KuberaNowLogo
Thursday, 26/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મોંઘવારી ચૂંટણીને પણ નડી, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પેટે રૂ. 477 કરોડના ખર્ચની માંગ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 માટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ સરકાર પાસે ₹477 કરોડના ચૂંટણી બજેટની માંગણી કરી છે. 2022ની ચૂંટણી માટે ફાળવાયેલા ₹387 કરોડની સરખામણીએ આ રકમમાં આશરે 23%નો વધારો છે. જોકે, નવા આયોજનને કારણે વાસ્તવિક ખર્ચ ₹500 કરોડને પાર જઈ શકે છે.

Kuberanow DeskPublished On : 26 Nov 2026
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027
Gujarat Election 2027 BudgetAI Generated Image

Gujarat Election 2027 Budget: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 માટે ચૂંટણી તંત્ર દ્વારા વધુ મોનિટરિંગ અને મતદારોની સુવિધા માટે નવી વ્યવસ્થાઓ કરવાની તૈયારી છે. આ કારણે ચૂંટણી યોજવાનો અંદાજિત ખર્ચ ₹477 કરોડ સુધી પહોંચી શકે છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ આ રકમ માટે ગુજરાત સરકાર પાસે દરખાસ્ત કરી છે. જોકે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વધારાના ખર્ચને કારણે વાસ્તવિક ખર્ચ ₹500 કરોડથી વધુ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

2022ની ચૂંટણી કરતાં 23% વધુ બજેટ

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રાજ્ય સરકારે ₹387 કરોડની જોગવાઈ કરી હતી. તેની સરખામણીએ 2027 માટે સૂચવાયેલું ₹477 કરોડનું બજેટ આશરે 23% વધારે છે. આ અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણી માટે ₹250 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.


હવે દરેક મતદાન મથક પર લાઇવ વેબકાસ્ટિંગ?

2027ની ચૂંટણી માટેના સૌથી મોટા પ્રસ્તાવોમાંથી એક છે રાજ્યના 100% મતદાન મથકોનું લાઇવ વેબકાસ્ટિંગ. 2022ની ચૂંટણી દરમિયાન દરેક વિધાનસભા મતવિસ્તારમાંથી અંદાજે 255 મતદાન મથકોની પસંદગી કરીને લાઇવ વેબકાસ્ટિંગ કરવામાં આવતું હતું. હવે આ વ્યવસ્થા દરેક મતદાન મથક સુધી વિસ્તરણ કરવાની યોજના છે. 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 51,839 મતદાન મથકો હતા. પ્રસ્તાવ અમલમાં આવે તો આગામી ચૂંટણીમાં તમામ મતદાન મથકોનું લાઇવ મોનિટરિંગ થઈ શકશે. આ વ્યવસ્થાનો હેતુ મતદાન પ્રક્રિયા પર નજર વધુ મજબૂત બનાવવાનો અને કોઈપણ પ્રકારની અનિયમિતતા પર ઝડપથી ધ્યાન આપવાનો છે.


મતદાન પહેલાં મોબાઇલ ફોન ક્યાં રાખશો?

ચૂંટણી તંત્ર મતદારોની સુવિધા માટે વધુ એક નવી વ્યવસ્થા પણ કરવાની તૈયારીમાં છે. મતદાન મથકની અંદર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી નથી. તેથી મતદારો માટે મતદાન મથકની બહાર સુરક્ષિત મોબાઇલ ડિપોઝિટ સુવિધા ઊભી કરવાની યોજના છે. ખાસ કરીને એકલા મતદાન કરવા આવતા મતદારો માટે આ વ્યવસ્થા ઉપયોગી બની શકે છે. અત્યાર સુધી મોબાઇલ અથવા અન્ય વસ્તુઓ સુરક્ષિત રીતે રાખવા માટે મતદાન મથકની બહાર કોઈ નિર્ધારિત વ્યવસ્થા ન હોવાની ફરિયાદો સામે આવી હતી. નવી વ્યવસ્થા હેઠળ મતદારો પોતાનો મોબાઇલ ફોન સુરક્ષિત સ્થળે જમા કરીને ત્યારબાદ મતદાન કરવા જઈ શકશે.


આ પણ વાંચો : પ્રોપર્ટી ખરીદતા પહેલાં જાણી શકાશે બિલ્ડરનો ઈતિહાસ, ગુજરાત RERAમાં નવો ફેરફાર

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Porbandar Miyazaki Mango

પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં પહોંચી જાપાનની ખાસ કેરી, હરાજીમાં એક નંગ ₹900માં વેચાઈ

Gujarat Launches Portal for Online Scheme Evaluation

ડિજિટલ ગુજરાત તરફ વધુ એક મોટી છલાંગ! હવે સરકારી યોજનાઓનું મૂલ્યાંકન થશે સંપૂર્ણ ઓનલાઇન

Rivaba Jadeja Attends VGGS 2027 Roadshow in Bengaluru

બેંગલુરુ રોડ-શોમાં ગુજરાતના આ મહિલા મંત્રીનો સૂટ-બૂટમાં જોવા મળ્યો અલગ અંદાજ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ

Vadodara Municipal Corporation-Blue Resilience Bond

વડોદરાની જળસુરક્ષા માટે ₹200 કરોડના બ્લૂ બોન્ડ! આંતરરાષ્ટ્રીય પ્રમાણ મેળવનાર દેશની પ્રથમ મનપા બનશે

Gujarat Private School Fees

ગુજરાતની મોંઘી સ્કૂલોમાં રોજની ફી ₹2,386 સુધી!, મધ્યમવર્ગની એક દિવસની કમાણી કરતાં પણ વધુ

CEPT University Hosts Winter Exhibition

અમદાવાદની CEPT યુનિવર્સિટીમાં 'શિયાળુ પ્રદર્શન 2026' શરૂ: 5 ફેકલ્ટીના 1838 વિદ્યાર્થીઓએ રજૂ કર્યા અવનવા પ્રોજેક્ટ્સ

CM

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027ની તૈયારીઓ પૂરજોશમાં, ગિફ્ટ સિટીમાં મુખ્યમંત્રીએ કરી વિકાસકાર્યોની સમીક્ષા

GCCI Holds Talks with NITI Aayog Team in Ahmedabad

ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાની તૈયારી! GCCI અને નીતિ આયોગ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા