KuberaNowLogo
Tuesday, 29/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

તહેવારો પહેલાં ખાંડ સંકટ! શેરડીનું ઉત્પાદન ઘટતાં નિકાસ પર બ્રેક

ભારતમાં આગામી ખાંડ સિઝનમાં નિકાસની સંભાવનાઓ ઘટી શકે છે. ISMAના જણાવ્યા અનુસાર કર્ણાટક અને મહારાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિના કારણે શેરડીના ઉત્પાદન પર અસર પડી શકે છે.સરકારે 10 લાખ ટન રૉ સુગર આયાતની મંજૂરી આપી છે, જેમાંથી 8 લાખ ટન માટે DGFTની મંજૂરી મળી ચૂકી છે.

KuberaNow
desk@kuberanowPublished On : 29 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
SUGAR
શેરડીનો પાક ઘટ્યો, ખાંડની ચિંતા વધીAI Generated Image

ભારતમાં આગામી ખાંડ સિઝન માટે સ્થાનિક પુરવઠાને લઈને ચિંતા વધી રહી છે. શેરડીના ઉત્પાદન પર અસર થવાના અહેવાલો વચ્ચે ઇન્ડિયન શુગર એન્ડ બાયોએનર્જી મેન્યુફેક્ચર્સ એસોસિએશન (ISMA)નું કહેવું છે કે આગામી સિઝનમાં ભારત માટે ખાંડની નિકાસની સંભાવના ખૂબ ઓછી રહી શકે છે.


શેરડીના પાકમાં ઘટાડાની આશંકા

ISMAના ડાયરેક્ટર જનરલ દીપક બાલાણીએ જણાવ્યું કે સંસ્થા હાલમાં શેરડીના ઉત્પાદનનો સર્વે કરી રહી છે, જેનું વધુ સ્પષ્ટ ચિત્ર ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં સામે આવશે. તેમણે જણાવ્યું કે હાલમાં ચોક્કસ અનુમાન લગાવવું મુશ્કેલ છે, પરંતુ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં અલ નીનોની અસર અને દુષ્કાળ જેવી સ્થિતિના કારણે શેરડીના પાકને નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ સ્થિતિને જોતા આગામી સિઝનમાં ભારત પાસે નિકાસ માટે વધારાની ખાંડ ઉપલબ્ધ રહેવાની શક્યતા ઓછી હોવાનું અનુમાન છે.


મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દુષ્કાળની અસર

કર્ણાટક સરકારે રાજ્યના લગભગ 100 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે 265 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે, જે રાજ્યના લગભગ 75 ટકા વિસ્તારને આવરી લે છે. ISMAના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં વધારાના પુરવઠાની જગ્યાએ સ્થાનિક વપરાશ માટે પણ આયાતની જરૂરિયાત ઊભી થઈ શકે છે.


10 લાખ ટન રૉ સુગર આયાતને મંજૂરી

સ્થાનિક બજારમાં પુરવઠો જાળવવા સરકારે 10 લાખ ટન રૉ સુગરની આયાતની મંજૂરી આપી છે. આમાંથી 8 લાખ ટનની આયાતને ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા મંજૂરી મળી ચૂકી છે. જો કે, વધુ આયાત કરવામાં આવશે કે નહીં તે વૈશ્વિક બજારના ભાવ અને આયાત પડતર પર આધારિત રહેશે.


બ્રાઝિલથી ખાંડના જહાજો પહોંચ્યા

સ્થાનિક બજારમાં ખાંડના ભાવ વૈશ્વિક ભાવોની સરખામણીએ નીચા આવ્યા હોવાથી મોંઘી આયાત કરવી મુશ્કેલ બની શકે છે. હાલમાં બ્રાઝિલથી આયાત કરવામાં આવેલી ખાંડના કેટલાક વેસલ ભારત પહોંચી ગયા હોવાના અહેવાલ છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર મહિના માટે સરકાર 23 થી 25 લાખ ટન ખાંડના ક્વોટા જાહેર કરે તેવી સંભાવના છે.


આ પણ વાંચો : Stocks In News | 29 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે


આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. Opening Bell: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 22,600ની નીચલી સપાટીએ
  2. Stocks In News | 29 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
  3. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
  4. શેરબજારમાં 'શ્રાદ્ધપક્ષ': સેન્સેક્સ 1124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ ડૂબ્યાં

Economy

See more
  1. ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
  2. તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા
  3. વર્તમાન વર્ષમાં ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ 3.2 લાખ કરોડ રહેવાનો અંદાજઃ રિઝર્વ બેન્ક
  4. મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
Advertisement

Personal Finance

See more
  1. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  2. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  3. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના
  4. Digital Rupee vs UPI: ઈન્ટરનેટ વગર ચુકવણીની મોટી તૈયારી!

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM