Ahmedabad Metro આગામી દિવસોમાં બનશે ડ્રાઇવરલેસ
ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનોની ડિઝાઇન બે પ્રખ્યાત ગુજરાતી તહેવારો ઉત્તરાયણ અને નવરાત્રિ પર આધારિત છે

Ahmedabad Metro: અમદાવાદમાં ટૂંક સમયમાં સ્વદેશી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનો જોવા મળશે. શહેર આ ટ્રેનોના 10 નવા સેટ મેળવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ અંગેની રસપ્રદ બાબત એ છે કે આ નવી મેટ્રો ટ્રેનોની ડિઝાઈન બે પ્રખ્યાત ગુજરાતી તહેવારો - ઉત્તરાયણ અને નવરાત્રિ - પર આધારિત છે. માત્ર બહારના ભાગમાં જ નહીં, પરંતુ મુસાફરી દરમિયાન તમને ટ્રેનની અંદર પણ આ તહેવારોની થીમનો અનુભવ થશે.
પ્રથમ ડ્રાઇવરલેસ ટ્રેન શહેરમાં આવી પહોંચી છે અને તેને ગ્યાસપુર ડેપોમાં લઈ જવામાં આવશે. મુસાફરો માટે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવે તે પહેલાં, ડેપોમાં તેનું મેન્ટેનન્સ (જાળવણી) અને વિવિધ તબક્કાની ચકાસણી (ટેસ્ટિંગ) કરવામાં આવશે. અન્ય નવ ટ્રેન સેટ પણ ટૂંક સમયમાં આવી પહોંચશે. આ ટ્રેનો સ્ટેનલેસ-સ્ટીલની બોડી ધરાવતી હશે અને 80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે.
અમદાવાદની આ 10 નવી મેટ્રો ટ્રેનોમાં 'ઓટોમેશન ગ્રેડ 4' (GoA4) ટેક્નોલોજી હશે અને તે 750 V DC સિસ્ટમ પર કાર્ય કરશે. હાલમાં અમદાવાદ પાસે દક્ષિણ કોરિયાની 32 મેટ્રો ટ્રેનો છે. હવે શહેરમાં 'મેડ-ઈન-ઈન્ડિયા' (ભારતમાં નિર્મિત) 10 નવી ટ્રેનોનો મેટ્રો કાફલામાં ઉમેરો થશે.
ત્રણ કોચ ધરાવતા દરેક ટ્રેન સેટની કિંમત અંદાજે ₹35 કરોડ હશે, જેનાથી 10 ટ્રેન સેટનો કુલ ખર્ચ અંદાજે ₹350 કરોડ થશે. આ ટ્રેનો સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ હશે અને તેમાં સુરક્ષા માટે CCTV કેમેરા તથા અત્યાધુનિક ફાયર ડિટેક્શન સિસ્ટમ (આગની જાણ કરતી પ્રણાલિ) પણ હશે. આ ડ્રાઇવરલેસ મેટ્રોને આગામી દિવસોમાં શરૂ કરવામાં આવે તો પણ આશ્ચર્ય નહીં થાય.
અમદાવાદ મેટ્રોમાં ડ્રાઇવરલેસ ટ્રેનને સફળતા મળશે તો તેના પછી તેનો સુરત મેટ્રો અને ત્યારબાદ બીજા શહેરોમાં આવેલા મેટ્રોમાં ઉપયોગ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આ બધા શહેરોને પછી સ્વદેશી બનાવટની ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનો પૂરી પાડવામાં આવશે. રેલ્વેમાં કેટલીય વખત ડ્રાઇવરો દ્વારા વેતનને લઈને હડતાળ પાડવામાં આવે છે તે સંભાવનાને ધ્યાનમાં રાખીને પહેલેથી જ ડ્રાઇવરલેસ ટ્રેનો તરફ સરકાર આગળ વધી રહી છે.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
- બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
- ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત બે સપ્તાહથી ઘટાડો, $14.89 અબજ ઘટીને $765.9 અબજ પર પહોંચ્યો
- સરકાર 6 મહિનામાં ₹7.86 લાખ કરોડનું ધિરાણ લેશે, FY27માં ₹16 લાખ કરોડનું ધિરાણ લેશે, બજેટ અંદાજ કરતાં ઓછું

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

