MCXના શેરમાં 8%નો જંગી ઉછાળો, ₹3,865ની નવી ઐતિહાસિક ટોચે
42 લાખ શેરના ભારે ટ્રેડિંગ વચ્ચે તેજી; નવેમ્બરમાં અત્યાર સુધી 20% અને 2026માં 73%નું રિટર્ન, સતત ચોથા વર્ષે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (MCX)ના શેરમાં ગુરુવાર, 26 નવેમ્બરના રોજ જોરદાર તેજી જોવા મળી હતી. શેર લગભગ 8% ઉછળીને નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. ગુરુવારે MCXનો શૅર 3606ના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ 3565 હતો. આજે આ શૅર 3,865ની ઐતિહાસિક ટોચે પહોંચ્યા પછી આંશિક ઘટીને 3,835ના સ્તરે બંધ આવ્યો હતો. ગુરુવારે શૅરમાં આવેલો 8 ટકાનો ઊછાળો જૂન 2024 બાદ સૌથી મોટો એક દિવસીય ઉછાળો છે. જંગી ખરીદીને કારણે શેરમાં તેજી જોવા મળી હતી.
ગુરુવારે MCXના કુલ 42 લાખ શેરનું ટ્રેડિંગ થયું હતું, જે છેલ્લા 20 દિવસની સરેરાશ 22 લાખ શેરની સરખામણીએ લગભગ બમણું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં ટ્રેડ થયેલા કુલ શેરમાંથી 38% શેર ડિલિવરી માટે નોંધાયા હતા. આ ઉપરાંત ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં પણ ભારે સક્રિયતા જોવા મળી હતી. ખાસ કરીને 3,800ના કોલ ઓપ્શનમાં પ્રીમિયમ 165%થી વધુ વધ્યું હતું.
ટેક્નિકલ ચાર્ટ પર પણ મજબૂત સ્થિતિ
ટેક્નિકલ દૃષ્ટિએ MCXનો શેર તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. શેરનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) હાલમાં 67 પર છે અને 70ની નજીક પહોંચી રહ્યો છે. સામાન્ય રીતે RSI 70થી ઉપર જાય ત્યારે શેરને ઓવરબોટ ઝોનમાં ગણવામાં આવે છે.
નવેમ્બરમાં અત્યાર સુધી 20%નો ઉછાળો
નવેમ્બર મહિનામાં અત્યાર સુધી MCXના શેરમાં 20%નો ઊછાળો નોંધાયો છે. જોકે, ચાલુ વર્ષ દરમિયાન શેરે અત્યાર સુધી માત્ર ચાર મહિનામાં જ પોઝિટિવ માસિક રિટર્ન આપ્યું છે. ખાસ વાત એ છે કે જે મહિનામાં શેરમાં તેજી આવી છે, તેમાં દરેક વખતે બે આંકડામાં રિટર્ન મળ્યું છે. જ્યારે ચાલુ વર્ષમાં શેરનો સૌથી મોટો માસિક ઘટાડો માત્ર 5% રહ્યો છે. MCXના શેરે 2026ની શરૂઆતમાં 13%નું રિટર્ન આપ્યું હતું. ત્યારબાદ એપ્રિલમાં 24%, ઓગસ્ટમાં 27% અને નવેમ્બરમાં અત્યાર સુધીમાં 20%નો ઉછાળો નોંધાવ્યો છે.
સતત ચોથા વર્ષે રોકાણકારોને પોઝિટિવ રિટર્ન
આ વર્ષે અત્યાર સુધીમાં MCXના શેરમાં 73%નો વધારો નોંધાયો છે. આ સાથે MCXનો શેર સતત ચોથા વર્ષે પોઝિટિવ રિટર્ન આપવાની દિશામાં આગળ વધી રહ્યો છે. કંપનીના ઈતિહાસમાં જોઈએ તો 2023માં તેના શૅરમાં 106%, 2024માં 95%, 2025માં 78% અને 2026માં અત્યાર સુધીમાં 73%નો ઉછાળો જોવા મળ્યો છે.
17માંથી 16 એનાલિસ્ટની શેર ખરીદવાની ભલામણ
એનાલિસ્ટ્સમાં પણ MCXના શેર અંગે સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. શેરનું કવરેજ કરતા કુલ 17 એનાલિસ્ટ્સમાંથી 16એ 'Buy' રેટિંગ આપ્યું છે, જ્યારે એક એનાલિસ્ટે 'Hold' રેટિંગ આપ્યું છે. જોકે, એનાલિસ્ટ્સના સરેરાશ પ્રાઇસ ટાર્ગેટ મુજબ વર્તમાન સ્તરથી શેરમાં માત્ર 3% જેટલી વધુ તેજીની સંભાવના દર્શાવવામાં આવી છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Closing Bell: ભારતીય બજારમાં તેજી અવિરતઃ FIIની આક્રમક લેવાલી અને IT શેરોમાં વ્યાપક ખરીદીથી BSE Sensex 390 પોઇન્ટ વધ્યો

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં FII એ આ 5 કંપનીઓમાં લગાવ્યા ₹38,371 કરોડ, એક કંપનીના ખરીદ્યા 38.89 કરોડ શેર

Stock Marketupdates | 26 November: BSE Sensex 390 પોઇન્ટ વધીને અને નિફ્ટી 25,900ની નજીક બંધ

HDFC Bankની તેજીને નવો ટાર્ગેટ! વધુ 11.1% ઉછાળાની સંભાવના; શેર 1 મહિનામાં 29% વધ્યો

NSEની વૈશ્વિક છલાંગ! લંડન-જર્મનીના એક્સચેન્જોને પાછળ છોડ્યાં, Market Cap ₹6 લાખ કરોડની નજીક

બજારમાં ખાંડ કંપનીઓના શેરોમાં 14 ટકા સુધીની તેજી, ઉત્પાદનમાં ઘટાડાના અંદાજથી ભાવ વધ્યા

LG Electronics share fall: LGના શેરમાં વેચવાલીનો કરંટ! પ્રમોટર 2% હિસ્સો વેચવાની તૈયારીમાં, શેર 3%થી વધુ લપસ્યો





