બેંગલુરુ રોડ-શોમાં ગુજરાતના આ મહિલા મંત્રીનો સૂટ-બૂટમાં જોવા મળ્યો અલગ અંદાજ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના ભાગરૂપે 25 નવેમ્બર, 2026ના રોજ બેંગલુરુ ખાતે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૂટ-બૂટમાં અલગ અંદાજમાં જોવા મળેલા રાજ્ય મંત્રી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ કર્ણાટક અને ગુજરાત વચ્ચે ઔદ્યોગિક સહકાર તથા રોકાણની તકો પર ભાર મૂકીને ઉદ્યોગપતિઓને ગાંધીનગર પધારવા આમંત્રણ આપ્યું હતું.

Vibrant Gujarat Global Summit 2027: આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ની તૈયારીઓના ભાગરૂપે 25 નવેમ્બર, 2026ના રોજ બેંગલુરુ ખાતે એક વિશેષ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સૂટ-બૂટમાં તેમનો એક અલગ જ અંદાજ અને સ્વેગ જોવા મળ્યો હતો. રોડ-શોમાં રોકાણ, ટેક્નોલોજી ભાગીદારી અને ઉત્પાદન ક્ષેત્રે નવી તકો શોધવા માટે અગ્રણી ઉદ્યોગપતિઓ અને સરકારી પ્રતિનિધિઓ એકઠા થયા હતા.
ગુજરાત અને કર્ણાટકની ઔદ્યોગિક તાકાત જોડવા પર ભાર
સેમિનારને સંબોધતા રાજ્ય મંત્રી રીવાબા જાડેજાએ બંને રાજ્યો વચ્ચે મજબૂત ઔદ્યોગિક સહકારની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કર્ણાટક IT, સંશોધન, સ્પેસ, AI અને ડેટા સેન્ટર ક્ષેત્રે અગ્રણી છે, જ્યારે ગુજરાત કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, બંદરો, સેમિકન્ડક્ટર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મજબૂત ક્ષમતા ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @2047'ના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સતત કાર્યરત છે અને બંને રાજ્યોના ઉદ્યોગો તથા યુવા પ્રતિભાઓ સાથે મળીને નવીનતા અને રોજગારીની નવી તકો ઊભી કરી શકે છે.
ધોલેરા SIR અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમની રજૂઆત
રોડ-શો દરમિયાન વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. વિનોદ રાવ (IAS) દ્વારા VGGS 2027 અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટર, રિન્યુએબલ એનર્જી, 24x7 પાવર સપ્લાય, પોર્ટ, રેલવે કનેક્ટિવિટી અને ધોલેરા SIRની વિશેષતાઓ દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પર આધારિત એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી અને ઉદ્યોગ પ્રતિનિધિઓએ રાજ્યમાં વ્યવસાયિક વિકાસ અંગેના પોતાના પ્રેક્ટિકલ અનુભવો શેર કર્યા હતા.
10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગરમાં યોજાશે સમિટ
ભારતના મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 17% અને માલસામાન નિકાસમાં 25% યોગદાન આપતા ગુજરાતે કર્ણાટકના સ્ટાર્ટઅપ્સ અને ઔદ્યોગિક સંસ્થાઓને આંતર-રાજ્ય વેલ્યુ ચેઇનમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું છે. નોંધનીય છે કે 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગર ખાતે “વિકસિત ગુજરાત - શેપિંગ ગ્લોબલ ફ્યુચર” (વિકસિત ગુજરાત - વૈશ્વિક ભવિષ્યનું ઘડતર) થીમ હેઠળ યોજાશે, જે નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગ અગ્રણીઓને એક મંચ પર લાવશે.
આ પણ વાંચોઃ અમદાવાદની CEPT યુનિવર્સિટીમાં 'શિયાળુ પ્રદર્શન 2026' શરૂ: 5 ફેકલ્ટીના 1838 વિદ્યાર્થીઓએ રજૂ કર્યા અવનવા પ્રોજેક્ટ્સ
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં પહોંચી જાપાનની ખાસ કેરી, હરાજીમાં એક નંગ ₹900માં વેચાઈ

ડિજિટલ ગુજરાત તરફ વધુ એક મોટી છલાંગ! હવે સરકારી યોજનાઓનું મૂલ્યાંકન થશે સંપૂર્ણ ઓનલાઇન

વડોદરાની જળસુરક્ષા માટે ₹200 કરોડના બ્લૂ બોન્ડ! આંતરરાષ્ટ્રીય પ્રમાણ મેળવનાર દેશની પ્રથમ મનપા બનશે

ગુજરાતની મોંઘી સ્કૂલોમાં રોજની ફી ₹2,386 સુધી!, મધ્યમવર્ગની એક દિવસની કમાણી કરતાં પણ વધુ

અમદાવાદની CEPT યુનિવર્સિટીમાં 'શિયાળુ પ્રદર્શન 2026' શરૂ: 5 ફેકલ્ટીના 1838 વિદ્યાર્થીઓએ રજૂ કર્યા અવનવા પ્રોજેક્ટ્સ

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027ની તૈયારીઓ પૂરજોશમાં, ગિફ્ટ સિટીમાં મુખ્યમંત્રીએ કરી વિકાસકાર્યોની સમીક્ષા

ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાની તૈયારી! GCCI અને નીતિ આયોગ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા





