KuberaNowLogo
Tuesday, 29/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

ખાંડની નિકાસ પર લાગશે બ્રેક! શેરડીનો પાક ઘટતાં ભારત બની શકે આયાતકાર

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શેરડીના પાકને નુકસાનની શક્યતાને કારણે આગામી સિઝનમાં ભારતની ખાંડ નિકાસ પર અસર પડી શકે છે. ISMAએ વધારાની ખાંડની ઉપલબ્ધતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

KuberaNow
kuberanowPublished On : 29 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Sugar
AI GENERATED

મુંબઈ: સ્થાનિક બજારમાં ખાંડના પુરવઠાની ખેંચ અને અલ નીનોની અસરના કારણે શેરડીના ઉત્પાદનમાં ઘટાડાના કારણે આગામી સિઝનમાં ભારતના સાકર કારખાનાઓને દેશવાસીઓ માટે ખાંડનું ઉત્પાદન કરવામાં જ કમર કસવી પડે તેવી સ્થિતી છે. આવા સંજોગોમાં ભારત ખાંડની નિકાસ કરે તેવા સંજોગો બહુ ધુંધળા હોવાનું ઔદ્યોગિક સંસ્થા ઇસ્માએ જણાવ્યું છે.


ઇન્ડિયન શુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચર્સ એસોસિએશન (ISMA)ના જણાવ્યા અનુસાર, આગામી સિઝનમાં ભારતીય ખાંડ મિલો માટે પ્રથમ પ્રાથમિકતા સ્થાનિક વપરાશ માટે પૂરતો પુરવઠો જાળવવાની રહેશે. આવી સ્થિતિમાં ભારત નિકાસ માટે વધારાની ખાંડ ઉપલબ્ધ કરાવી શકે તેવી શક્યતા ઓછી છે. ISMAના ડાયરેક્ટર જનરલ દીપક બાલાણીએ જણાવ્યું કે હાલમાં શેરડીના ઉત્પાદન અંગે સર્વે ચાલી રહ્યો છે અને ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં પાકની વાસ્તવિક સ્થિતિનું ચિત્ર સ્પષ્ટ થશે. જોકે, હાલના અહેવાલો મુજબ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શેરડીના પાકને નુકસાન થયું છે.


મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દુષ્કાળની અસર

ઉલ્લેખનીય છે કે બે સપ્તાહ અગાઉ કર્ણાટક સરકારે રાજ્યનાં 100 જેટલા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. વળી મહારાષ્ટ્ર સરકારે પણ હાલમાં 265 તાલુકાને એટલે કે રાજ્યનાં આશરે 75 ટકા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આગામી સિઝનમાં વધારાનો પુરવઠો તો ઠીક પણ કદાચ સ્થાનિક વપરાશ માટે પણ વધારાની આયાત કરવી પડે તેવા સંજોગો છે.


આ પણ વાંચો: કોપરના ભાવમાં આવી શકે છે 50%નો ઉછાળો! Deutsche Bankનો તેજીમય અંદાજ


ભારતે આયાતનો વિકલ્પ ખુલ્લો રાખ્યો

યાદ રહે કે સરકારે 10 લાખ ટન રૉ સુગરની આયાતની પરવાનગી આપી છે. જેમાંથી આઠ લાખ ટનની આયાતને DGFTની મંજૂરી પણ મળી ગઇ છે. જો કે વૈશ્વિક બજારમાંથી વધારે ખાંડની આયાત કરવામાં કેવા ભાવે પડતર થાય છે તે જોવાનું રહેશે. સ્થાનિક બજારમાં હવે ફરી પાછા ખાંડનાં ભાવ વૈશ્વિક ભાવોની સરખામણીએ નીચા આવી ગયા છે. તેથી વધુ આયાત કરીને સ્થાનિક બજારમાં મોંઘી ખાંડ વેચાવી મુશ્કેલ બનશે.


બ્રાઝિલથી આયાત શરૂ

બ્રાઝિલથી આયાત કરવામાં આવેલી ખાંડના કેટલાક વેસલ ભારત પહોંચી ગયા હોવાના અહેવાલ છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર મહિના માટે સરકાર 23થી 25 લાખ ટન ખાંડનો ક્વોટા જાહેર કરે તેવી શક્યતા છે.


આ પણ જુઓ

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. એક ફંડમાં આખા શેરબજારમાં રોકાણ! Aditya Birla AMCનો નવો ઇન્ડેક્સ ફંડ લોન્ચ
  2. Closing Bell: સતત બીજા દિવસે બજારમાં ઘટાડો; સેન્સેક્સ 243 પોઈન્ટ લપસ્યો,નિફ્ટી 22,716 પર બંધ
  3. Coforgeના શેરમાં ઉછાળો, JPMorganએ આપ્યું ‘Overweight’ રેટિંગ
  4. સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 22,600ની નીચલી સપાટીએ

Economy

See more
  1. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
  2. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  3. ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
  4. તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM