KuberaNowLogo
Thursday, 26/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં પહોંચી જાપાનની ખાસ કેરી, હરાજીમાં એક નંગ ₹900માં વેચાઈ

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં પહેલી વખત સ્થાનિક સ્તરે ઉગાડવામાં આવેલી જાપાનની મિયાઝાકી કેરીનું વેચાણ થયું છે. આદિત્યાણા ગામમાંથી આવેલી 11 કેરી હરાજીમાં નંગદીઠ ₹900ના ભાવે વેચાઈ હતી.

Kuberanow DeskPublished On : 26 Nov 2026
Porbandar Miyazaki Mango
Porbandar Miyazaki MangoAI Image

Porbandar Miyazaki Mango: શિયાળાની ઋતુમાં પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં જાપાનની મોંઘી મિયાઝાકી કેરીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પોરબંદર જિલ્લાના આદિત્યાણા ગામે પહેલી વખત સ્થાનિક સ્તરે ઉગાડવામાં આવેલી આ વિશેષ કેરીની હરાજી યોજાઈ હતી. તેમાં એક નંગનો ભાવ ₹900 મળ્યો હતો.


11 કેરીના મળ્યા ₹9,900

પોરબંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણ ઓડેદરાના આદિત્યાણા ગામે આવેલા ફાર્મમાં મિયાઝાકી કેરીનું ઉત્પાદન થયું છે.આ ફાર્મમાંથી કુલ 11 કેરી વેચાણ માટે લાવવામાં આવી હતી. હરાજીમાં તમામ કેરીનું નંગદીઠ 900 રૂપિયાના ભાવે કુલ 9,900 રૂપિયામાં વેચાણ થયું હતું. જોકે, પોરબંદર યાર્ડમાં મિયાઝાકી કેરીની આ પહેલી આવક નથી. ગત વર્ષે ચોરવાડથી પણ આ જાતની કેરી આવી હતી. આ વખતે ખાસ બાબત પોરબંદર જિલ્લામાં થયેલું સ્થાનિક ઉત્પાદન છે.


વિશ્વની મોંઘી કેરીઓમાં સામેલ

મૂળ જાપાનની મિયાઝાકી કેરી આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત માટે જાણીતી છે. અહેવાલો અનુસાર,તેની કિંમત પ્રતિ કિલો 1.5 લાખથી 3 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે, આ ભાવ તમામ બજારોમાં એકસરખો હોતો નથી. પોરબંદરની હરાજીમાં કેરી નંગદીઠ 900 રૂપિયામાં વેચાઈ છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડની સુદામા ફ્રુટ કંપનીમાં બરડા વિસ્તારમાંથી આશરે 15 બોક્સ કેરીની આવક થઈ હતી. તેમાં સુપર કેસરના ચાર બોક્સનો સમાવેશ થતો હતો. આ કેરીનો ભાવ પ્રતિ કિલો ₹551 નોંધાયો હતો.


શિયાળામાં પણ કેરીનું વેચાણ

સામાન્ય રીતે કેરી ઉનાળાનું ફળ છે. જોકે, પોરબંદરમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિયાળામાં પણ તેની આવક થઈ રહી છે. મળતી માહિતી મુજબ, જિલ્લામાં સ્થાનિક કેસર કેરીની આવક છેલ્લા 10 મહિનાથી ચાલુ છે.

આ પણ વાંચો: અમેરિકાના દરેક બાળકને ઈલોન મસ્ક આપશે ખાસ ભેટ, જાહેરાત સાંભળીને તમે પણ ચોંકી જશો


Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gujarat Launches Portal for Online Scheme Evaluation

ડિજિટલ ગુજરાત તરફ વધુ એક મોટી છલાંગ! હવે સરકારી યોજનાઓનું મૂલ્યાંકન થશે સંપૂર્ણ ઓનલાઇન

Rivaba Jadeja Attends VGGS 2027 Roadshow in Bengaluru

બેંગલુરુ રોડ-શોમાં ગુજરાતના આ મહિલા મંત્રીનો સૂટ-બૂટમાં જોવા મળ્યો અલગ અંદાજ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ

Vadodara Municipal Corporation-Blue Resilience Bond

વડોદરાની જળસુરક્ષા માટે ₹200 કરોડના બ્લૂ બોન્ડ! આંતરરાષ્ટ્રીય પ્રમાણ મેળવનાર દેશની પ્રથમ મનપા બનશે

Gujarat Private School Fees

ગુજરાતની મોંઘી સ્કૂલોમાં રોજની ફી ₹2,386 સુધી!, મધ્યમવર્ગની એક દિવસની કમાણી કરતાં પણ વધુ

CEPT University Hosts Winter Exhibition

અમદાવાદની CEPT યુનિવર્સિટીમાં 'શિયાળુ પ્રદર્શન 2026' શરૂ: 5 ફેકલ્ટીના 1838 વિદ્યાર્થીઓએ રજૂ કર્યા અવનવા પ્રોજેક્ટ્સ

CM

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027ની તૈયારીઓ પૂરજોશમાં, ગિફ્ટ સિટીમાં મુખ્યમંત્રીએ કરી વિકાસકાર્યોની સમીક્ષા

GCCI Holds Talks with NITI Aayog Team in Ahmedabad

ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાની તૈયારી! GCCI અને નીતિ આયોગ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027

મોંઘવારી ચૂંટણીને પણ નડી, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પેટે રૂ. 477 કરોડના ખર્ચની માંગ