KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

UPI ચલાવતા નાના દુકાનદારોને સરળતાથી મળશે લોન, SBI વિકસાવી રહી છે નવી સિસ્ટમ

UPI ટ્રાન્ઝેક્શનનો જીએસટીના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય : SBI

KuberaNow
desk@kuberanowPublished On : 14 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
SBI GST loan
જીએસટી ધરાવતા દુકાનદારોને 10 મિનિટમાં લોન આપવાની સ્થિતિમાં SBIAI Generated Image

મુંબઈ : ભારતીય સ્ટેટ બેન્ક (SBI) જીએસટી રજિસ્ટ્રેશન નહીં ધરાવતા નાના દુકાનદારો અને વેપારીઓની ક્રેડિટ એલિજિબિલિટી જાણવા માટે UPI ટ્રાન્ઝેક્શનના આંકડાનો ઉપયોગ કરશે. ભારતીય સ્ટેટ બેન્ક આ માટે એક નવી સિસ્ટમ ડેવલપ કરી રહી છે. એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની કુમાર તિવારીએ જણાવ્યું કે, કોઈ બિઝનેસમાં સતત વેચાણ થઈ રહ્યું છે તો UPI ટ્રાન્ઝેક્શનનો જીએસટીના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે.


અશ્વિની કુમાર તિવારીએ કહ્યું, અમે જીએસટી રજિસ્ટ્રેશન નહીં ધરાવતા વેપારીઓ માટે એક યુપીઆઈ સમાધાન વિકસાવી રહ્યા છીએ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો વેચાણના સંકેત તરીકે ઉપયોગ કરીશું. જીએસટી હેઠળ રજિસ્ટર્ડ વેપારીઓને લોન આપવા માટેના પડકારનું બેન્ક સમાધાન લાવી ચૂકી છે. SBI આવા કેસોમાં 10 મિનિટની અંદર લોન આપવાની સ્થિતિમાં છે.


એસબીઆઈએ 18 મહિનામાં આપી રૂ. 1 લાખ કરોડની લોન

ભારતીય સ્ટેટ બેન્કે છેલ્લા 18 મહિનામાં જીએસટી અને પેનના આંકડાનો ઉપયોગ કરીને 1 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે. જોકે, જીએસટી નંબર નહીં રાખતા વેપારીઓને લોન આપવામાં બેન્કને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં વૈકલ્પિક આંકડા મહત્વપૂર્ણ બની જાય છે. યુપીઆઈ પેમેન્ટ સાથે સંકળાયેલા મુદ્દા પર તિવારીએ કહ્યું કે, લોન આપનારી બેન્ક પાસે હંમેશા એસ્પષ્ટ માહિતી નથી હોતી કે રૂપિયા ક્યાં જઈ રહ્યા છે. જોકે, રિસિવર બેન્ક અને ટ્રાન્ઝેક્શનમાં મદદ કરનાર થર્ડ પાર્ટીની પેમેન્ટ એપ પાસે આ માહિતી હોય છે.


નાના વેપારીઓને સરળતાથી લોન મળી શકશે

એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની કુમાર તિવારીએ કહ્યું કે, ગ્રાહકની મંજૂરીથી બેન્ક UPI પેમેન્ટ અને ટેલિકોમ કંપનીઓને મળનારા આંકડા જેવા અન્ય સ્રોતનો ઉપયોગ કરનારા મોડેલ મારફત ક્રેડિટ એલિજિબિલિટીનું આકલન કરી શકે છે.એસબીઆઈને આશા છે કે નવા આંકડાના આધારે નાના વેપારીઓને સરળતાથી લોન આપી શકાશે. તેનાથી નાના વેપારીઓની લોન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળશે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM