ટાટા ગ્રુપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ: એન. ચંદ્રશેખરનની ત્રીજી ટર્મ સામે બે ટાટા ટ્રસ્ટ બોમ્બે હાઇકોર્ટમાં, ₹65 કરોડનો દાવો
ટાટા ગ્રુપનો આંતરિક વિવાદ હવે કોર્ટના દ્વારે પહોંચ્યો છે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT) અને RD ટાટા ટ્રસ્ટ (RDTT) એ ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનની પુનઃનિમણૂકને બોમ્બે હાઇકોર્ટમાં પડકારી છે, સાથે જ કુલ ₹65 કરોડના નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી છે.

Tata Sons: દેશના સૌથી મોટા ઔદ્યોગિક જૂથોમાં સામેલ ટાટા ગ્રુપનો આંતરિક સંઘર્ષ હવે કાયદાકીય લડાઈમાં ફેરવાઈ ગયો છે. ટાટા સન્સમાં હિસ્સો ધરાવતા બે પ્રમુખ ટ્રસ્ટ — સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT) અને RD ટાટા ટ્રસ્ટ (RDTT) — એ ગુરુવારે બોમ્બે હાઇકોર્ટમાં ટાટા સન્સ અને તેના છ ડિરેક્ટરો સામે અરજી દાખલ કરી છે. આ અરજીમાં એન. ચંદ્રશેખરનને પાંચ વર્ષના ત્રીજા કાર્યકાળ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. શુક્રવારે હાઇકોર્ટની સિંગલ બેન્ચ આ મામલે સુનાવણી હાથ ધરે તેવી શક્યતા છે.
₹65 કરોડના વળતર અને 30 નવેમ્બરની બેઠક પર રોકની માંગ
અરજદાર બંને ટ્રસ્ટોએ કોર્ટ સમક્ષ આર્થિક નુકસાનની ભરપાઈની પણ માંગ મૂકી છે. જેમાં સર દોરાબજી ટાટા ટ્રસ્ટે ₹50 કરોડ અને આર.ડી. ટાટા ટ્રસ્ટે ₹15 કરોડ મળી કુલ ₹65 કરોડનું વળતર 18% વાર્ષિક વ્યાજ સાથે માંગ્યું છે. આ ઉપરાંત, તાત્કાલિક રાહત તરીકે ટ્રસ્ટોએ વિનંતી કરી છે કે 30 નવેમ્બરે યોજાનારી ટાટા સન્સની બોર્ડ મીટિંગમાં જો નામાંકિત ડિરેક્ટરો વચ્ચે મતભેદ કે ટાઈની સ્થિતિ સર્જાય, તો ચેરમેનને તેમના 'કાસ્ટિંગ વોટ' (નિર્ણાયક મત) નો ઉપયોગ કરવાથી રોકવામાં આવે.
17 સપ્ટેમ્બરની બેઠક અને કલમ 121નો પેચ
આ સમગ્ર વિવાદની શરૂઆત 17 સપ્ટેમ્બરના રોજ મળેલી ટાટા સન્સની બોર્ડ મીટિંગથી થઈ હતી. ટાટા સન્સમાં નોએલ ટાટાના નેતૃત્વ હેઠળના ટાટા ટ્રસ્ટ્સ લગભગ 66% હિસ્સો ધરાવે છે અને બોર્ડમાં તેમના બે નોમિની ડિરેક્ટર — નોએલ ટાટા અને વેણુ શ્રીનિવાસન છે. 17 સપ્ટેમ્બરની બેઠકમાં નોએલ ટાટાએ ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ વિરુદ્ધ મત આપ્યો હતો, જ્યારે વેણુ શ્રીનિવાસને તરફેણમાં મતદાન કર્યું હતું. બંને નોમિની ડિરેક્ટરોના મત અલગ પડતા બેઠકના અધ્યક્ષ હરીશ મનવાણીએ પોતાના કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરીને પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
ટ્રસ્ટોની દલીલ અને આગળની કાર્યવાહી
ટ્રસ્ટોનો આરોપ છે કે કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન (AoA) ની કલમ 121 મુજબ, ટ્રસ્ટ દ્વારા નામાંકિત મોટાભાગના ડિરેક્ટરોનું હકારાત્મક સમર્થન મળ્યા વિના કોઈ નિર્ણય માન્ય ગણી શકાય નહીં. આ મુદ્દે 17 સપ્ટેમ્બરથી અનેક પત્રો લખવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા બુધવારે રાત્રે બંને ટ્રસ્ટોએ ઠરાવ પસાર કરીને હાઇકોર્ટમાં જવાનો નિર્ણય લીધો હતો. હવે સૌની નજર શુક્રવારની કોર્ટ સુનાવણી અને 30 નવેમ્બરની બોર્ડ મીટિંગ પર ટકેલી છે.
આ પણ વાંચોઃ અવકાશ ક્ષેત્રે ભારતની નવી ઉડાન! Skyroot રોકેટનું ઉત્પાદન વધારશે, અમદાવાદમાં CEOએ જણાવી યોજના
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

નાના વેપારીઓને ધંધો વધારવા મળશે નાણાકીય સહારો, PhonePeએ 20 લાખથી વધુ લોન અપાવી

Diamond Powerને અદાણીનો ‘પાવર’ ઓર્ડર મળ્યો! ₹488.18 કરોડના નવા કામથી HVDC ક્ષેત્રે પકડ મજબૂત

અવકાશ ક્ષેત્રે ભારતની નવી ઉડાન! Skyroot રોકેટનું ઉત્પાદન વધારશે, અમદાવાદમાં CEOએ જણાવી યોજના

બંધ પડેલી Jet Airwaysના કર્મચારીઓ માટે ખુશખબર, ₹480 કરોડનું PF અને ગ્રેચ્યુઇટી વ્યાજ સાથે ચૂકવવા NCLATનો આદેશ

એર ઇન્ડિયામાં મેનેજમેન્ટથી લઈને ઓપરેશન સુધી મોટા ફેરફારની તૈયારી! ટિકિટ અને ફ્લાઇટ સેવાઓ પર શું થશે અસર?

Flipkart CEO: ફ્લિપકાર્ટમાં એક યુગનો અંત, 11 વર્ષ બાદ CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિ આપશે રાજીનામું

હવે કાર ખરીદવા શોરૂમ જવાની જરૂર નથી, Amazon લાવશે 'Amazon Autos Service'





