ડિજિટલ ગુજરાત તરફ વધુ એક મોટી છલાંગ! હવે સરકારી યોજનાઓનું મૂલ્યાંકન થશે સંપૂર્ણ ઓનલાઇન
‘ડિજિટલ ગુજરાત’ના વિઝનને આગળ ધપાવતા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે NICના સહયોગથી ‘Transforming Survey Ecosystem Web Portal’ વિકસાવ્યું છે. આ પોર્ટલ દ્વારા હવે સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની દરખાસ્તથી લઈને અંતિમ અહેવાલ સુધીની તમામ કામગીરી સંપૂર્ણપણે ઓનલાઇન અને પેપરલેસ બનશે.

Digital Gujarat: ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘ડિજિટલ ગુજરાત’ના લક્ષ્યને સાકાર કરવા માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ આધુનિક બનાવવા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની કામગીરીને વધુ ઝડપી, પારદર્શક અને સંપૂર્ણપણે પેપરલેસ બનાવવાના હેતુથી “Transforming Survey Ecosystem Web Portal” વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના માર્ગદર્શન હેઠળ મૂલ્યાંકન નિયામકની કચેરી દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના ટેકનિકલ સહયોગથી તૈયાર કરાયું છે.
દરખાસ્તથી લઈને અંતિમ અહેવાલ સુધી રિયલ-ટાઇમ મોનિટરિંગ
આ નવા વેબ પોર્ટલના અમલીકરણ બાદ હવે આગામી તમામ મૂલ્યાંકન અભ્યાસો ઓનલાઇન જ હાથ ધરવામાં આવશે. આ કામગીરી સરળતાથી ચાલે તે માટે સચિવાલયના તમામ વિભાગોના સંયુક્ત સચિવો અને નાયબ સચિવોને યુઝર આઈડી અને પાસવર્ડ ફાળવી દેવાયા છે. જેના માધ્યમથી તેઓ પોતાના વિભાગની યોજનાના મૂલ્યાંકન અભ્યાસ માટે જરૂરી પરિપત્રો અને ચેકલિસ્ટ સાથે સીધી જ ઓનલાઇન દરખાસ્ત આયોજન પ્રભાગને મોકલી શકશે. દરખાસ્તની યોગ્યતા ચકાસ્યા બાદ તેને નિયામક, મૂલ્યાંકન કાર્યાલયને ઓનલાઇન ટ્રાન્સફર કરાશે, જ્યાં સ્ટડી ડિઝાઇન, મેથોડોલોજી અને અંતિમ અહેવાલ તૈયાર કરવાની તમામ કામગીરી ઓનલાઇન થશે.
27 નવેમ્બરે સચિવાલય ખાતે યોજાશે ખાસ વર્કશોપ
આ વેબ પોર્ટલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે દરખાસ્ત રજૂ થાય ત્યારથી લઈને અભ્યાસ આખરી થાય ત્યાં સુધીના દરેક તબક્કાનું સતત ઓનલાઇન મોનિટરિંગ શક્ય બને. આ નવી સિસ્ટમની સમજ આપવા માટે વિવિધ વિભાગોના પ્રતિનિધિ અને નોડલ અધિકારીઓ માટે 27 નવેમ્બરના રોજ સચિવાલય ખાતે એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પોર્ટલ શરૂ થવાથી વહીવટી સમયની બચત થશે અને સરકારી યોજનાઓની અસરકારકતાનું મૂલ્યાંકન વધુ સચોટ રીતે થઈ શકશે.
આ પણ વાંચોઃ બેંગલુરુ રોડ-શોમાં ગુજરાતના આ મહિલા મંત્રીનો સૂટ-બૂટમાં જોવા મળ્યો અલગ અંદાજ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં પહોંચી જાપાનની ખાસ કેરી, હરાજીમાં એક નંગ ₹900માં વેચાઈ

બેંગલુરુ રોડ-શોમાં ગુજરાતના આ મહિલા મંત્રીનો સૂટ-બૂટમાં જોવા મળ્યો અલગ અંદાજ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ

વડોદરાની જળસુરક્ષા માટે ₹200 કરોડના બ્લૂ બોન્ડ! આંતરરાષ્ટ્રીય પ્રમાણ મેળવનાર દેશની પ્રથમ મનપા બનશે

ગુજરાતની મોંઘી સ્કૂલોમાં રોજની ફી ₹2,386 સુધી!, મધ્યમવર્ગની એક દિવસની કમાણી કરતાં પણ વધુ

અમદાવાદની CEPT યુનિવર્સિટીમાં 'શિયાળુ પ્રદર્શન 2026' શરૂ: 5 ફેકલ્ટીના 1838 વિદ્યાર્થીઓએ રજૂ કર્યા અવનવા પ્રોજેક્ટ્સ

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027ની તૈયારીઓ પૂરજોશમાં, ગિફ્ટ સિટીમાં મુખ્યમંત્રીએ કરી વિકાસકાર્યોની સમીક્ષા

ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાની તૈયારી! GCCI અને નીતિ આયોગ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા





