અખાતી યુદ્ધનો ભારતીય કેળાંને મોટો ફટકો! નિકાસ અડધી થવાની ભીતિ, સ્થાનિક ભાવ 30% સુધી ઘટ્યા
અખાતી યુદ્ધ અને દરિયાઈ નૂર ભાડાંમાં આઠથી દસ ગણો વધારો થવાને કારણે નાણાકીય વર્ષ 2026-27માં ભારતમાંથી કેળાંની નિકાસ 50 ટકા ઘટવાની આશંકા છે. નિકાસ અટકતા સ્થાનિક બજારમાં કેળાંનો ભરાવો થયો છે, જેના પરિણામે ભાવમાં 25 થી 30 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Banana Export India: અખાતી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે દરિયાઈ પરિવહનના ભાડાંમાં થયેલા અસામાન્ય વધારાની સીધી અસર ભારતના કૃષિ નિકાસ ક્ષેત્ર પર જોવા મળી રહી છે. વર્તમાન પરિસ્થિતિને જોતા નાણાકીય વર્ષ 2026-27માં દેશમાંથી કેળાંની નિકાસ ઘટીને 50 ટકા જેટલી રહી જવાની ભીતિ સેવાઈ રહી છે. નિકાસમાં આવેલા આ અવરોધની અસર સ્થાનિક બજારો પર પણ પડી છે, જ્યાં કેળાંના ભાવમાં 25 થી 30 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
નૂર ભાડાંમાં 10 ગણો વધારો અને ડિલિવરીમાં વિલંબ
ગુજરાતના ભરૂચમાં કેળાંની નિકાસનો ભારતનો સૌપ્રથમ પ્લાન્ટ શરૂ કરનાર દેસાઈ એગ્રી ફૂડ્સના ફાઉન્ડર અજીત દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય કેળાંની મુખ્ય નિકાસ ઈરાન, ઈરાક, દુબઈ, સાઉદી અરેબિયા, ઓમાન, કતાર અને બહેરીન જેવા દેશોમાં થાય છે. પરંતુ યુદ્ધને કારણે નૂર ભાડાં આઠથી દસ ગણા વધી ગયા છે. યુદ્ધ પહેલા દુબઈ માટે કન્ટેનર દીઠ ભાડું 1,200 અમેરિકન ડોલર અને ઈરાન માટે 1,500 ડોલર હતું, જે હાલમાં વધીને 11,000 થી 12,000 ડોલર થઈ ગયું છે. દરિયાઈ માર્ગે મોકલાતા કેળાંની શેલ્ફ લાઈફ 35 થી 40 દિવસની હોય છે. અગાઉ એક સપ્તાહમાં ડિલિવરી થઈ જતી હતી, પરંતુ હવે 35 દિવસે પણ માલ પહોંચવાની ખાતરી ન હોવાથી અને ઊંચા ભાડાં પોસાય તેમ ન હોવાથી નિકાસ ઠપ્પ થઈ છે. વર્ષ 2025-26માં ભારતે 50 હજારથી વધુ કન્ટેનર કેળાંની નિકાસ કરી હતી, જે આ વર્ષે અડધી થવાની ગણતરી છે.
હોર્મુઝની ખાડી ખુલે તો તક, સ્થાનિક બજારમાં ભાવ તૂટ્યા
અજીત દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, અખાતી દેશોમાં ડિસેમ્બરથી માર્ચ દરમિયાન કુલ નિકાસનો 40 ટકા હિસ્સો જતો હોય છે. જો હોર્મુઝની ખાડી ખુલે તો હજુ પણ આગામી ચાર મહિનામાં નિકાસ વધારવાની તક રહેલી છે, પરંતુ હાલના સંજોગો જોતા ભારત આ તક ગુમાવે તેવી સ્થિતિ છે. નિકાસ ઘટવાને કારણે સ્થાનિક બજારમાં પુરવઠો વધતા ગત વર્ષે ₹20 થી ₹25 પ્રતિ કિલો વેચાતા કેળાંના ભાવ હાલમાં ઘટીને ₹15 થી ₹20 પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે. નોંધનીય છે કે ભારત વાર્ષિક ચાર કરોડ ટન ઉત્પાદન અને 27 ટકા હિસ્સા સાથે વિશ્વમાં કેળાં ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે, જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ અને મધ્યપ્રદેશ ટોચના પાંચ ઉત્પાદક રાજ્યો છે.
આ પણ વાંચોઃ સરકારી ગોદામોમાં ચોખાનો રેકોર્ડ સ્ટોક, છતાં બજારમાં મોંઘા ચોખા! જાણો ભાવવધારાનું કારણ
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Rupee Price : રૂપિયાની રિકવરીને ઝટકો! રૂપિયો ₹92.4450 પર બંધ, ડોલરની માંગ વધી

સરકારી ગોદામોમાં ચોખાનો રેકોર્ડ સ્ટોક, છતાં બજારમાં મોંઘા ચોખા! જાણો ભાવવધારાનું કારણ

Gold Silver : સોના-ચાંદીમાં 8 કલાકમાં ₹125.2 લાખ કરોડનો ઉછાળો? જાણો હકીકત

Crude Oil Price: મંગળવારની તેજી ગાયબ, ક્રૂડ ફરી લાલ નિશાનમાં

Gold Silver Price Today : સોના-ચાંદીમાં ફરી તેજીનો રંગ, નીચલા સ્તરે ખરીદીથી ભાવ ઉછળ્યા

EXPERT SPEAKS : તાંબાના ભાવ પર ફેડનો ફટકો! વ્યાજદર વધારાની આશંકાથી દબાણ

શેરબજારમાં તેજી, છતાં Gold-Silver ETFમાં કડાકો!





