Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી
Post Office Scheme : પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત અનેક નાની બચત યોજનાઓ રોકાણની દૃષ્ટિએ સુરક્ષિત હોવાની સાથે અસાધારણ વળતર પણ આપે છે

મુંબઈ : પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત અનેક નાની બચત યોજનાઓ માત્ર રોકાણની દૃષ્ટિએ જ સુરક્ષિત નથી, પરંતુ અસાધારણ વળતર પણ આપે છે. એટલું જ નહીં મોટું ભંડોળ એકત્ર કરવામાં પણ પોસ્ટ ઓફિસની નાની યોજનાઓ ખૂબ જ લોકપ્રિય રહી છે. આ પોસ્ટ ઓફિસ સ્કીમ (Post Office Schemes) રોકાણકારોને નિયમિત આવકનીખાતરી આપે છે. આવી જ એક કમાલની સ્કીમ છે પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (Post Office Monthly Income Scheme), જેમાં એકસાથે લમસમ નાણાં રોક્યા પછી પ્રત્યેક મહિને રૂ. 9000થી વધુની કમાણી કરી શકાય છે.
કોઈપણ જોખમ વિના આ યોજનામાં નાણાં રોકી શકાય
પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિકત કરાતી સ્મોલ સેવિંગ સ્કીમ્સની સૌથી સારી બાબત એ છે કે તે એકદમ જોખમ મુક્ત રોકાણ મનાય છે. એટલે કે Zero Risk Schemeમાં તમે ઈચ્છો તેટલા નાણાંનું રોકાણ કરી શકો છો અને દરેક નાના-મોટા રોકાણ પર સુરક્ષાની ખાતરી સરકાર પોતે જ આપે છે. આ રોકાણ ડૂબવાની કોઈ શક્યતા નથી.
સરકાર પોસ્ટ ઓફિસની સ્કીમો પર માત્ર સુરક્ષાની ખાતરી જ નથી આપતી, પરંતુ તેમાં રોકાણ પર વ્યાજ પણ ખૂબ સારું આપે છે. પોસ્ટ ઓફિસ માસિક આવક રોકાણ સ્કીમ (Post Office Monthly Income Scheme-MIS)માં રોકાણની વાત કરીએ તો તેના પર 7.4 ટકા વ્યાજ પણ ઓફર કરવામાં આવે છે. આ સ્કીમમાં રોકાણ માટે મેચ્યોરિટી સમય પાંચ વર્ષનો નિશ્ચિત કરાયો છે.
વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ
Post Office MIS Scheme એક વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. એટલે કે તેમાં ખાતું ખોલાવતી વખતે માત્ર એક વખત રોકાણ કરવાનું હોય છે. એક જ વખતમાં રોકાણ સમયે જે વ્યાજદરના હિસાબે તમારી માસિક આવક નિશ્ચિત કરવામાં આવે છે તે પાકતી મુદત સુધી મળતી રહી છે. આ સમયે પ્રત્યેક ત્રિમાસિકમાં વ્યાજદરમાં થતા સુધારામાં સરકાર વ્યાજદરમાં વધારો કે ઘટાડો કરે તેની તમારી આવક પર કોઈ ફેરફાર થતો નથી.
સ્કિમમાં લઘુત્તમ રૂ. 1,000થી કરી શકાશે રોકાણ
પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત કરતાી સરકારી યોજનામાં નાની રકમથી પણ રોકાણની શરૂઆત કરી શકાય છે. તમે માત્ર રૂ. 1,000ના પ્રારંભિક રોકાણથી તમારું ખાતું ખોલાવી શકો છો. Post Office MIS Schemeમાં સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલી શકાય છે. એક જ સમયે રોકાણની વાત કરીએ તો સિંગલ ખાતામાં મહત્તમ 9 લાખ રૂપિયા જ્યારે જોઈન્ટ ખાતામાં મહત્તમ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.
પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ મારફથ પ્રત્યેક મહિને કમાણીનું ગણિત જોઈએ તો તેની ગણતરી ખૂબ જ સરળ છે. તમારે જોઈન્ટ એકાઉન્ટ ખોલોવવાનું રહે છે અને તેમાં એક જ વખતમાં રૂ. 15 લાખનું રોકાણ કરવાનું રહેશે. આરીતે ખાતું ખોલાવતા MIS Schemeમાં સરકાર તરફથી અપાઈ રહેલા 7.4 ટકાના વ્યાજદરના હિસાબે તમારી માસિક આવક રૂ. 9,250 નિશ્ચિત થઈ જશે, જે તમને પાકતી મુદત સુધી મળતી રહેશે. આ કમાણી માત્ર વ્યાજથી જ થતી રહેશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
