KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold silver price today : વ્યાજદરમાં વધારાની આશાએ સોના-ચાંદી દબાણ હેઠળ, જાણો આજે તમારા શહેરમાં શું છે ભાવ?

ચાંદીના વાયદાના ભાવની શરૂઆત સુસ્ત રહી, MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 743ના ઘટાડા સાથે રૂ. 2,35,152 પર ખૂલ્યો

KuberaNow
desk@kuberanowPublished On : 24 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gold Silver Price
AI Generated Image

અમદાવાદ : અમેરિકામાં ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિઓના અપેક્ષા કરતા સારા આંકડાએ મોંઘવારીની ચિંતા વધારી અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની અપેક્ષાઓને મજબૂત કરી છે, જેથી સોના અને ચાંદીના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજાર Comex પર સોના વાયદાના ભાવ ઘટીને પ્રતિ ઔંસ 4,320 ડોલર રહ્યો જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 64.50ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. ઘરેલુ બજાર MCX પર આ સમાચાર લખાતી વખતે પાંચ ઓક્ટોબર ડિલિવરી માટે સોના વાયદાનો ભાવ 0.16 ટકા ઘટીને રૂ. 1,51,055 તથા ચાંદી 0.27 ટકા ઘટીને 2,35,259ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. ગુરુવારે સોના અને ચાંદીના વાયદાના ભાવ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.


સોનાના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ઓક્ટોબર કોન્ટ્રાક્ટ 51 રૂપિયાની તેજી સાથે રૂ. 1,51,350ના ભાવે ખૂલ્યો હતો.પાછલો બંધ ભાવ 1,51,299 રૂપિયા હતો. જોકે, આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 295 રૂપિયાના ઘટાડા સાથે રૂ. 1,51,055ના ભાવે ટ્રેડ થયો હતો. સોનાના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,80,779ના સ્તરે સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યો છે.


ચાંદીના વાયદાના ભાવની શરૂઆત સુસ્ત રહી છે. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 743 રૂપિયાના ઘટાડા સાથે રૂ. 2,35,152 રૂપિયા પર ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 2,35,895 હતો. સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ રૂ. 107ના ઘટાડા સાથે રૂ. 2,35,259ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ના સ્તરને સ્પર્શ કર્યો છે.


આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી નરમાઈ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ નરમાઈ સાથે ટ્રેડ કરી રહ્યા છે. Comex પર સોનું પ્રતિ ઔંસ રૂ. 4,324.40ના ભાવે ખૂલ્યું. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,318.40 ડોલર હતો. સમાચાર લખાય છે ત્યારે સોનું 6.60 ડોલરના ઘટાડા સાથે 4,311.80ના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. સોનાના ભાવે આ વર્ષે 5,586.20 ડોલરના ભાવે સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું છે. Comex પર ચાંદી વાયદાનો ભાવ 64.91 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ 64.96 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે ચાંદીનો ભાવ 0.484 ડોલરના ઘટાડા સાથે પ્રતિ ઔંસ 64.480 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી વાયદાએ આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.


ભારતીય બુલિયન વાયદા બજારમાં 24 સપ્ટેમ્બરની શરૂઆત નબળા વલણ સાથે થઈ. સોનાના ઘટાડાનું એક કારણ કોન્ટ્રાક્ટ રોલઓવર પણ છે. ઓક્ટોબર કોન્ટ્રાક્ટની 5 ઓક્ટોબરે સમાપ્તી પહેલા તેમાં ઓપન ઈન્ટરેસ્ટ 9.47 ટકા ઘટ્યો હતો. ડિસેમ્બર સોનામાં ઓપન ઈન્ટરેસ્ટ 7.17 ટકા વધ્યો. તેનાથી સંકેત મળે છે કે ટ્રેડર નજીકની મુદતવાળા કોન્ટ્રાક્ટથી પોતાની પોઝીશન ઘટાડીને આગળના કોન્ટ્રાક્ટમાં જઈ રહ્યા છે.


ચાંદીની સ્થિતિ વધુ સારી નથી. તેની કિંમત ઘટવાની સાથે ઓપન ઈન્ટરેસ્ટ 9.62 ટકા વધી છે. આ નવી મંદીવાળી પોઝીશન બનવાનો સંકેત છે. ટૂંકા સમયમાં તેમાં કારોબાર કરવો હજુ પણ વધુ પડકારપૂર્ણ છે. ડોલર ઈન્ડેક્સના 100.87 સુધી મજબૂત થવા સાથે હાજર સોનું અંદાજે પ્રતિ ઔંસ 4,300 ડોલર સુધી ઘટ્યું હતું. અમેરિકામાં એકતરફ વ્યાજદરમાં વધારાની આશાથી વ્યાજદર વિનાની સંપત્તિઓની માગ પર અસર થઈ છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવથી બુલિયનને ભૂ-રાજકીય સમર્થન મળી રહ્યું છે, પરંતુ તેનાથી મોંઘવારીનું જોખમ પણ વધી જાય છે અને આકરી નાણાં નીતિની સંભાવના મજબૂત થાય છે.


ગ્રો વેબસાઈટ મુજબ દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,730/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,000/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,550/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,50,000/1 કિલો


નવી દિલ્હી

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,830/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,090/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,620/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,60,000/1 કિલો


મુંબઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,680/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,39,960/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,510/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


કોલાકાતા

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,680/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,39,960/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,510/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


ચેન્નઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,730/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,000/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,550/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,50,000/1 કિલો

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  2. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  3. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો
  4. મલ્ટિબેગર રિટર્ન આપ્યા બાદ ESDS Softwareના શેરમાં કેમ લાગી લોઅર સર્કિટ

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM