Zigly Pet Careએ પાંચ વર્ષ પૂર્ણ થતાં વાર્ષિક આરોગ્ય પેકેજ સાથે પોતાની સેવાઓનો વિસ્તાર કર્યો
નવા Puppy, Adult અને Senior Care પેકેજમાં પશુચિકિત્સા સેવા, આરોગ્ય તપાસ, ગ્રૂમિંગ અને અન્ય જરૂરી સેવાઓને એક વાર્ષિક યોજનામાં સામેલ કરવામાં આવી છે

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર, 2026: ભારતની પ્રથમ ઓમ્નિચેનલ પેટ કેર બ્રાન્ડ Zigly Pet Careએ પોતાની પાંચમી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે કૂતરાઓ માટે ત્રણ જીવન તબક્કા—Puppy, Adult અને Senior—માટે વાર્ષિક આરોગ્ય પેકેજ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પેકેજનો હેતુ પાલતુ પ્રાણીઓની આગોતરી સંભાળનું આયોજન અને નિયમિત રીતે પાલન સરળ બનાવવાનો છે. આ યોજનામાં પશુચિકિત્સા, આરોગ્ય અને ગ્રૂમિંગ સંબંધિત જરૂરી સેવાઓને એક જ વાર્ષિક યોજનામાં સામેલ કરવામાં આવી છે. ત્રણેય પેકેજમાં અમર્યાદિત પશુચિકિત્સક સલાહ મુખ્ય લાભ છે.
Zigly Pet Care ભારતમાં પાલતુ પ્રાણીઓની સંભાળ માટે એકીકૃત અભિગમ વિકસાવ્યાના પાંચ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ સમયગાળા દરમિયાન બ્રાન્ડે જોયું છે કે પાલતુ પ્રાણીઓના માલિકો તેમના પ્રાણીઓના આરોગ્ય અને સુખાકારી અંગે વધુ સક્રિય બન્યા છે. જોકે રસીકરણ, કૃમિનાશક સારવાર, નિયમિત આરોગ્ય તપાસ અને અન્ય દૈનિક જરૂરિયાતોનું એક પછી એક સંચાલન કરવું ઘણીવાર મુશ્કેલ બની જાય છે. આ પેકેજનો હેતુ સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત અને આગોતરી સંભાળ પર ધ્યાન રાખવામાં મદદ કરવાનો છે, જેથી આરોગ્ય અને સુખાકારીની વિવિધ જરૂરિયાતોને અલગ-અલગ રીતે સંભાળવાની જગ્યાએ એક જ વ્યવસ્થામાં લાવી શકાય.
Zigly Pet Careનાવાર્ષિક આરોગ્ય પેકેજો કૂતરાના જીવન તબક્કાના આધારે આવશ્યક સેવાઓને એકસાથે લાવી છે. પપી કેર પેકેજની કિંમત ₹17,000 છે; જેમાં રસીકરણ, કૃમિનાશક, બેઝલાઇન બ્લડ પેનલ, આહાર અને પોષણ પરામર્શ, માવજત અને અમર્યાદિત પશુચિકિત્સક પરામર્શનો સમાવેશ થાય છે, જ્યારે એડલ્ટ પેટ કેરના પેકેજની કિંમત ₹20,000 છે, જેમાં વાર્ષિક રસીકરણ અને કૃમિનાશક, રક્ત અને પેશાબ પરીક્ષણો, છાતીનો એક્સ-રે, દાંતની તપાસ, માવજત, પાંચ રાત બોર્ડિંગ અને અમર્યાદિત પશુચિકિત્સક પરામર્શનો સમાવેશ થાય છે. સિનિયર કેર પેકેજની કિંમત ₹30,000 છે, જેમાં વર્ષમાં બે વાર રક્ત અને પેશાબ પરીક્ષણો, ECG અને બ્લડ પ્રેશર તપાસ, સાંધા અને હાડકાની તપાસ, સાત રાત બોર્ડિંગ, ઘરે નમૂના સંગ્રહ અને અમર્યાદિત પશુચિકિત્સક પરામર્શનો સમાવેશ થાય છે.
Zigly Pet Careના CEO સૌરભ જૈનનું નિવેદન
આ સિદ્ધિ અને નવા પેકેજની જાહેરાત અંગે Zigly Pet Careના CEO સૌરભ જૈને જણાવ્યું હતું કે પાંચ વર્ષ પૂર્ણ થવું કંપની માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, પરંતુ તેનાથી પણ વધુ મહત્વનું એ છે કે પાલતુ પ્રાણીઓના માલિકોના દૈનિક જીવનનો ભાગ બનીને કંપનીએ શું શીખ્યું છે.
તેમના જણાવ્યા અનુસાર, પાલતુ પ્રાણીઓના માલિકો પોતાના પ્રાણીઓ માટે યોગ્ય કાળજી લેવા માગે છે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન દરેક બાબત પર નજર રાખવી અને ક્યારે કઈ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે તે સમજવું તેમના માટે પડકારરૂપ બને છે. કંપની આ પ્રક્રિયાને સરળ બનાવવા માગે છે.
તેમણે જણાવ્યું કે નવા આરોગ્ય પેકેજમાં સંભાળના મહત્વપૂર્ણ પાસાંને એક જ યોજનામાં લાવવામાં આવ્યા છે અને પાલતુ પ્રાણીઓના માલિકોને જરૂર પડે ત્યારે પશુચિકિત્સકની સલાહ લેવાની સુવિધા આપવામાં આવી છે. તેમના અનુસાર, આ પહેલનો હેતુ આરોગ્ય સંબંધિત સમસ્યા ગંભીર બને તેની રાહ જોવાને બદલે નિયમિત સંભાળને સરળ બનાવવાનો છે.
સંશોધનમાં શું જાણવા મળ્યું?
Zigly Pet Care માટે Unomer દ્વારા કરવામાં આવેલા સંશોધન અનુસાર, સર્વેમાં સામેલ પાલતુ પ્રાણીઓના માલિકોમાં લગભગ અડધા લોકો પાલતુ પ્રાણીની સંભાળના ક્ષેત્રમાં પ્રમાણમાં નવા છે. ઘણા માલિકો હજુ પણ રસીકરણ, કૃમિનાશક સારવાર અને આરોગ્ય તપાસ જેવી બાબતો પોતાની રીતે સંભાળે છે.
અભ્યાસમાં આગોતરી આરોગ્ય સંભાળ કરવાની ઇચ્છા અને તેને નિયમિત રીતે અમલમાં મૂકવા વચ્ચેનો તફાવત પણ જોવા મળ્યો છે. ખર્ચ, સુવિધા અને તાત્કાલિક આરોગ્ય સમસ્યા ન હોવી જેવી બાબતો ઘણીવાર લોકો ક્યારે સારવાર અથવા તપાસ કરાવે છે તેના પર અસર કરે છે.
આ સમજણના આધારે નવા આરોગ્ય પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે, જેનો હેતુ પાલતુ પ્રાણીની સંભાળને માત્ર જરૂરિયાત ઊભી થાય ત્યારે કરવામાં આવતી વ્યવસ્થામાંથી વધુ સુવ્યવસ્થિત અને આગોતરી નિયમિત સંભાળ તરફ લઈ જવાનો છે.
પશુચિકિત્સક અમર્યાદિત કન્સલ્ટન્સી
ત્રણેય પેકેજની મહત્વપૂર્ણ વિશેષતા અમર્યાદિત પશુચિકિત્સક કન્સલ્ટન્સી છે. તેનો હેતુ સમગ્ર વર્ષ દરમિયાન પશુચિકિત્સકની સલાહ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. ખાસ કરીને જ્યારે પાલતુ પ્રાણીના વર્તન, ભૂખ, પ્રવૃત્તિ અથવા સામાન્ય સ્વાસ્થ્યમાં ફેરફાર જોવા મળે પરંતુ પશુચિકિત્સક પાસે જવાની જરૂર છે કે નહીં તે અંગે માલિક મૂંઝવણમાં હોય ત્યારે આ સુવિધા ઉપયોગી બની શકે છે. આ આરોગ્ય પેકેજોમાં વિવિધ સેવાઓને એક જ વાર્ષિક યોજનામાં સામેલ કરવામાં આવી છે, જેથી નિયમિત સંભાળ અંગે પાલતુ પ્રાણીઓના માલિકે અલગ-અલગ નિર્ણયો લેવાની જરૂરિયાત ઘટે.
આ ઉપરાંત, પાલતુ પ્રાણીની સંભાળને વધુ સુવિધાજનક બનાવવા માટે Zigly Pet Careએ 3, 6 અથવા 12 મહિનામાં ચુકવણી કરવાની વ્યવસ્થા પણ જાહેર કરી છે. તેના કારણે પાલતુ પ્રાણીઓના માલિકોને ખર્ચનું સંચાલન પોતાની અનુકૂળતા પ્રમાણે કરવાની સુવિધા મળશે.
સમુદાય માટે પણ પહેલ
પાંચમી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે Zigly Foundation, જે Zigly Pet Careની સામુદાયિક પહોંચ માટેની શાખા છે, ગુરુગ્રામ અને નોઈડામાં ખોરાક વિતરણ અભિયાનનું આયોજન કરી રહી છે. આ અભિયાન હેઠળ બંને સ્થળોએ સામુદાયિક કૂતરાઓ માટે 200 કિલો પૌષ્ટિક ખોરાકનું વિતરણ કરવામાં આવશે. તેનો હેતુ દરેક જીવ પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર સંભાળને પ્રોત્સાહન આપવાનો છે.
Zigly Pet Care
Zigly Pet Care પાલતુ પ્રાણીઓની સંભાળ માટેનું ઓમ્નિચેનલ પ્લેટફોર્મ છે. તે વ્યાપક પશુચિકિત્સા સેવા, ગ્રૂમિંગ અને સ્પા સેવા, પાલતુ પ્રાણીઓ માટેના કપડાં, પાલતુ પ્રાણીઓનો ખોરાક અને અન્ય સેવાઓ પૂરી પાડે છે.
કંપનીના Pet Care Centres દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, બેંગલુરુ, હૈદરાબાદ, લખનઉ, જયપુર, ઈન્દોર, દેહરાદૂન, ચંદીગઢ, પંચકુલા, અમૃતસર, અમદાવાદ, લુધિયાણા, જલંધર, મુંબઈ, પુણે અને સુરત સહિતના શહેરોમાં છે.
Zigly Pet Care દેશના અન્ય મોટા શહેરોમાં પણ પોતાની ભૌતિક હાજરીનો વિસ્તાર કરી રહી છે. ગ્રાહકથી સીધા વ્યવસાયના મોડેલ હેઠળ કામ કરતી આ બ્રાન્ડ પાલતુ પ્રાણીઓના માલિકો માટે નવીન અને એકીકૃત ઉકેલો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.
નજીકના Zigly Pet Care Centreની મુલાકાત લેવા, **www.zigly.com**ની મુલાકાત લેવા અથવા Zigly Pet Care એપ ડાઉનલોડ કરવાની માહિતી પણ કંપનીએ આપી છે. Zigly Pet Care, **Cosmo First Ltd.**નો ભાગ છે.
Cosmo First Ltd.
Cosmo First Limitedની સ્થાપના 1981માં શ્રી અશોક જયપુરિયાએ કરી હતી. આ ચાર દાયકાથી વધુ જૂનું વૈશ્વિક વ્યાપારી જૂથ છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
