Gold Silver Price Today : સોના-ચાંદીમાં ફરી તેજીનો રંગ, નીચલા સ્તરે ખરીદીથી ભાવ ઉછળ્યા
MCX પર સોનું 1.09% વધીને ₹1,22,453 અને ચાંદી 2.36% વધીને ₹1,45,880 પ્રતિ કિલો પહોંચી, ઓવરસોલ્ડ સ્થિતિમાંથી રિકવરીના સંકેત; સોનામાં ₹1,22,870 અને ચાંદીમાં ₹1,46,360નું રેઝિસ્ટન્સ મહત્વનું

નીચલા સ્તરે સોના અને ચાંદીમાં ખરીદી જોવા મળી રહી છે, જેને પગલે કિંમતી ધાતુમાં તેજી પાછી ફરી છે. ગુરુવારે 26 નવેમ્બરે સોના ચાંદીના ભાવ તેજીસાથે ખુલ્યા હતા. આ સમાચાર લખાય છે ત્યારે વૈશ્વિક બજાર Comex પર સોના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 3,563.80 ડોલર જ્યારે ચાંદી 41.10 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. ઘરેલુ બજાર MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 1.22 લાખ જ્યારે ચાંદી પ્રતિ કિલો રૂ. 1.45 લાખના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.
ઘરેલુ બજારમાં સોના-ચાંદીમાં તેજી
સોના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 1,613ની તેજી સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,22,740ના સ્તરે ખુલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,21,137 હતો. આ સમાચાર લખાયા છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 1.09 ટકા વધીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,22,453ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,59,700ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.
ચાંદી વાયદાના ભાવની શરૂઆત પણ તેજી સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 3,283ની તેજી સાથે પ્રતિ કિલો રૂ. 1,45,800ના સ્તરે ખુલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ કિલો રૂ. 1,42,517 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 2.36 ટકા ઊછળીને પ્રતિ કિલો રૂ. 1,45,880ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના વાયદાએ આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ના સર્વોચ્ચ સ્તરે સ્પર્શ કર્યો હતો.
વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદી ઊછળ્યા
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. Comex પર સોનું પ્રતિ ઔંસ 3,590.30 ડોલરના સ્તરે ખૂલ્યું હતું. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 3,535.80 ડોલર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ લખાય છે ત્યારે સોના વાયદાનો ભાવ 26.20 ડોલર એટલે કે 0.74 ટકા વધીને પ્રતિ ઔંસ 3,563.80 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના ભાવે આ વર્ષે પ્રતિ ઓંસ 5,586.20 ડોલરના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.
Comex પર ચાંદી વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 41.27 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ 40.05 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે ચાંદી વાયદો 1.042 ડોલર એટલે કે 2.60 ટકા વધીને 41.10 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી વાયદાના ભાવે આ વર્ષે 121.79 ડોલરના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.

ટૂંકી મુદત માટે નીચલું સ્તર બન્યાની સંભાવના
સોના અને ચાંદીમાં 10 નવેમ્બરની આજુબાજુ શરૂ થયેલી વેચવાલી પછી પહેલી વખત સોના, ચાંદી અને અન્ય અનેક જોખમવાળી સંપત્તિઓમાં વ્યાપક સ્તર પર તેજીના સંકેત જોવા મળી રહ્યા છે. આ વૈશ્વિક નાણાકીય બજારો માટે છેલ્લા કેટલાક સમયની સૌથી મહત્વની ઘટનાઓમાંથી એક હોઈ શકે છે. ખાસ વાત એ છે કે બજારમાં આ તેજી એવા સમયે આવી છે જ્યારે રોકાણકારોની ધારણા અત્યંત નબળી થઈ ગઈ હતી. સોના અને ચાંદી અત્યાધિક ઓવરસોલ્ડ સ્થિતિમાં પહોંચી ગયા હતા અને મંદીની ધારણા ચરમ સ્તર પર હતી. બીજીબાજુ મોમેન્ટમ ઈન્ડિકેટરમાં સકારાત્ સંકત મળી રહ્યા હતા. ભાવ સતત નવા નીચલા સ્તર બનાવી રહ્યા હતા, પરંતુ વેચવાલીની તાકાત આ ઘટાડાની પુષ્ટી કરી શકતી નહોતી.
સત ઘટાડા પછી હવે તેજી તરફ સંકેત આપતી કેન્ડલ બની રહી છે. આ સિવાય સોનાની ખાણ કંપનીઓના શૅરોમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. તાજા રિકવરી દરમિયાન આ શૅરોનો દેખાવ સોનાના ભાવ કરતાં સારો રહ્યો છે. બજારમાં મોટા ઘટાડા પછી નીચલું સ્તર મોટાભાગે રોકાણકારોમાં નિરાશા ટોચ પર પહોંચી જાય અને વેચવાલીનું દબાણ નબળું પડવા લાગે ત્યારે બને છે. એવામાં નિષ્ણાતોનું માનવું છે કે સોના અને ચાંદીમાં સંભવતઃ ટૂંકી મુદત માટે મહત્વનું નીચલું સ્તર બની ગયું છે.
ટેકનિકલ સ્તરે સોનામાં રૂ. 1.24 લાખ પર નજર
ટેકનિકલરૂપે સોનાના બજારમાં લોન્ગ અનવાઈન્ડિંગ જોવા મળી રહ્યું છે. ભાવમાં રૂ. 1,192ના ઘટડાડા સાથે ઓપન ઈન્ટરેસ્ટ 15.05 ટકા ઘટીને 7,795 કોન્ટ્રાક્ટ રહી ગયો. સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ. 1,18,660ના સ્તરે સપોર્ટ જોવા મળે છે. આ સ્તરથી નીચે ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,16,170 સુધી ગગડી શકે છે. બીજીબાજુ ઉપરની તરફ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,22870ના સ્તરે રેસિસ્ટન્સ જોવા મળે છે. આ સ્તરને પાર કરતા ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,24,600 સુધી પહોંચી શકે છે.
ટેકનિકલરૂપે ચાંદીમાં પણ લોન્ગ અનવાઈન્ડિંગની સ્થિતિ છે. ભાવમાં રૂ. 2,921ના ઘટાડા સાથે ઓપન ઈન્ટરેસ્ટ 21.55 ટકા ઘટીને 9,562 કોન્ટ્રાક્ટ રહી ગયા. ચાંદીમાં પ્રતિ કિલો રૂ. 1,37,690ના સ્તરે સપોર્ટ જોવા મળે છે. તેનાથી નીચે ભાવ પ્રતિ કિલો રૂ. 1,32,860 સુધી ઘટી શકે છે. બીજીબાજુ ઉપરની તરફ પ્રતિ કિલો રુ. 1,46,360નું પ્રતિકારક સ્તર જોવા મળે છે. તેનાથી ઉપર જતા ચાંદી પ્રતિ કિલો રૂ. 1,50,210 સુધી જઈ શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

અખાતી યુદ્ધનો ભારતીય કેળાંને મોટો ફટકો! નિકાસ અડધી થવાની ભીતિ, સ્થાનિક ભાવ 30% સુધી ઘટ્યા

Rupee Price : રૂપિયાની રિકવરીને ઝટકો! રૂપિયો ₹92.4450 પર બંધ, ડોલરની માંગ વધી

સરકારી ગોદામોમાં ચોખાનો રેકોર્ડ સ્ટોક, છતાં બજારમાં મોંઘા ચોખા! જાણો ભાવવધારાનું કારણ

Gold Silver : સોના-ચાંદીમાં 8 કલાકમાં ₹125.2 લાખ કરોડનો ઉછાળો? જાણો હકીકત

Crude Oil Price: મંગળવારની તેજી ગાયબ, ક્રૂડ ફરી લાલ નિશાનમાં

EXPERT SPEAKS : તાંબાના ભાવ પર ફેડનો ફટકો! વ્યાજદર વધારાની આશંકાથી દબાણ

શેરબજારમાં તેજી, છતાં Gold-Silver ETFમાં કડાકો!





