KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

તહેવારી ખરીદી અને આગામી રવિ પાક નબળો રહેવાની ધારણાથી ધાણાના ભાવમાં ફરી તેજી આવી છે. 22 સપ્ટેમ્બરના ₹13,700થી વાયદાનો ભાવ 12 ઓક્ટોબરે ₹16,340 પ્રતિ ક્વિન્ટલ પાર ગયો, જેથી ટૂંકા ગાળામાં 15-20% સુધી વળતર મળ્યું છે.

kuberanowPublished On : 13 Oct 2026
CORIADER
AI GENERATED

મુંબઈ: તહેવારોની ખરીદી અને આગામી સિઝનમાં રવિ પાક નબળા રહેવાની ધારણાથી ધાણાએ છેલ્લા સપ્તાહમાં નવેસરથી તેજીની રાહ પકડી છે. વાયદામાં ગત 22 સપ્ટેમ્બરે ધાણાનાં ક્વિન્ટલ દિઠ ભાવ 13,700 રૂપિયા બોલાતા હતા જે 12 ઓક્ટોબરે 16,340 રૂપિયાની સપાટી વટાવી ગયા હતા. રોકાણકારોને 20 દિવસના ટૂંકાગાળામાં 15થી 20 ટકાનું માતબર વળતર નસીબ થયું છે.


ગુજરાતમાં વાવેતર દિવાળી બાદ

જામનગર સ્થિત ધાણાનાં હોલસેલ વેપારી પ્રિતેશ નથવાણીએ જણાવ્યું હતું કે હાલમાં અન્ય કૄષિ કોમોડિટીની તેજીની અસર અને તહેવારોની ખરીદીના કારણે ધાણામાં તેજીનો પવન ફૂંકાયો છે. બજારમાં એક વર્ગ છે જે રવિ વાવેતર નબળાં રહેવાની ગણતરી સાથે તેજીની માનસિકતા ધરાવે છે. પરંતુ જમીની હકિકત એ છે કે ગુજરાતમાં ધાણાનાં વાવેતર દિવાળી બાદ શરૂ થશે. જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડિસેમ્બર મહિનામાં વાવેતર શરૂ થશે.


ગુજરાતમાં સિંચાઈની સ્થિતિ મજબૂત

ગુજરાતમાં ધાણાનો પાક લેતા 60% વિસ્તારોમાં હવે નર્મદાની સિંચાઇની સુવિધા ઉપલબ્ધ છે. મધ્યપ્રદેશમાં પાણીની કે અલ નિનોની કોઇ સમસ્યા નથી. તેથી વાવેતર અને નવી સિઝનના પાકનું ચિત્ર જાણવા માટે હજુ બે મહિનાનો સમય છે.


હાજર બજારમાં 12 દિવસમાં ₹1,500નો વધારો

નવી મુંબઇ સ્થિત મસાલા બજારના ધાણાનાં હોલસેલ વ્યાપારી રમેશ પંડ્યાએ જણાવ્યું હતું કે 12 દિવસમાં હાજર બજારોમાં ધાણાનાં ભાવ ક્વિન્ટલ દિઠ 1500 રુપિયા વધ્યા છે. 1 ઓક્ટોબરે ઇગલના ભાવ 16,000 રૂપિયા અને સ્કુટરના ભાવ 17,000 રૂપિયા હતા જે 12 ઓક્ટોબરે અનુક્રમે 17,500 અને 18,500 રૂપિયા બોલાતા હતા. ગુજરાતમાં હાલમાં સરેરાશ દૈનિક 2,500 બોરી, રાજસ્થાનમાં 6,000 બોરી અને મધ્યપ્રદેશમાં 5,000થી 6,000 બોરીની આવક થઈ રહી છે.


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn