KuberaNowLogo
Saturday, 19/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold and Silver Price Today : સોના-ચાંદીમાં રૂ.2600ની તેજી, જાણો આજે તમારા શહેરમાં શું છે ભાવ?

અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં વધારો કર્યા પછી સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે ત્યારે રીટેલ બજારમાં શુક્રવારે સવારે કિંમતી ધાતુઓના ભાવમાં ઊછાળો નોંધાયો છે

KuberaNow
desk@kuberanowPublished On : 18 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gold Silver Price today 18
AI Generated Image

અમદાવાદ : સાઉદી અરબે પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન મારફત ઓઈલનો પૂરવઠો ફરી શરૂ કરવાનો પ્રયત્ન કરવા વચ્ચે સમાચાર આવ્યા છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહે ખાડી દેશોના નેતાઓને મળવાના છે. બીજીબાજુ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધાર્યા પછી પણ સોના અને ચાંદીના ભાવ ઘટવાના બદલે ઊછળ્યા છે. શુક્રવારે સોના અને ચાંદીના ભાવ પ્રારંભિક કારોબાર સમયે મજબૂત સાથે ટ્રેડ થયા હતા. વૈશ્વિક બજાર Comex પર સોના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 4,000 ડોલરની નજીક જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 66.60 ડોલર નજીક ટ્રેડ કરી રહ્યા છે. ઘરેલુ બજાર MCX પર સોના વાયદાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,53,000 રૂપિયા જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ 1 કિલો 2,39,250 રૂપિયા નજીક ટ્રેડ થઈ રહ્યા છે. ગ્રો વેબસાઈટ મુજબ રિટેલ બજારમાં સોનાના ભાવ 2600 રૂપિયા જેટલો ઊછળીને 1,54,420ના સ્તરે જ્યારે ચાંદીનો ભાવ 203 રૂપિયા ઊછળીને પ્રતિ કિલો 2,50,000ના સ્તરે પહોંચ્યો હતો.


MCX સોનું નીચામાં ખૂલ્યા પછી ઉછળ્યું

શુક્રવારે બજાર ખૂલતા સોનાના વાયદા ભાવની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ઓક્ટોબર કોન્ટ્રાક્ટ 731 રૂપિયાના ઘટાડા સાથે રૂ. 1,52,250ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 1,52,981 હતો. જોકે, આ સમાચાર લખાય છે ત્યારે સોનાનો ભાવ 0.58 ટકા વધીનેરૂ. 1,53,872ના સ્તરે પહોંચ્યો છે. સોનાના વાયદાના ભાવે આ વર્ષે 1,80,779 રૂપિયાના ભાવ પર સર્વોચ્ચ સપાટી બનાવી હતી.


MCX પર સોનાથી વિપરિત ચાંદીના વાયદાના ભાવની શરૂઆત તેજીવાળી રહી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 273 રૂપિયાની તેજી સાથે 2,38,478ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ 2,38,205 રૂપિયા હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 1.13 ટકા વધીને રૂ. 2,40,887ના સ્તરે પહોંચ્યો છે. ચાંદીએ સવારના પ્રારંભિક કારોબારમાં 2,38,173 રૂપિયાના નીચલા સ્તરે સ્પર્શ કર્યો હતો. આ વર્ષે ચાંદીના વાયદાના ભાવે પ્રતિ કિલો રુ. 4,20,048ના ઉપલા સ્તરને સ્પર્શ કર્યું છે.


આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટાડા, ચાંદી તેજી સાથે ખૂલ્યા

આંતરરાષ્ટ્રીય બજારમાંસોનાના વાયદાના ભાવમાં ઘટાડો જ્યારે ચાંદીમાં તેજી સાથે કારોબાર થયાછે. Comex પર સોનું પ્રતિ ઔંસ 4,381.60 ડોલરના ભાવે ખૂલ્યું હતું. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,399.70 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનાનો ભાવ 31.50ની તેજી સાથે 4,431.10 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. Comex પર ચાંદી વાયદાનો ભાવ 65.79 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ 66.09 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે ચાંદી 1.24ની તેજી સાથે પ્રતિ ઔંસ 67.335 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીએ આ વર્ષે 121.79 ડોલરની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.


ભૂ-રાજકીય અનિશ્ચિતતા, ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારા જેવી ઘટનાઓના પગલે ઘરેલુ રિટેલ બજારમાં શુક્રવારે સવારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 2571 વધીને 1,54,420 રૂપિયા થયો હતો જ્યારે 22 કેરેટનો ભાવ 2360 વધીને રૂ. 1,41,550 તથા 18 કેરેટ સોનાનો ભાવ 1930 વધીને રૂ. 1,15,820ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.


ગ્રો વેબસાઈટ મુજબ દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,470/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,600/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,15,850/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,50,000/1 કિલો


નવી દિલ્હી

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,570/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,690/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,15,930/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


મુંબઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,420/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,550/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,15,820/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


કોલાકાતા

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,420/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,550/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,15,820/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


ચેન્નઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,830/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,090/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,620/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,49,900/1 કિલો

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. HDFC Bank 2.5 ટકા વધતાં બેન્ક નિફટી ઊચકાયો
  2. BSE સેન્સેક્સ CASના લીધે આંચકાજનક રીતે ફ્લેટ બંધ, નિફ્ટી વધીને બંધ આવ્યો
  3. Jefferies Buy Rating: Adani ગ્રુપની 4 કંપનીઓ પર Jefferiesનો બુલિશ વ્યૂ, 49% સુધીના ઉછાળાની શક્યતા
  4. શાપૂરજી પલોનજી ગ્રુપના વડાએ ટાટા સન્સનું લિસ્ટિંગ કરાવવાના રિઝર્વ બેન્કના નિર્ણયને આવકાર્યો

Economy

See more
  1. ડાયરેક્ટ ટેક્સ કલેકશન્સમાં 13%નો વધારો, સપ્ટેમ્બર મધ્યાંતર સુધી ₹12.12 લાખ કરોડની આવક
  2. Moody’sએ ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ 7% કર્યો
  3. RBIએ બજારમાંથી ₹50,000 કરોડની વધારાની લિક્વિડિટી ખેંચી
  4. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. આયુષ્માન કાર્ડ અપડેટ કરતા પહેલા આ 5 વાતો જાણો
  2. Gold Investment : સોનું રૂ. 3.20 લાખને પાર જશે, કોણે કરી આગાહી?
  3. EPFO: કર્મચારી બેરોજગાર થાય તો કેટલી રકમ PFમાંથી ઉપાડી શકશે
  4. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM