી વધુ કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. જો આ યોજનાનો અમલ થશે, તો કંપનીના કુલ કાર્યબળના લગભગ 10 ટકા કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવી પડી શકે છે. જોકે, આ પ્રસ્તાવ હજુ તેના પ્રાથમિક તબક્કામાં છે અને કંપની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
AI અને બિઝનેસ મોડેલમાં ફેરફાર મુખ્ય કારણ
SAP પોતાની ઓપરેટિંગ વ્યૂહરચના અને બિઝનેસ મોડેલમાં મોટા પાયે ફેરફાર કરવા જઈ રહી છે, જેના ભાગરૂપે સ્ટાફમાં ઘટાડો કરવાની વિચારણા ચાલી રહી છે. આ દરખાસ્ત પર હજુ આંતરિક ચર્ચા ચાલુ છે અને કર્મચારી પ્રતિનિધિઓ સમક્ષ તેને ઔપચારિક રીતે મૂકવામાં આવી નથી. કંપની હવે ક્લાઉડ-આધારિત સેવાઓ અને AI-સક્ષમ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ પર વધુ ભાર મૂકી રહી છે. પરિણામે, કંપનીની કાર્યક્ષમતા સુધારવા અને ખર્ચ પર કાપ મૂકવા માટે કાર્યબળમાં આ ફેરફાર જરૂરી માનવામાં આવી રહ્યો છે.
2024 માં પણ થઈ હતી 10,000 કર્મચારીઓની છટણી
SAP માટે આ પ્રકારનું પુનર્ગઠન નવું નથી. અગાઉ વર્ષ 2024 માં પણ કંપનીએ મોટા પાયે ફેરફાર કરીને આશરે 10,000 નોકરીઓ ઘટાડી હતી. જોકે, તે પછી કંપનીએ નવી ભરતીઓ કરતા કુલ કર્મચારીઓની સંખ્યા ફરી વધીને આશરે 1,13,000 સુધી પહોંચી ગઈ હતી. હવે ફરી એકવાર મોટી છટણીના ભણકારા વાગી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ સ્પોર્ટ્સવેર કંપની એડિડાસે પણ ગુરુગ્રામ સ્થિત તેના ટેક ઓપરેશન્સમાંથી 50 ટકા સ્ટાફને છૂટો કર્યો હતો.
નફો વધ્યો હોવા છતાં છટણીની તૈયારી
નવાઈની વાત એ છે કે કંપનીની આર્થિક સ્થિતિ મજબૂત હોવા છતાં છટણીની ચર્ચાઓ તેજ બની છે. ત્રીજા ક્વાર્ટરમાં SAP ની આવક 13 ટકાના વધારા સાથે 10.3 બિલિયન યુરો નોંધાઈ છે. આ સમયગાળામાં ક્લાઉડ સેવાઓમાંથી 6.7 બિલિયન યુરોની આવક થઈ છે, જ્યારે કંપનીનો ચોખ્ખો નફો 11 ટકા વધીને 2.3 બિલિયન યુરો સુધી પહોંચ્યો છે.
કંપનીના CFO એ શું સંકેત આપ્યો?
SAP ના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) ડોમિનિક આસામે તાજેતરમાં જ એવો સંકેત આપ્યો હતો કે બદલાતા વ્યવસાયિક માહોલને જોતા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. તેમ છતાં, 10,000 કર્મચારીઓને છૂટા કરવાના અહેવાલો અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
આ પણ વાંચોઃ ડિજિટલ ગુજરાત તરફ વધુ એક મોટી છલાંગ! હવે સરકારી યોજનાઓનું મૂલ્યાંકન થશે સંપૂર્ણ ઓનલાઇન
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

HDFC બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર: 1 જાન્યુઆરીથી આટલી રકમના UPI પેમેન્ટ પર નહીં મળે SMS એલર્ટ

Swiggy Instamartમાં 340 કર્મચારીઓની છટણી, વધતા નુકસાન અને AIના ઉપયોગ વચ્ચે મોટું રીસ્ટ્રક્ચરિંગ

સાયબર જોખમ સામે HDFC Bankની નવી રણનીતિ! 60–70% મુખ્ય એપ્લિકેશન પોતે વિકસાવશે

ટેલિકોમ બાદ રિલાયન્સની વધુ એક ક્ષેત્રમાં એન્ટ્રી!, મોબાઇલથી મળશે ખાસ સુવિધા

ભારતી એરટેલ પાસેથી છીનવાયો દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપનીનો તાજ, જાણો ટોપ-10 કંપનીઓની યાદી

નાના વેપારીઓને ધંધો વધારવા મળશે નાણાકીય સહારો, PhonePeએ 20 લાખથી વધુ લોન અપાવી

Diamond Powerને અદાણીનો ‘પાવર’ ઓર્ડર મળ્યો! ₹488.18 કરોડના નવા કામથી HVDC ક્ષેત્રે પકડ મજબૂત





