KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી

ડોલરની મજબૂતીથી વૈશ્વિક બુલિયન માર્કેટ પર દબાણ વધ્યું અને સોના-ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી. MCX પર સોનું ₹1,49,450 અને ચાંદી ₹2,22,650 નજીક ટ્રેડ થઈ રહ્યા છે

desk@kuberanowPublished On : 13 Oct 2026
Gold Silver 13
AI generated

ડોલર મજબૂત થવાથી મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. વૈશ્વિક બજાર Comex પર સોનાના વાયદાના ભાવ 4,208 ડોલર પ્રતિ ઔંસ નજીક જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 60.64 ડોલરની નજીક ટ્રેડ કરી રહ્યા હતા. ઘરેલુ બજાર MCX પર સમાચાર લખાતી વખતે સોના વાયદાના ભાવ રૂ. 1,49,333 તથા ચાંદી વાયદાના ભાવ રૂ. 2, 22,449ના સ્ટરે ટ્રેડ થઈ રહ્યા છે.


ઘરેલુ બજારમાં સોનામાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો

ઘરેલુ બજારમાં સોના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ હતી.MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 110ની તેજી સાથે રૂ. 1,49,653ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,49,543 હતો. જોકે, સોનું સવારે 10.17 કલાકે 1,49,988ની ટોચેથી ગગડ્યું હતું. આ સમાચાર લખાય છે ત્યારે સોનાના ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 109ની નરમાઈ સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,49,434ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાના વાયદાના ભાવે આ વર્ષે રૂ. 1,80,779ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કરી લીધો હતો.


ચાંદીના વાયદામાં પણ સુસ્તી જોવા મળી

ઘરેલુ બજારમાં ચાંદીના વાયદાના ભાવની શરૂઆત તેજીવાળી રહી હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 28ની તેજી સાથે રૂ. 2,22,905ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ કિલો રૂ. 2,22,877 હતો. ચાંદી સવારે 9.38 કલાકે રૂ. 2,23,418ની ટોચે પહોંચી હતી, જ્યાંથી તેમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. આ લખાય છે ત્યારે ચાંદી રૂ. 236ના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 2,22,641ના સ્તરે ટ્રેડ થઈ રહી છે. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ના સ્તરે સર્વોચ્ચ સપાટી સ્પર્શ કરી હતી.


વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં તેજી

આંતરરાષ્ટ્રીય બજાર Comexમાં સોના અને ચાંદીના વાયદાના ભાવમાં તેજી આવી છે. Comex પર સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,195.50 ડોલરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,190.60 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનું 0.42 ટકાના સાધારણ વધારા સાથે રૂ. 4,208.30ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના ભાવે આ વર્ષે 5,586.20 ડોલરના સ્તરે સર્વોચ્ચ સપાટી સ્પર્શ કરી હતી.


Comex પર ચાંદીના વાયદાનો ભાવ 60.55 ડોલરે ખૂલ્યો હતો.પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 60.51 ડોલર હતો. સમાચાર લખાય છે ત્યારે ચાંદી ડિસેમ્બર કોન્ટ્રાક્ટનો ભાવ 0.42 ટકાના ઉછાળા સાથે પ્રતિ ઔંસ 60.765 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીએ આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કરી લીધી હતી.


સોના અને ચાંદી પર વેચવાલીનું દબાણ

સોનામાં નવેસરથી વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આ સમયે ઓપન ન્ટરેસ્ટ 5.82 ટકા વધીને 17,065 કોન્ટ્રાક્ટ પર પહોંચી ગયો છે જ્યારે કિંમતોમાં રૂ. 1,956નો ઘટાડો જોવા મળ્યો છે. સોનાને રૂ. 1,48,605ના સ્તરે સપોર્ટ મળી શકે છે. ત્યાર પછી આગામી સપોર્ટ રૂ. 1,47,665 પર છે જ્યારે પ્રતિકારક સ્તર રૂ. 1,51,040 પર છે. આ સ્તરથી ઉપર સતત ટકી રહેતા કિંમતો રૂ. 1,52,535 સુધી પહોંચી શકે છે. આ સપોર્ટ તૂટતા ઘટાડો વધુ નીચે જઈ શકે છે.


ટેનિકલ રૂપે ચાંદીમાં પણ નવેસરથી વેચવાલીનું દબાણ છે. ઓપન ઈન્ટરેસ્ટ 4.24 ટકા વધીને 17,605 કોન્ટ્રાક્ટ પર પહોંચી ગયો છે જ્યારે કિંમતોમાં રૂ. 2,878નો ઘટાડો આવ્યો છે.ચાંદીને રૂ. 2,21,735ના સ્તરે સપોર્ટ મળી શકે છે. ત્યાર પછી આગામી સપોર્ટ રૂ. 2,20,585 પર છે જ્યારે પ્રતિકારક સ્તર રૂ. 2,24,950ના સ્તરે છે.આ સ્તરથી ઉપર સતત ટકતા ભાવ રૂ. 2,27,015 સુધી પહોંચી શકે છે. આ સપોર્ટ તૂટતા ઘટાડાનું વર્તમાન વલણ વધુ મજબૂત થઈ શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn