સુભાષચંદ્ર 22,000 કરોની પતાવટ 6.5 કરોડ ચૂકવીને નહીં કરી શકે, NCLTની પાંચ સભ્યોની બેન્ચ સુનાવણી કરશે
ઝીના સંસ્થાપક સુભાષચંદ્રના કેસમાં નવો વળાંક આવ્યો છે. તેમના રિપેમેન્ટ પ્લાનના 25 ઓગસ્ટના ચુકાદાને અટકાવાયો છે

નવી દિલ્હીઃ ઝી જૂથના સંસ્થાપક સુભાષ ચંદ્રાની નાદારીની પ્રક્રિયામાં NCLTની પાંચ સભ્યોની બેન્ચે 25 ઓગસ્ટના રોજના ચુકાદાને અટકાવ્યો છે. આ કેસમાં બહુમત ન બનવાના લીધે તેની નવેસરથી સુનાવણી થશે. સુભાષ ચંદ્રાને સંપત્તિનું ટ્રાન્સફર કરતાં પણ રોકવામાં આવ્યા છે. આમ સુભાષચંદ્ર હવે 22,000 કરોડના દેવાની પતાવટ ફક્ત 6.5 કરોડ ચૂકવીને નહીં કરી શકે.
NCLTએ બધા પક્ષકારોને નોટિસ પાઠવી
NCLTની પાંચ સભ્યોની બેન્ચે આ કેસ સાથે જોડાયેલા બધા પક્ષકારોને નોટિસ પાઠવી છે. તેની સાથે સુભાષ ચંદ્રને કોઈપણ સંપત્તિને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજાના નામે કરતાં કે તેનાથી અલગ કરતાં રોકવામાં આવ્યા છે. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ NCLTની પાંચ સભ્યોની બેન્ચના વડા ન્યાયમૂર્તિ (નિવૃત્ત), અનુપિંદરસિંહ ગ્રેવાલ, ન્યાયિક સભ્ય બચુ વેંકટ બાલરામ દાસ અને મહેન્દ્ર ખંડેલવાલ તથા ટેકનિકલ સભ્ય અતુલ ચતુર્વેદી અને રવિ ચતુર્વેદી સામેલ છે. બેન્ચે જણાવ્યું હતું કે અગાઉના નિર્ણયને લઈને કોઈ સ્પષ્ટ બહુમત ન હોવાથી તેને અટકાવવામાં આવ્યો છે.
સુભાષચંદ્રનો રિપેમેન્ટ પ્લાન
આ આખો કિસ્સો સુભાષચંદ્રના રિપેમેન્ટ પ્લાન સાથે જોડાયેલો છે. આ યોજના ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરફથી આઇબીસીની જોગવાઈ 95 હેઠળ શરૂ કરવામાં આવેલી વ્યક્તિગત નાદારીની કાર્યવાહી દરમિયાન સામે આવી હતી. પ્રસ્તાવિત યોજના હેઠળ સુભાષચંદ્રએ લેણદારોને 6.25 કરોડ રૂપિયા આપવાની દરખાસ્ત કરી હતી, જ્યારે સ્વીકાર કરવામાં આવેલા દાવાની કુલ રકમ 22,006.57 કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત નાદારીની પ્રક્રિયાના 25 લાખ રૂપિયા અલગ રાખવામાં આવ્યા હતા.
કેસમાં પ્રારંભિક બંને સભ્ય સંમત ન થયા
NCLTના કેસના પ્રારંભમાં ન્યાયિક સભ્ય અશોકકુમાર ભારદ્વાજ અને ટેકનિકલ સભ્ય રીના સિન્હા પુરીની બેન્ચે વિચાર કર્યો હતો. બંને સભ્યોનો અભિપ્રાય જુદો-જુદો હતો. અશોક કુમાર ભારદ્વાજ યોજના યોજનાને તે લેણદારો સુધી સીમિત રાખવા મંજૂરી આપવાના પક્ષમાં હતા, જેમણે તેનું સમર્થન કર્યુ હતુ. તેમણે બેન્કો અને નાણાં સંસ્થાઓ સહિત અસંમત લેણદારોને પોતાની બાકી નીકળતી રકમ વસૂલવા માટે સ્વતંત્ર કાયદાકીય ઉપાય અજમાવવાની છૂટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે રીના સિંહા પુરીએ રિઝોલ્યુશન પ્રોફેશનલ તરફથી અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં ગંભીર ખામીઓ જોયા પછી યોજના ફગાવી દીધી હતી. તેના પછી આ મામલાને કંપની અધિનિયમ 2013ની જોગવાઈ 419 (5) હેઠળ ત્રીજા ન્યાયિક સભ્ય નિલેશ શર્મા પાસે મોકલી.
25 ઓગસ્ટે ત્રીજા સભ્ય નિલેશ શર્માએ રિપેમેન્ટ પ્લાનને આપી મંજૂરી
25 ઓગસ્ટના રોજ નિલેશ શર્માએ રિપેમેન્ટ પ્લાનને મંજૂરી આપી હતી. જો કે તેમણે અનિલકુમાર તરફથી 960 લોકો અને સુનીલ જૈન તરફથી 300 લોકોના નામ પર દાખલ દાવાઓને ફગાવી દેવાનો આદેશ આપ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ દાવાઓ માટે નક્કી કરવામાં આવેલી રકમ બાકી યોગ્ય લેણદારો વચ્ચે વહેંચવામાં આવે. શર્માએ આગળ જણાવ્યું હતું કે મંજૂર કરવામાં આવેલી આઇબીસી ધારાની 115 જોગવાઈ બધા લેણદારો પર લાગુ થશે, જેમા તે લેણદાર પણ સામેલ થશે જેમણે યોજનાનો વિરોધ કર્યો હતો. ત્રણેય સભ્યોનું મંતવ્ય જુદું-જુદું હોવાના પગલે આ કેસ હવે પાછો NCLTના વડા પાસે ગયો છે. હવે પાંચ સભ્યોની બેન્ચ નવેસરથી સુનાવણી કરશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- ખાંડના ભાવ કાબૂમાં લેવા સરકારનો મોટો નિર્ણય, ડીલરોની સ્ટોક લિમિટ અડધી કરી
- GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
- યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
- ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
