KuberaNowLogo
Saturday, 28/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Moong Exports: મગની નિકાસમાં 313%નો ઉછાળો, છતાં ભાવ સ્થિર કેમ? ચીનની ખરીદી અને સરકારી વેચાણ પર નજર

જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન મગની નિકાસ આશરે 313.4% વધી હોવા છતાં હાલ ભાવ સ્થિર છે. ચીનમાં સ્થાનિક ઉત્પાદનની સિઝનથી ભારતીય મગની ખરીદી ધીમી પડી છે, જ્યારે મધ્યપ્રદેશમાં સરકારી જથ્થાનું ઇ-ટેન્ડર મારફતે વેચાણ શરૂ થયું છે.

Kuberanow DeskPublished On : 27 Nov 2026
Moong Exports
Moong ExportsAI Image

Moong Exports: વરસાદની ખેંચના કારણે આસમાને પહોંચેલા કઠોળના ભાવોમાં હજુ મગ બાકાત છે, ચીનની જોરદાર લેવાલીના ટેકે નવ મહિનામાં ભારતની મગની નિકાસમાં 314 ટકા જેટલો ઉછાળો આવ્યો હોવા છતાં બે મહિનાથી ચીનમાં સ્થાનિક મગની સિઝન ચાલતી હોવાથી ભારતની નિકાસને પણ બ્રેક લાગેલી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ સરકારે ઇ- ટેન્ડર દ્વારા મગ વેચવાનું શરૂ કર્યુ હોવાથી મગના ભાવ સ્થિર હોવાનું નિષ્ણાંતો જણાવે છે.

 

વાશી એપીએમસી સ્થિત મગના નિકાસકારોના સપ્લાયર અને હોલસેલ વેપારી જયેશ ભાઇએ જણાવ્યું હતું કે જાન્યુઆરી-2026 થી ઓગસ્ટ-2026 સુધી ચીને મોટાપાયે મગની ખરીદી કરી હતી. પરંતુ સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ચીનમાં સ્થાનિક ઉત્પાદનની સિઝન હોવાથી ભારતમાંથી થતી નિકાસને હાલ તુરંત બ્રેક લાગી છે. ચીનની નવી ખરીદી માર્ચ-2027માં શરૂ થવાની આશા છે.

 

દાણાબજારના કઠોળના બ્રોકર મખ્ખન જૈને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ સરકારે નાફેડ અને એનસીસીએફ જેવી સરકારી એજન્સીઓ મારફતે સરકારે નક્કી કરેલા ક્વિન્ટલ દીઠ 8780 રૂપિયાના ટેકાના ભાવે ખેડૂતો પાસેથી જે માલ લીધો હતો તે હવે ઇ-ટેન્ડર દ્વારા 7200 થી 8300 રૂપિયાની રેન્જમાં વેચવાનું શરૂ કર્યુ છે. અત્યાર સુધીમાં 75 ટન માલ બજારમાં આવ્યો હોવાના અહેવાલ છે. હાલમાં અમેરિકા, યુકે તથા યુરોપમાં ક્વોલિટી માલની છુટક નિકાસ થાય છે આજ રીતે અખાતી દેશોમાં એવરેજ માલની નિકાસ થાય છે. જો કે ભારતની કુલ નિકાસમાં ચીનનો હિસ્સો 70 ટકાથી વધારે હોવાથી ચીની ખરીદી ઉપર ઘણો મદાર રહેલો છે.

 

રાજસ્થાનમાં સપ્ટેમ્બરમાં સિઝન શરૂ થઇ ત્યારે સરકારે ટેકાના ભાવે ખેડૂતોના મગની ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કર્યા હતા. તેથી રાજસ્થાનનાં ભાવ શરૂઆતથી બહુ ઉંચા ખુલ્યા હતા. હવે એકાદ મહિનામાં રાજસ્થાનની સિઝન પુરી થશે. હવે જો રાજ્ય સરકાર રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતોના માલ લેવાનું શરૂ કરે તો ભાવમાં વધારો આવી શકે છે. હાલમાં પોલીશ્ડ સોર્ટેક્ષ મગના ભાવ ક્વિન્ટલ દિઠ 9500 થી 10000 રૂપિયા બોલાય છે. પાણીની ખેંચના કારણે ગુજરાતમાં ઉનાળુ મગનું ઉત્પાદન માંડ 25 ટકા આવવાની ધારણા છે.

 

જાન્યુઆરી થી સપ્ટેમ્બર 2026 સુધીના નવ મહિનાનાં ગાળામાં ભારતે કુલ 2.55 લાખ ટન મગની નિકાસ કરી છે જે 2025નાં આજ સમયગાળામાં 61677 ટનની હતી. નિકાસમાં 1.94 લાખ ટન એટલે કે આશરે 214 ટકાનો વધારો થો છે. એમાંથી ચીનમાં 1.83 લાખ ટન, બાંગ્લાદેશમાં 15263 ટન, યુએઇમાં 11927 ટન, વિયેટનામમાં 10087 ટન, ઇન્ડોનેશિયામાં 7567 ટન અને નેપાળમાં 3300 ટનની નિકાસ નોંધાઇ હતી.


આ પણ વાંચો: Rupee Price : રૂપિયાની રિકવરીને ઝટકો! રૂપિયો ₹92.4450 પર બંધ, ડોલરની માંગ વધી


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn