KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Ship Collision : ગુજરાતના દરિયા કિનારે બે માલવાહક જહાજ અથડાયા

Ship Collision : અકસ્માત પછી સમુદ્રી પ્રદૂષણના સંભવિત જોખમોને જોતા ભારતીય કોસ્ટ ગાર્ડેનિરીક્ષણ અને રાહત અભિયાન હાથ ધર્યું, 21ને બચાવાયા

KuberaNow
desk@kuberanowPublished On : 12 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Indian Cost Gaurd
ત્રણ ક્રૂ જહાજના સંચાલન અને જરૂરી ટેકનિકલ કામોમાં મદદ માટે જહાજ પર જ રહ્યાIndian Cost Gaurd

Ship Collision : ગુજરાતના દરિયા કિનારા નજીક ઓટીબી કંડલા ક્ષેત્રમાં શનિવારે બે માલવાહક જહાજો અથડાયા છે. અકસ્માત પછી ભારતીય કોસ્ટ કાર્ડે 21 ક્રૂને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, હજુ પણ ત્રણ લોકો જહાજમાં હોવાના અહેવાલ છે. અકસ્માત પછી સમુદ્રી પ્રદૂષણના સંભવિત જોખમોને જોતા કોસ્ટ ગાર્ડેનિરીક્ષણ અને રાહત અભિયાન હાથ ધર્યું છે.


ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ મુજબ MV KMAX EMPEROR અને MV TRUE MARINER વચ્ચે ગુજરાતના કચ્છ-કંડલાના દરિયા કિનારે અથડામણ થઈ હતી. MV KMAX EMPEROR પર કુલ 24 ક્રૂ સવાર હતા, તેમાંથી 21ને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે જ્યારે ત્રણ ક્રૂ જહાજના સંચાલન અને જરૂરી ટેકનિકલ કામોમાં મદદ માટે જહાજ પર જ રહ્યા છે.


જહાજોની અથડામણ પછી સૌથી મોટી ચિંતા સમુદ્રી પ્રદૂષણની છે. કોઈ પણ મોટા માલવાહક જહાજને નુકસાન પહોંચતા તેમાંથી ઈંધણ, લુબ્રિકેન્ટ અથવા અન્ય કાર્ગો સમુદ્રમાં ફેલાવાનું જોખમ રહે છે. આ બાબતને જોતાં ભારતીય કોસ્ટ ગાર્ડે પ્રદૂષણના કોઈપણ જોખમનો સામનો કરવા માટે વ્યાપક વ્યવસ્થા શરૂ કરી દીધી છે.


આ અભિયાનમાં ભારતીય કોસ્ટ ગાર્ડ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ, કેન્દ્રની અન્ય એજન્સીઓ અને ગુજરાત સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે. એજન્સીઓનું મુખ્ય ફોકસ હાલ ક્રૂની સુરક્ષા, જહાજોની સ્થિતિ પર નજર રાખવા અને ગુજરાતના દરિયા કિનારાની સમુદ્રી ઈકોસિસ્ટમને કોઈ સંભવિત નુકસાનથી બચાવવા પર છે.


ભારતના દરિયા કિનારા નજીક પહેલા પણ થયા છે ગંભીર અકસ્માતો

ભારતના પશ્ચિમી દરિયા કિનારા પર તાજેતરના વર્ષોમાં અનેક એવી ઘટનાઓ થઈ છે, જેણે સમુદ્રી સુરક્ષા અને દરિયા કિનારાના પર્યાવરણના જોખમો પર પ્રકાશ પાડ્યો છે. કેરળના દરિયા કિનારા નજીક MSC ELSA 3નો અકસ્માત મે 2025માં થયો હતો. આ કન્ટેનર જહાજ કોચ્ચી પાસે સમુદ્રમાં એક તરફ નમી ગયા પછી ડૂબી ગયું હતું. જહાજ પર 640 કન્ટેનર હતા, જેમાં કેટલાક ખતરનાક સામાનનો પણ સમાવેશ થાય છે. બધા જ 24 ક્રૂને સુરક્ષિત બચાવી લેવાયા હતા, પરંતુ ઈંધણ અને કાર્ગોના કારણે સમુદ્રી પ્રદૂષણને ગંભીર જોખમ થયું હતું અને અનેક કન્ટેનર તથા કાટમાળ કેરળના દરિયા કિનારે પહોંચ્યો હતો.


કેરળના દરિયા કિનારે થોડા સમય પછી જૂન 2025માં વધુ એક અકસ્માત થયો હતો. Wan Hai 503 નામના એક કન્ટેનર જહાજમાં આગ લાગી હતી. જહાજ પર મોટા પ્રમાણમાં ઈંધણ અને અનેક કન્ટેનર હોવાના કારણે સમુદ્રી પર્યાવરણ અને શિપિંગ રુટ પર ગંભીર જોખમ પેદા થયું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડે અનેક જહાજો અને વિમાનોની મદદથી આગ હોલવવા અને જહાજને દરિયા કિનારાથી દૂર રાખવાનું અભિયાનચલાવાયું હતું. ડિરેક્ટર જનરલ ઓફ શિપિંગના રેકોર્ડમાં પણ 2025માં પશ્ચિમી દરિયા કિનારે વેપારી જહાજો અને માછલી પકડી નૌકાઓ વચ્ચે અથડામણ સંબંધિત કેસોનો ઉલ્લેખ છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM