KuberaNowLogo
Thursday, 26/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

નાના વેપારીઓને ધંધો વધારવા મળશે નાણાકીય સહારો, PhonePeએ 20 લાખથી વધુ લોન અપાવી

ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePeએ નાના વેપારીઓને લોન અપાવવાના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મેળવી છે. કંપનીએ બેન્કો અને નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC)ના સહયોગથી 20 લાખથી વધુ લોનનું વિતરણ કરાવવામાં મદદ કરી છે. આ સુવિધા દેશના લગભગ 97% પિન કોડ સુધી પહોંચી છે.

Kuberanow DeskPublished On : 26 Nov 2026
PhonePe Business Loan
PhonePe Business LoanAI Image

PhonePe Business Loan: નાના વેપારીઓને વ્યવસાય વધારવા માટે લોન મેળવવી ઘણી વખત મુશ્કેલ બને છે. આ સમસ્યા દૂર કરવામાં ડિજિટલ પેમેન્ટ કંપની PhonePe મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. કંપનીએ 25મી નવેમ્બર, 2026ના રોજ જાહેર કરેલી માહિતી મુજબ, વર્ષ 2023માં Merchant Lending સેવા શરૂ કર્યા બાદ બેન્કો અને NBFC ભાગીદારો મારફતે 20 લાખથી વધુ લોન અપાવવામાં મદદ કરી છે.


નાના શહેરોમાં 60%થી વધુ લોન

PhonePeના જણાવ્યા મુજબ, તેના પ્લેટફોર્મ દ્વારા અપાયેલી કુલ લોનમાંથી 60%થી વધુ ટિયર-2 અને તેનાથી નાનાં શહેરોના વેપારીઓને મળી છે. લગભગ એક તૃતીયાંશ લોન ટિયર-5 અને ટિયર-6ના ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવી છે. આ સાથે 15 ટકા લોન મેળવનારા વેપારીઓ એવા છે, જેમણે અગાઉ કોઈ ઔપચારિક નાણાકીય સંસ્થા પાસેથી ધિરાણ લીધું નહોતું.


કચ્છ સુધી પહોંચ્યું PhonePe

કંપનીની આ સુવિધા બિહારના કિશનગંજ અને મધુબની, રાજસ્થાનના જેસલમેર, ગુજરાતના કચ્છ, હિમાચલ પ્રદેશના કાંગડા અને મહારાષ્ટ્રના લાતૂર તથા સોલાપુર સુધી પહોંચી છે. આ ઉપરાંત ત્રિપુરાના અગરતલા, કર્ણાટકના હાસન અને બલ્લારી તથા તમિલનાડુના કન્યાકુમારીમાં પણ વેપારીઓને તેનો લાભ મળી રહ્યો છે.


₹50,000ની માસિક વેચાણ ધરાવતા વેપારીઓને પણ લોન

કંપનીના જણાવ્યાનુસાર, તેના પ્લેટફોર્મનો ઉપયોગ એવા નાના ઉદ્યોગસાહસિકો પણ કરે છે, જેમનું સરેરાશ માસિક વેચાણ આશરે 50,000 રૂપિયા છે. વેપારીઓ લોનની મદદથી દુકાન માટે માલસામાન ખરીદી શકે છે, રોજિંદી જરૂરિયાતો પૂરી કરી શકે છે અને વ્યવસાય વિસ્તારી શકે છે. PhonePe for Business એપ દ્વારા વેપારીઓ લોન માટે અરજી કરી શકે છે. આ પ્રક્રિયામાં કંપનીના 50,000થી વધુ ફીલ્ડ કર્મચારીઓ મદદ કરે છે. કંપનીએ AI, ડિજિટલ ટેક્નોલોજી અને કર્મચારીઓના નેટવર્કની મદદથી ધિરાણ સુવિધા વિસ્તારી છે.


PhonePe Lendingના CEO હેમંત ગાલાના જણાવ્યાનુસાર,કંપની છેલ્લા દાયકામાં પાંચ કરોડથી વધુ વેપારીઓ સાથે ડિજિટલ પેમેન્ટ દ્વારા જોડાઈ છે. હવે આ નેટવર્કનો ઉપયોગ નાના વ્યવસાયોને ઔપચારિક લોન ઉપલબ્ધ કરાવવા થઈ રહ્યો છે.

આ પણ વાંચો: અખાતી યુદ્ધનો ભારતીય કેળાંને મોટો ફટકો! નિકાસ અડધી થવાની ભીતિ, સ્થાનિક ભાવ 30% સુધી ઘટ્યા

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Adani Energy Solutions

Diamond Powerને અદાણીનો ‘પાવર’ ઓર્ડર મળ્યો! ₹488.18 કરોડના નવા કામથી HVDC ક્ષેત્રે પકડ મજબૂત

Skyroot Aerospace to Expand Rocket Production in India

અવકાશ ક્ષેત્રે ભારતની નવી ઉડાન! Skyroot રોકેટનું ઉત્પાદન વધારશે, અમદાવાદમાં CEOએ જણાવી યોજના

Jet Airways Employees PF Gratuity

બંધ પડેલી Jet Airwaysના કર્મચારીઓ માટે ખુશખબર, ₹480 કરોડનું PF અને ગ્રેચ્યુઇટી વ્યાજ સાથે ચૂકવવા NCLATનો આદેશ

Tata Trusts Challenge N Chandrasekaran's Third Term in HC

ટાટા ગ્રુપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ: એન. ચંદ્રશેખરનની ત્રીજી ટર્મ સામે બે ટાટા ટ્રસ્ટ બોમ્બે હાઇકોર્ટમાં, ₹65 કરોડનો દાવો

One Air India Group, Key Changes for Air Passengers

એર ઇન્ડિયામાં મેનેજમેન્ટથી લઈને ઓપરેશન સુધી મોટા ફેરફારની તૈયારી! ટિકિટ અને ફ્લાઇટ સેવાઓ પર શું થશે અસર?

Flipkart CEO Kalyan Krishnamurthy to Step Down Soon

Flipkart CEO: ફ્લિપકાર્ટમાં એક યુગનો અંત, 11 વર્ષ બાદ CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિ આપશે રાજીનામું

Amazon to Launch Online Car Sales in UK With Hyundai

હવે કાર ખરીદવા શોરૂમ જવાની જરૂર નથી, Amazon લાવશે 'Amazon Autos Service'

Battery Energy Storage

ખાવડામાં વીજળીનો ‘પાવર બેન્ક’! L&Tને 300 MW બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટનો ઓર્ડર