KuberaNowLogo
Thursday, 01/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

Gold silver price today : વ્યાજદર સ્થિર રહેવાની આશામાં સોના-ચાંદીમાં ઊછાળો, જાણો આજે તમારા શહેરમાં શું છે ભાવ?

Comex પર સોના વાયદો 4,200 ડોલર, ચાંદી વાયદો 61.40ના સ્તરે, MCX પર સોનું રૂ. 1,50,428 જ્યારે ચાંદી રૂ. 2,26,331ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે

desk@kuberanowPublished On : 1 Oct 2026
Gold Silver Price today 1
AI Generated Image

અમદાવાદ : અમેરિકામાં મોંઘવારીના આંકડા અપેક્ષા કરતાં નરમ આવ્યા છે. આથી, ફેડરલ રિઝર્વની ઓક્ટોબરની બેઠકમાં વ્યાજદર યથાવત્ રહેવાની સંભાવના વધી ગઈ છે, જેથી સોનાને ટેકો મળ્યો છે. એવામાં શુક્રવારે 1 ઓક્ટોબરે સોના અને ચાંદીના વાયદાના ભાવની શરૂઆત તેજીમય રહી. વૈશ્વિક બજાર Comex પર સોના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 4,200 ડોલર નજીક અને ચાંદી વાયદો પ્રતિ ઔંસ 61.40ના સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા. ઘરેલુ બજાર MCX પર આ સમાચાર લખાય છેત્યારે સોનાના વાયદાનો ભાવ રૂ. 1,50,428 જ્યારે ચાંદી વાયદાનો ભાવ રૂ. 2,26,331ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.


MCX પર સોના અને ચાંદી ચમક્યા

સોના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 607ની તેજી સાથે રૂ. 1,49,643ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 1,49,036 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.93 ટકાના ઊછાળા રૂ. 1,50,428ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. સોનાના વાયદાએ આ વર્ષે રૂ. 1,80,779નું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું હતું.


ચાંદીના વાયદાા ભાવની શરૂઆત પણ ઊછાળા સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 2,828ની તેજી સાથે રૂ. 2,26,534ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 2,23,706 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 1.17 ટકાના ઉછાળા સાથે રૂ. 2,26,331ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. ચાંદીના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ.4,20,048ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.


આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની હાલત

આંતરરાષ્ટ્રીય બજાર Comex પર સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. Comex સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,190.10 ડોલરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,186.70 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનાનો ભાવ 0.73 ટકા વધીને 4,217 ડોલર છે. સોનાએ આ વર્ષે 5,586.20 ડોલરનું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું હતું. Comex પર ચાંદીના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 60.77 ડોલરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ 60.56 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટનો ભાવ 1.71 ટકાના ઊછાળા સાથે 61.60ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.


ઈન્ડિયન બુલિયન એસોસિએશનના ડેટા મુજબ ભારતમાં રિટેલ બજારમાં સોના-ચાંદીના ભાવ જોઈએ તો ગુરુવારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,49,590 જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,37,124 હતો. ચાંદી (999 ફાઈન)નો ભાવ પ્રતિ કિલો રૂ. 2,25,920 હતો.


સોના-ચાંદીમાં તેજીનું કારણ

અમેરિકામાં મોંઘવારીના આંકડા નીચા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ ઓક્ટોબરમાં યોજાનારી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવાનું ટાળી શકે છે. બીજીબાજુ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવની સ્થિતિ વકરી છે. જુલાઈમાં યુદ્ધવિરામ પડી ભાંગ્યા બાદ બંને પક્ષો વચ્ચે ગયા સપ્તાહે પહેલી પરોક્ષ વાટાઘાટો યોજાઈ હતી, જે નિષ્ફળ રહી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ માટે ઈરાનની શરતો માનવાનો ઈનકાર કરી દીધો હતો અને ફરી કહ્યું કે વોશિંગ્ટને ઈરાન સામે વધુ આકરા સૈન્ય પગલાં લેવા અથવા સોદો કરવાનો વિકલ્પ પસંદ કરવાનો છે. અમેરિકા અને ઈરાનનો તણાવ વધવાથી પણ સોના-ચાંદીને ટેકો મળ્યો છે.


સોના-ચાંદીને ટેકો

સોનાને હાલ રૂ. 1,48,255ના સ્તરે ટેકો મળી રહ્યો છે. આ સ્તરની નીચે ટકાઉ ઘટાડો આવતા ભાવ રૂ. 1,47,470 સુધી જઈ શકે છે. ઉપરની તરફ રૂ. 1,50,460નો રેઝિસ્ટન્સ છે. તેનાથી ઉપર ટકી રહેતા સોનાનો ભાવ રૂ. 1,51,880 સુધી પહોંચી શકે છે. ચાંદીને હાલમાં રૂ. 2,22,240ના સ્તરે ટેકો મળ્યો છે. આ સ્તરથી નીચે ટકાઉ ઘટાડો આવતા કિંમત રૂ. 2,20,775 સુધી જઈ શકે છે. ઉપરની તરફત રૂ. 2,26,430ના સ્તરે રેઝિસ્ટન્સ છે. આ સ્તરથી ઉપર નિર્ણાયક તેજી આવતા ચાંદીનો ભાવ રૂ. 2,29,155ના સ્તર સુધી પહોંચી શકે છે.


દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,290/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,850/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,970/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,40,000/1 કિલો


નવી દિલ્હી

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,390/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,940/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,12,040/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,35,000/1 કિલો


મુંબઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,240/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,800/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,930/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,35,000/1 કિલો


કોલાકાતા

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,240/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,800/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,930/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,35,000/1 કિલો


ચેન્નઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,570/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,37,110/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,12,180/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો

(સ્રોત : ગ્રો વેબસાઈટ)


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. IPOમાં રોકાણકારોએ નહીં... આ લોકોએ કમાયા કરોડો! જાણો કોણ છે અસલી વિજેતા
  2. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
  3. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 5% ઉછળ્યો; વધારા પાછળનું કારણ શું
  4. Opening Bell: શેરબજારની નબળી શરૂઆત; સેન્સેક્સ, નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા

Economy

See more
  1. મેન્યુફેક્ચરિંગ સેક્ટરે દેખાડ્યું દમ, ઉત્પાદન 7.81% વધ્યું
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
  4. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM