તહેવારોમાં ખાંડ પર ‘પ્રીમિયમ’ વસૂલવાનો ખેલ? UPની મિલો સામે કડક તપાસ શરૂ
નવરાત્રી અને દિવાળીની માંગ વચ્ચે ઉત્તરપ્રદેશની કેટલીક ખાંડ મિલો વેપારીઓ પાસેથી બિલની કિંમત ઉપરાંત ક્વિન્ટલ દીઠ ₹250થી ₹300 વધારાનું પ્રીમિયમ માગતી હોવાની ફરિયાદ બાદ તંત્ર સક્રિય થયું છે. 9 ઓક્ટોબરથી મિલોમાં સ્ટોક, વેચાણ અને ડિલિવરીની સ્થળ પર તપાસ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મુંબઇ: નવરાત્રી અને દિવાળીની તહેવારી માંગ વચ્ચે ઉત્તરપ્રદેશની કેટલીક ખાંડ મિલો દ્વારા વેપારીઓ પાસેથી બિલની કિંમત ઉપરાંત વધારાનું પ્રીમિયમ વસૂલવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ બાદ તંત્રએ કડક તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગોરખપુરના ખાંડ વેપારીઓએ ફરિયાદ કરી હતી કે કેટલીક મિલો સ્ટોક ઓછો હોવાનો હવાલો આપી ક્વિન્ટલ દીઠ ₹250થી ₹300 વધારાના માગી રહી છે. સાથે જ હલકી ગુણવત્તાની ખાંડના પુરવઠાની પણ ફરિયાદ કરવામાં આવી હતી.
ગોરખપુરના વેપારીઓએ કરી ફરિયાદ
સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા મેસેજમાં ગોરખપુર ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ સંજય સિંઘાનિયાએ વડાપ્રધાન અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રીને એક પત્ર લખીને ફરિયાદ કરી હતી. ફરિયાદ મુજબ ખાંડની મિલો તહેવારોનો લાભ ઉઠાવવા માટે સ્ટોક ન હોવાનું બહાનું કાઢીને વેપારીઓ પાસેથી ક્વિન્ટલ દિઠ બિલની રકમ ઉપરાંત 250થી 300 રુપિયા વધારાના માગી રહી છે. વળી ખાંડનો પુરવઠો પણ હલકી ગુણવત્તાનો અપાતો હોવાની ફરિયાદ કરી હતી.
9 ઓક્ટોબરથી સ્થળ પર તપાસ
આ ફરિયાદ બાદ કેન્દ્રિય ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ વિભાગે 8 ઓક્ટોબરે એક જાહેરનામું બહાર પાડીને 9 ઓક્ટોબરથી મિલોમાં જઇને સ્થળ ઉપર જ સ્ટોક, વેચાણ અને ડીલવરીની વિગતોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત મિલોને ફાળવાયેલા પખવાડિયાનાં કુલ પુરવઠાનો 45 ટકા જેટલો જથ્થો પ્રથમ સપ્તાહમાં વેચાઇને ડિલિવર થયો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.
ચાર દિવસમાં ખાંડના ભાવમાં ઉછાળો
ધ બોમ્બે સુગર મર્ચન્ટસ એશોસિએશનનાં પ્રમુખ અશોક જૈને જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસમાં ખાંડના ભાવમાં અગમ્ય કારણોસર ઉછાળો જોવા મળ્યો છે. એમ-30 ખાંડનાં એક્સ-મિલ ભાવ ગત સપ્તાહે ક્વિન્ટલ દિઠ 4500 રૂપિયા હતા જે આજે વધીને 4800 રૂપિયા બોલાતા હતા. સરકારને આ વધારાનું કારણ જાણવાની જરૂર છે. કારણ કે જે રીતે પુરવઠો રિલીઝ કરવાની જોગવાઇ કરવામાં આવી છે તે જોતા હવે ભાવ સ્થિર થવા જોઇએ.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ઓઈલ-ડોલર નરમ પડતાં સોનું 1%થી વધુ ઉછળ્યું

સોનું-ચાંદી આયાત હવે મોંઘી? બેન્કોને મોટો ઝટકો, 3% GST હવે ભરવો પડશે

Gold Price Today: ફરી ચમક્યું સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવ

તહેવારોમાં ખાંડની મીઠાશ નહીં પડે મોંઘી? સરકારે વેપારીઓના સ્ટોક પર મૂકી મર્યાદા

હોર્મુઝમાં હુમલાથી ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ ફરી $103 નજીક

યુદ્ધ યુરોપમાં, અસર ભારતના રસોડામાં! સનફ્લાવર તેલના સોદા અટક્યા, હવે પામતેલનો સહારો

Gold-Silver Price Crash: સોનું ફરી ગગડ્યું, ચાંદીમાં પણ મોટો કડાકો




