બ્રોકરેજીસની ભલામણ ટોપ ફાઇવ સ્ટોક્સ
જાણીતી બ્રોકરેજીસે 40થી 55 ટકા વૃદ્ધિ પામી શકે તેવા શેરોની ભલામણ કરી

ભારતીય શેરબજાર ગયા સપ્તાહે સળંગ સાતમાં સપ્તાહે ઘટીને બંધ આવ્યું. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને બજારમાંથી વિદેશી રોકાણકારોના જળવાયેલા આઉટફ્લોના લીધે રોકાણકારોએ સાવધાનીભર્યો અભિગમ દાખવ્યો હતો. બજારની વિપરીત સ્થિતિ વચ્ચે જાણીતી બ્રોકરેજીસે કેટલાક શેરોમાં વૃદ્ધિની રોકાણની સંભાવના જોઈ છે. અહીંથી 40 ટકાથી 55 ટકા સુધી વૃદ્ધિ પામી શકે તેવા કેટલાક શેરોની ભલામણ કરવામાં આવી છે.
વિશાલ મેગા માર્ટ
જેફરીઝે વિશાલ મેગા માર્ટ માટે બાય રેટિંગની ભલામણ કરી છે. તેનો ટાર્ગેટ પ્રાઇસ રૂ. 160થી રૂ. 170 છે. આમ વર્તમાન બ્રોકરેજ રિપોર્ટ મુજબ તેમા 50થી 55 ટકા વૃદ્ધિની ભલામણ છે. બ્રોકરેજ રિપોર્ટ મુજબ કંપની હાલમાં 833 સ્ટોર ચલાવે છે. તે તેના સ્ટોરનું નેટવર્ક હજી પણ વિસ્તારી શકે છે. મેનેજમેન્ટ પણ 2026-27માં સ્ટોર્સના વેચાણમાં બમણા દરે વૃદ્ધિનો અંદાજ મૂકે છે. કંપની હાલમાં ઉત્તરપ્રદેશ, હરિયાણા જેવો શહેરોમાં 40થી 50 હજારની વસ્તીવાળા નાના ટાઉન્સ તેમની સંભાવના જોઈ રહ્યા છે. કંપનીને જો આ ફોર્મેટમાં સફળતા મળી તો આગામી સમયમાં તેના સ્ટોર્સની સંખ્યા ચાર હજાર સુધી પહોંચી શકે છે.
SBI લાઇફ ઇન્સ્યોરન્સ
કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે SBI લાઇફ ઇન્સ્યોરન્સ માટે બાય રેટિંગ આપ્યું છે. તેની ફેર વેલ્યુ રૂ. 2,550 મૂકી છે. આ દર્શાવે છે કે તેનો ભાવ વર્તમાન સ્તરથી 45 ટકા સુધી ઉપર જઈ શકે છે. BSE પર શુક્રવારે તેનો ભાવ રૂ. 1,770 પર બંધ આવ્યો હતો. બ્રોકરેજ રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2025-26માં SBI લાઇફ ઇન્સ્યોરન્સનો કમિશન રેટ 10.6 ટકા છે, જે ખાનગી ક્ષેત્રની અન્ય સાત વીમા કંપનીઓ કરતાં ઘણો નીચો છે. આમ અત્યંત નીચા ખર્ચ અને નીચા કમિશનના કારણે કંપની ઘણી સારી સ્થિતિમાં છે. બ્રોકરેજ રિપોર્ટનું માનવું છે કે નવા કારોબારનું મૂલ્ય રૂ. 6,670 કરોડથી વધીને 2028-29 સુધીમાં રૂ. 10,0270 થઈ જશે.
ગોદરેઝ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ
બેન્ક ઓફ અમેરિકાએ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે 41 ટકાની વૃદ્ધિ સાથે બાય રેટિંગ આપ્યું છે. તેનો ભાવ રૂ. 1,230 જવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આમ તે વર્તમાન ભાવથી 41 ટકા વૃદ્ધિ પામશે તેમ જણાવાયું છે. બ્રોકરેજ રિપોર્ટ મુજબ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો કોર બિઝનેસ સ્થિર દરે વૃદ્ધિ પૂરી પાડે છે. જ્યારે પ્રોડક્ટ પોર્ટફોલિયો વૃદ્ધિનો બીજો વિકલ્પ પૂરો પાડે છે. બેન્ક ઓફ અમેરિકામાં આવક અને નફામાં 11 અને 13 ટકાના દરે વૃદ્ધિ થવાનો અંદાજ છે. BSE પર કંપનીના શેરનો ભાવ 1,104.15 પર બંધ આવ્યો હતો.
GMR એરપોર્ટ્સ
જેફરીઝે GMR એરપોર્ટ માટે બાય રેટિંગ આપ્યું છે. તેનો ટાર્ગેટ પ્રાઇસ રૂ. 135 છે. આમ તે હાલની સપાટીથી 40 ટકાની વૃદ્ધિ સૂચવે છે. GMR એરપોર્ટ પરંપરાગત એરપોર્ટ કારોબારથી પણ આગળ જોઈ રહ્યું છે. કન્ઝ્યુમર બિઝનેસ અને રિયલ એસ્ટેટ બિઝનેસ પર પણ ફોકસ કર્યુ છે. જેફરીઝ રિપોર્ટ મુજબ બિઝનેસ આઉટલૂક માટે પેસેન્જર ટ્રાફિક મહત્વનું પરિદ્રશ્ય છે. જેફરીઝે જણાવ્યું હતું કે કંપનીની વૃદ્ધિના ત્રણ પરિમાણો છે. તેમા એરપોર્ટ ઓપરેટરથી લઈને એરપોર્ટ, કન્ઝ્યુમર બિઝનેસ અને રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે. BSE પર કંપનીના શેરનો ભાવ 97.57 પર બંધ આવ્યો હતો.
સુઝલોન
અંબિત કેપિટલે સુઝલોન એનર્જી માટે રૂ. 59ના ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપ્યું છે. આ દર્શાવે છે કે કંપનીના શેરનો ભાવ વર્તમાન સપાટીથી 40 ટકા સુધી વધી શકે છે. બ્રોકરેજ રિપોર્ટ મુજબ કંપનીનો કારોબાર વિન્ડ એનર્જીની સાઇકલ સાથે જોડાયેલો છે. તેમા ભાવિ વિન્ડ ક્ષમતાના ઉમેરાને લઈને ચિંતા છે. બ્રોકરેજ રિપોર્ટ મુજબ સુઝલોન પર ધ્યાનપૂર્વક નજર નાખવામાં આવી રહી છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
- બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
- ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત બે સપ્તાહથી ઘટાડો, $14.89 અબજ ઘટીને $765.9 અબજ પર પહોંચ્યો
- સરકાર 6 મહિનામાં ₹7.86 લાખ કરોડનું ધિરાણ લેશે, FY27માં ₹16 લાખ કરોડનું ધિરાણ લેશે, બજેટ અંદાજ કરતાં ઓછું

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

