ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
બેન્કે તેના ટોચના હોદ્દા માટે બે ઉમેદવારોના નામ રિઝર્વ બેન્કને મોકલી આપતા રોકાણકારોમાં સંદેશ ગયો છે કે કંપનીની ટોચના સ્તર પર નિમણૂકની કટોકટી દૂર કરવા નિર્ણાયક પગલાં લઈ રહી છે.

અમદાવાદઃ HDFC બેન્કનો શેર તળિયેથી ત્રણ ટકા ઉચકાયો હતો. કંપનીના શેરનો ભાવ બીએસઈ પર ગઇકાલના 708 રૂપિયાના બંધ સામે 722 રૂપિયા ખૂલ્યો હતો અને તેણે 730.75ની હાઈ બનાવી હતી. બેન્કે તેના ટોચના હોદ્દા માટે બે ઉમેદવારોના નામ રિઝર્વ બેન્કને મોકલી આપતા રોકાણકારોમાં સંદેશ ગયો છે કે કંપનીની ટોચના સ્તર પર નિમણૂકની કટોકટી દૂર કરવા નિર્ણાયક પગલાં લઈ રહી છે. રોકાણકારોનો તેમા હકારાત્મક સંકેત મળ્યો છે. HDFC બેન્કના બોર્ડે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૈઝાદ ભરુચા અને કે બાલાસુબ્રમણ્યમના નામ સિટી ચીફ કંટ્રી ઓફિસરને મોકલી આપ્યા છે. બેમાથી એક નામને રિઝર્વ બેન્ક વડા તરીકે મંજૂર કરશે, એમ અહેવાલે જણાવ્યું હતું.
રિઝર્વ બેન્ક ખાનગી ક્ષેત્રની બેન્કના ટોચના વડા માટે સામાન્ય રીતે બે નામ મંગાવે છે. તેમાથી જે નામ ફિટ એન્ડ પ્રોપરના ક્રાઇટેરિયામાં વધારે ફિટ થતું લાગતુ હોય તેના પર મંજૂરીની મહોર મારે છે. HDFC બેન્કના બોર્ડે શનિવારે બે ઉમેદવારોના નામ પસંદ કર્યા હતા. રિઝર્વ બેન્ક તેના પછી ત્રણ વર્ષ માટે નિમણૂક કરે છે. તેને યોગ્ય લાગે તો તેને બીજા ત્રણ વર્ષ માટે બહાલી પણ આપી શકે છે.
બોર્ડે આ ઉપરાંત અન્ય મહત્વના નિર્ણય પણ લીધા હતા. તેમા એડિશનલ પૂર્ણકાલીન ડિરેક્ટરની એડિશનલ પોઝિશનની પણ વાત હતી, જેથી ભવિષ્યમાં આ પ્રકારના હોદ્દા માટે પહેલેથી જ આગોતરુ આયોજન રાખી શકાય. બોર્ડે આ હોદ્દા માટે ટાટાની ડબલ્યુટીડી તરીકે અને વી શ્રીનિવાસ રંગનની ડબલ્યુટીડી તરીકે નિમણૂક કરી હતી.
લખાણ તૈયાર કરવામાં આવ્યું તે સમયે શેરમાં કુલ 233.86 લાખ શેરનું ટ્રેડિંગ વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ટ્રેડિંગનું કુલ મૂલ્ય ₹1,697.92 કરોડ હતું. કંપનીનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ₹11.19 લાખ કરોડ રહ્યું હતું. NSE પર શેરની લોઅર પ્રાઇસ બેન્ડ ₹637.35 અને અપર પ્રાઇસ બેન્ડ ₹779.05 નક્કી કરવામાં આવી છે. જ્યારે શેરનો Adjusted P/E Ratio 13.62 રહ્યો હતો.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
