Kutch Rann Utsav: 10.41 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા, સ્થાનિક સ્ટોલની કરોડોમાં આવક
વર્ષ 2025-26ના કચ્છ રણોત્સવમાં 10.41 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. પ્રવાસીઓની વધતી સંખ્યાનો સીધો લાભ સ્થાનિક કલાકારો, સખી મંડળો અને હસ્તકલા સાથે જોડાયેલા લોકોને મળ્યો છે. ક્રાફ્ટ અને સખી શક્તિ સ્ટોલની આવક ₹6.99 કરોડથી વધીને ₹12.11 કરોડ થઈ છે.

કચ્છનું સફેદ રણ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બની રહ્યું છે. વર્ષ 2025-26ના રણોત્સવ દરમિયાન 10.41 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હોવાનું ગુજરાત વિધાનસભામાં આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે. પ્રવાસન રાજ્ય મંત્રી જયરામ ગામીતે જણાવ્યું કે કુલ પ્રવાસીઓમાં 10.39 લાખથી વધુ સ્થાનિક અને 2,178 વિદેશી પ્રવાસીઓ સામેલ હતા.
સ્થાનિક લોકોની આવકમાં મોટો વધારો
રણોત્સવથી સ્થાનિક કલાકારો, સખી મંડળો અને હસ્તકલા સાથે જોડાયેલા લોકોને પણ મોટો આર્થિક લાભ થયો છે. વર્ષ 2025-26માં ક્રાફ્ટ અને સખી શક્તિ દ્વારા સંચાલિત સ્ટોલની આવક ₹6.99 કરોડથી વધીને ₹12.11 કરોડ થઈ હતી. એટલે આવકમાં લગભગ 73.30%નો વધારો નોંધાયો છે. ફૂડ સ્ટોલ ધારકોની આવકમાં પણ 33.96%નો વધારો થયો છે.
4.12 લાખ લોકોએ ક્રાફ્ટ સ્ટોલની લીધી મુલાકાત
વર્ષ 2025-26માં દરમિયાન ક્રાફ્ટ અને સખી શક્તિના સ્ટોલ પર કુલ 4,12,423 પ્રવાસીઓ પહોંચ્યા હતા. આ સંખ્યા અગાઉના વર્ષની સરખામણીએ 77.96% વધુ છે. સ્થાનિક હસ્તકલા અને ઉત્પાદનો પ્રત્યે પ્રવાસીઓનો રસ વધ્યો હોવાનું આ આંકડાથી સ્પષ્ટ થાય છે.
સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભીડ વધી
રણોત્સવ દરમિયાન વિવિધ આકર્ષણોમાં પણ પ્રવાસીઓની નોંધપાત્ર હાજરી રહી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 58,679 પ્રવાસીઓ જોડાયા હતા, જે અગાઉના વર્ષની સરખામણીએ 45% વધુ છે. થીમ પેવેલિયનમાં 1,35,366, લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં 1,08,315 અને ફૂડ સ્ટોલ પર 2,31,786 મુલાકાતીઓ નોંધાયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં POCSO કેસોમાં ઐતિહાસિક ન્યાય: પાંચ વર્ષમાં 1785 ચુકાદા, 908ને આજીવન કેદ અને 16ને ફાંસીની સજા
ધોરડોમાં પર્યાવરણ માટે ખાસ વ્યવસ્થા
UNWTO દ્વારા શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજ જાહેર કરાયેલા ધોરડો ખાતે પ્રવાસીઓની સુવિધા સાથે પર્યાવરણ જાળવવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે. ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધી ‘હોપ ઓન હોપ ઓફ’ બસ સેવા શરૂ કરવામાં આવી છે. ટેન્ટ સિટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવામાં આવી છે અને સફેદ રણની નિયમિત સ્વચ્છતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Advertisement by KuberaNow
Market
See more- ભારતીય બજારમાં Blockchainની એન્ટ્રી! SEBIએ ખોલ્યો Tokenised Securitiesનો દરવાજો
- MARKET CLOSING: ઘટાડો અટક્યો, ત્રણ દિવસના ઘટાડા પછી બજાર દિવસના તળિયેથી 300 પોઇન્ટ વધી બંધ આવ્યું
- UK-MHRAની ચકાસણીમાં કોઈ રેમેડીઝ ન આવતા Indoco Remediesનો શેર 18 ટકા જેટલો વધ્યો
- Mutual fund SIP inflows: SIPમાં રોકાણનો નવો રેકોર્ડ, ઓગસ્ટમાં ₹32,297 કરોડનું રોકાણ
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
