Sugar Price: તહેવારો વચ્ચે ખાંડના ભાવ કાબૂમાં રાખવા સરકારનો મોટો નિર્ણય, બીજા પખવાડિયા માટે 16 લાખ ટનનો ક્વોટા
કેન્દ્ર સરકારે 16થી 31 ઓક્ટોબર માટે 16 લાખ ટન ખાંડનો ક્વોટા જાહેર કર્યો છે. આ સાથે ઓક્ટોબરનો કુલ ક્વોટા 30 લાખ ટન થયો છે, છતાં જથ્થાબંધ બજારમાં M-30 ખાંડના ભાવ હજુ ₹5,100થી ₹5,250 પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે.

મુંબઈ: કેન્દ્ર સરકારે 16 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી એટલે કે ઓક્ટોબરના બીજા પખવાડિયા માટે કુલ 16 લાખ ટન ખાંડનો ક્વોટા જાહેર કર્યો છે. આ સાથે ઓક્ટોબર મહિનાનો કુલ ક્વોટા 30 લાખ ટનનો થયો છે. આ અગાઉ સપ્ટેમ્બર માટે પણ સરકારે 26.50 લાખ ટનનો ક્વોટા ફાળવીને સરકારે રિટેલ બજારમાં ભાવને કાબુમાં લાવવાનો પ્રયાસ કયો હતો.
એક મહિનાનો 30 લાખ ટનનો ક્વોટો
બજારના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે એક મહિનામાં 30 લાખ ટનનો ક્વોટા અત્યાર સુધીનો સૌથી વધારે છે. તહેવારોમાં ખાંડના ભાવ કંટ્રોલમાં રાખવાના લાખ પ્રયાસો છતાં અલ્પકાલિન ઘટાડા બાદ ફરી ભાવ વધી રહ્યા છે.
16 લાખ ટનમાં કોને કેટલો જથ્થો?
મુંબઇ સ્થિત ખાંડનાં અગ્રણી નિકાસકાર પ્રફૂલ વિઠલાણીએ તહેવારોના સમયમાં જ સરકાર દ્વારા વધારે ખાંડ રિલીઝ કરવાના નિર્ણયને આવકારીને જણાવ્યું હતું કે કુલ 16 લાખ ટનમાંથી 14 લાખ ટન સ્થાનિક ખાંડનાં સ્ટોક માટે અને બે લાખ ટન આયાતી ખાંડ માટે ફાળવવામાં આવ્યો છે. સરકારના જાહેરનામામાં જણાવ્યા મુજબ મિલોને ઓક્ટોબર મહિનાનાં પ્રથમ પખવાડિયાના મહિનાના બાકી રહી ગયેલા કોઇ ક્વોટાનો ઉપયોગ કરવા નહી મળે. સામાપક્ષે હાલમાં જાહેર કરેલા ક્વોટાનો ઉપયોગ મીલો વહેલો એટલે 13 ઓક્ટોબરથી વાપરવાનું શરૂ કરી શકશે.
આ પણ વાંચો: Gold Silver Price Today : ઓઈલ સસ્તું થતાં સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે તેજી પછી બ્રેક
તહેવારોની ખરીદીથી માંગ મજબૂત
બોમ્બે શુગર મર્ચન્ટસ એસોસિએશનના પ્રમુખ અશોક જૈને જણાવ્યું હતું કે સરકારના ભાવને કાબૂમાં રાખવાના પ્રયાસો સાચી દિશામાં છે. બે મહિનામાં 56.50 લાખ ટન ખાંડની ભારતમાં ઉપલબ્ધિ થાય તો પુરવઠાની ખેંચ ઉભી થવાની શક્યતા રહેતી નથી. જો કે એક વાત સાચી છે કે આજે પણ હોલસેલ બજારમાં એમ-30 ખાંડનાં ભાવ ક્વિન્ટલ દિઠ 5100થી 5250 રૂપિયા બોલાતા હતા. હાલમાં તહેવારોની ખરીદી પુરબહાર ચાલી રહી છે. હવે સેમી-રિટેલરો અને રિટેલરો ખરીદી કરી રહ્યા હોવાના અહેવાલ છે. વળી વૈશ્વિક ભાવની તુલનાએ ભારતમાં ખાંડના ભાવ નીચા છે, આગામી સિઝન નબળી છે અને આગળ પુરવઠો ઘટવાનો ડર છે. સરકાર હાલની સ્થિતીને ધ્યાનમાં રાખીને પગલાં લે છે જ્યારે બજાર લાંબાગાળાની વૈશ્વિક પરિસ્થતીના આધારે ચાલતું હોવા સંકેત મળે છે.
Also Read

સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી

દાળ પણ હવે મોંઘીદાટ! તુવેર દાળના ભાવમાં કિલોએ ₹30નો વધારો

Gold Silver Price Today : ઓઈલ સસ્તું થતાં સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે તેજી પછી બ્રેક

Crude Oil Price: રશિયન ડીઝલ સપ્લાયની આશાએ ક્રૂડમાં ઘટાડો

ચારોળીમાં તહેવારોની ઘરાકી શરૂ: પાક 20 ટકા વધારે હોવાથી ભાવ ઘટ્યા



