KuberaNowLogo
Friday, 09/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઓઈલ-ડોલર નરમ પડતાં સોનું 1%થી વધુ ઉછળ્યું

સોનાનો ભાવ વધીને $4,189.99 પ્રતિ ઔંસ, ફેડની વ્યાજદર નીતિ પર બજારની નજર, વ્યાજદર સ્થિર રહેવાની આશા વચ્ચે ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમમાં પણ તેજી જોવા મળી

desk@kuberanowPublished On : 9 Oct 2026
Gold Pice

સોનાના ભાવમાં શુક્રવારે 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા અને અમેરિકન ડોલરની નરમાઈથી સોનાને ટેકો મળ્યો હતો. દરમિયાન બજારની નજર અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવાની સંભાવનાઓ પર છે. શુક્રવારે હાજર બજારમાં સોનું 1.4 ટકા વધીને 4,189.99 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું હતું. આ તેજી સાથે સોનું સાપ્તાહિક તેજી તરફ આગળ વધ્યું છે. બીજીબાજુ ડિસેમ્બર ડિલિવરીવાળા અમેરિકન ગોલ્ડ ફ્યુચર્સમાં પણ 1.4 ટકાની તેજી જોવા મળી અને તે 4,215.30 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરતું જોવા મળ્યું.


ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો સોના માટે રાહતપૂર્ણ

ક્રૂડ ઓઈલના ભાવમાં શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. મધ્ય-પૂર્વમાં ઊર્જા પૂરવઠો અવરોધમાં મૂકાયો હોવાની આશંકાઓ ઘટવાથી ઓઈલ બજાર પર દબાણ થયું. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આગામી મહિને થનારી મિડ ટર્મ ચૂંટણી પહેલા ઈરાન પર હુમલો નહીં કરે. આ સમયે યુદ્ધ સમાપ્ત કરવા અંગે વાતચીત ચાલુ છે, જેથી વૈશ્વિક ઊર્જા બજારો પર અસર જોવા મળી છે.


ઓઈલના ભાવમાં નરમાઈથી મોંઘવારી વધવાની આશંકા કંઈક ઓછી થઈ શકે છે. તેનાથી અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા આ મહિને વ્યાજ દરોને સ્થિર રાખવાની સંભાવનાને બળ મળ્યું છે. નબળા ડોલર અને ઊંચા સ્તરેથી નીચે આવતા બોન્ડ યીલ્ડે પણ સોનાના ભાવમાં સુધાર માટે અનુકૂળ પરિસ્થિતિઓ પેદા કરી.


વરિષ્ટ બજાર વિશ્લેષક નિકોસ ત્ઝાબૂરાસ મુજબ આ પરિસ્થિતિઓથી આ મહિને ફેડ દ્વારા વ્યાજ દરો સ્થિર રાખવાની સંભાવના મજબૂત થઈ છે. તેનાથી ડોલર પર દબાણ વધ્યું છે અને બોન્ડ યીલ્ડમાં નરમાઈ આવે છે, જે સોનાના ભાવમાં રિકવરી માટે અનૂકળ છે. અમેરિકન ડોલર નબળો થાય છે તો ડોલરમાં કિંમત નિશ્ચિત થતી હોય તેવું સોનું અન્ય ચલણોના ધારકો માટે સસ્તુ થઈ જાય છે. તેનાથી તેની માગને સમર્થન મળે છે.


અન્ય કિંમતી ધાતુઓમાં પણ તેજી

સોના સિવાય અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ચાંદી 1.7 ટકા વધીને 60.36 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. પ્લેટિનમ 3.4 ટકાની તેજી સાથે 1,690.49 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. પેલેડિયમ 3.7 ટકા ઉછળીને 1,162.18 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચ્યું હતું.


હાલ નબળા ડોલર અને ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈથી સોનાને ટેકો મળ્યો છે. જોકે, અમેરિકન ફેડની વ્યાજ દરની નીતિ, મોંઘવારીનું દબાણ અને ઊંચા બોન્ડ યીલ્ડ આગળ સોનાની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વ્યાજદરમાં વધારાની આશંકા મજબૂત થશે તો સોનાની તેજી પર ફીથી દબાણ આવી શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn