KuberaNowLogo
Thursday, 26/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold Silver : સોના-ચાંદીમાં 8 કલાકમાં ₹125.2 લાખ કરોડનો ઉછાળો? જાણો હકીકત

Comex પર સોનું 0.96% અને ચાંદી 2.93% વધ્યા; બજાર મૂલ્યમાં વધારો અને રોકાણકારોના વાસ્તવિક નફા વચ્ચેનો તફાવત સમજવો જરૂરી

Kuberanow DeskPublished On : 26 Nov 2026
GoldSivr.png
AI Generated Image

આંતરરાષ્ટ્રીય કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર રિકવરી જોવા મળી રહી છે. સતત ઘટાડા પછી બંને કિંમતી ધાતુઓએ ફરી ગતિ પકડી છે. સોનું અંદાજે પ્રતિ ઔંસ 3,429 ડોલરના સ્તરે ગગડ્યા પછી 3,580 ડોલરે પહોંચી ગયું. બીજીબાજુ ચાંદી પણ 38 ડોલર પ્રતિ ઔંસ સુધી નીચે ઉતર્યા પછી 41.45 ડોલરને પાર પહોંચી ગઈ છે. આ તેજી વચ્ચે Comex પર પણ સોના અને ચાંદીમાં મજબૂતી જોવા મળી રહી છે. Comex ગોલ્ડનો ભાવ પ્રતિ ઔંસ 3,569.70 ડોલરે પહોંચી ગયો છે જ્યારે Comex ચાંદી પ્રતિ ઔંસ 41.23 ડોલરના સ્તરે કારોબાર કરી રહી છે.


સોના અને ચાંદીમાં ગુરુવારે આવેલા આ ઊછાળાના પગલે બજારમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે માત્ર 8 કલાકમાં સોના અને ચાંદીની કુલ માર્કેટ વેલ્યુ અંદાજે 1.36 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 125.2 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. જોકે, આ આંકડાની સ્વતંત્ર પુષ્ટી થઈ શકી નથી.


Comex પર સોના-ચાંદીનો ભાવ

અમેરિકાના મુખ્ય કોમોડિટી એક્સચેન્જ Comex પર સોના-ચાંદીના વાયદા બજારના ભાવ મહત્વપૂર્ણ સંકેત આપી રહ્યા છે. Comex ગુરુવારે સોનાનો ડિસેમ્બર વાયદો 0.96 ટકા વધ્યો હતો. આ વાયદો ગુરુવારે પ્રતિ ઔંસ 3,569.70 ડોલરના સ્તરે ખુલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 3,535.80 ડોલર હતો. આજે સોના વાયદો ઉપરમાં 3,604.90 ડોલરના સ્તર સુધી ઉછળ્યો હતો જ્યારે નીચેની તરફ 3,549ના લઘુત્મ સ્તરે પહોંચ્યો હતો. હાલમાં સોના વાયદો બપોરે 2.30 કલાકે 37 ડોલર એટલે કે 1.05 ટકા વધીને 3572.80 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.


એ જ રીતે ગુરુવારે ચાંદીમાં ડિસેમ્બરવાયદો 2.93 ટકા ઊછળ્યો છે. ચાંદી સવારે પ્રતિ ઔંસ 41.23 ડોલરના સ્તરે ઓપન થયો હતો. તેનો બંધ ભાવ 40.06 ડોલર હતો. આજે ચાંદી વાયદો ઉપરમાં 42.01 ડોલર અને નીચામાં 40.59 ડોલર વચ્ચે અથડાયો હતો. હાલમાં ચાંદી વાયદો બપોરે 2.30 કલાકે 1.417 ડોલર એટલે કે 3.56 ટકા ઊછળીને 41.485 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.


સોના અને ચાંદીમાં અચાનક તેજીનું કારણ?

સોના અને ચાંદીના ભાવમાં આવેલી આ રિકવરી પાછળ અમેરિકાથી આવેલા આર્થિક આંકડા, ફેડરલ રિઝર્વના વ્યાજદરો અંગે આશા અને બજારમાં ટ્રેડર્સની પ્રવૃત્તિઓ મુખ્ય કારણ માનવામાં આવે છે. અમેરિકાના ત્રીજા ક્વાર્ટરનો આર્થિક વિકાસ દર આશા કરતાં વધુ મજબૂત રહેવા અને મોંઘવારીમાં વધારાના સંકેતોએ ફેડરલ રિઝર્વની નાણાં નીતિ અંગે બજારની ચિંતા વધારી છે. સામાન્ય રીતે વ્યાજદરોમાં વધારાની આશંકાથી સોના પર દબાણ વધે છે. તેનું કારણ એ છે કે સોનું વ્યાજ આપતિ સંપત્તિ નથી. અમેરિકન બોન્ડ અને બેન્ક ડિપોઝીટ પર વધુ સારું વળતર મળવાની આશા હોય છે, તો કેટલાક રોકાણકારો સોનામાંથી રૂપિયા કાઢીને અન્ય વિકલ્પોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જોકે, સતત ઘટાડા પછી ટ્રેડર્સે તેમની શોર્ટ પોઝિશન બંધ કરવાનું શરૂ કર્યું છે.તેને શોર્ટ કવરિંગ કહેવાય છે. તેનાથી બજારમાં ખરીદી વધી અને સોના-ચાંદીના ભાવમાં રિકવરી જોવા મળી છે.


વ્યાજદરોની આશંકા પહેલાથી જ ડિસ્કાઉન્ટ થઈ

બજારના જાણકારો મુજબ રોકાણકારો ભવિષ્યમાં વ્યાજદરોમાં સંભવિત ફેરફારનું અનુમાન લગાવીને પહેલા જ કારોબાર કરી લે છે. બજારને પહેલાથી જ અપેક્ષા હોય કે અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરો વધારી શકે છે તો રોકાણકારો સોના અને ચાંદીની વેચવાલી કરી શકે છે. તેનાથી ભાવમાં ઘટાડો આવી શકે છે, પરંતુ જ્યાં સુધી નકારત્મક સમાચાર પહેલા જ ભાવમાં સામેલ થઈ જાય છે તો આગળ વેચવાલીનું દબાણ ઘટી શકે છે. એવામાં શોર્ટ કવરિંગ અને નવી ખરીદીથી ભાવમાં તેજી આવી શકે છે. આ જ કારણ છે કે વ્યાજદરો અંગે ચિંતા છતાં સોના અને ચાંદીમાં રિકવરી જોવા મળી શકે છે.


GoldSivr Info.png


ચાંદીમાં સોના કરતાં વધુ તેજી

ચાંદીની વિશેષતા એ છે કે તેનો ઉપયોગ માત્ર રોકાણ અને ઘરેણાંમાં જ નથી થતો, પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ મોટાપાયે તેનો ઉપયોગ થાય છે. સોલાર પેનલ, ઈલેક્ટ્રિક વાહન, ઈલેક્ટ્રોનિક્સ અને અનેક અન્ય પ્રકારના ઔદ્યોગિક ઉપકરણો માટે ચાંદીની માગ રહે છે. તેથી ચાંદીના ભાવ પર રોકાણકારોની ખરીદીની સાથે ઔદ્યોગિત માગ પર પણ અસર પડે છે. આ સિવાય ચાંદીનું બજાર સોનાની સરખામણીમાં નાનું અને વધુ અસ્થિર છે. આ કારણે તેજી અને ઘટાડા બંને સ્થિતિમાં ચાંદીમાં વધુ ચઢાવ-ઉતાર જોવા મળી શકે છે. Comexના તાજા આંકડામાં પણ આ વલણ જોવા મળી રહ્યું છે.જ્યાં સોનું 0.96 ટકા વધ્યું છે તથા ચાંદીમાં પણ 2.93 ટકાનો ઊછાળો જોવા મળ્યો છે.


સોના ચાંદીમાં 8 કલાકમાં રૂ. 125.2 લાખ કરોડ વધી માર્કેટ વેલ્યુ?

સોના અને ચાંદીમાં ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજી સાથે એક એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે માત્ર 8 કલાકમાં જ સોના અને ચાંદીની માર્કેટ વેલ્યુમાં 1.36 ટ્રિલિયન એટલે કે અંદાજે રૂ. 125.2 લાખ કરોડ વધી ગઈ. જોકે, આ આંકડાની સ્વતંત્રરીતે પુષ્ટી થઈ શકી નથી. અહીં એ સમજવું પણ જરૂરી છે કે બજાર મૂલ્યમાં વધારો અને રોકાણકારોની વાસ્તવિક નફામાં અંતર હોય છે. સોના અને ચાંદીના ભાવ વધવાથી દુનિયામાં આ ધાતુનું અંદાજિત કુલ મૂલ્ય વધી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે રોકાણકારોને આટલી રકમનો વાસ્તવિક ફાયદો થયો હોય.


સોના-ચાંદીના ભાવ પર કઈ બાબત અસર થશે?

આગામી દિવસોમાં અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદર સંબંધિત નિર્ણય, ડોલરની ચાલ, બોન્ડ યીલ્ડ અને મોંઘવારીના આંકડા સોના-ચાંદીના ભાવની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અમેરિકામાં મોંઘવારી ઊંચા સ્તરે રહેશે તો વ્યાજદર વધારવાની સંભાવના મજબૂત હોય તો સોના પર દબાણ આવી શકે છે. બીજીબાજુ વ્યાજદરોમાં કાપની આશા વધતા સોનાને સમર્થન મળી શકે છે. ચાંદીમાં રોકાણકારોને ઔદ્યોગિક માગ, વિશેષરૂપે સોલાર એનર્જી અને ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવી પડશે.


રોકાણકારો માટે શું છે સંકેત?

Comex પર સોના અને ચાંદીમાં તેજી બજારમાં ખરીદી પાછી ફરવાના સંકેત આપે છે. જોકે, એક દિવસની તેજીને લાંબા સમયની તેજીના વલણ તરીકે જોવી ઉતાવળું ગણાશે. ભારતીય રોકાણકારોને આંતરરાષ્ટ્રીય ભાવની સાથે ડોલરની સરખામણીએ રૂપિયાના વિનિમય દર અને MCXના ભાવ પર નજર રાખવી જોઈએ.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn