NTC 1.0: અમદાવાદમાં જામશે ટ્રેડિંગના દિગ્ગજોનો મેળાવડો, જાણો કોણ છે આ નિષ્ણાતો અને શું છે તેમની ખાસિયતો
અમદાવાદમાં 22 નવેમ્બરે યોજાનારા નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ (NTC 1.0)માં શેરબજારના અનુભવી ટ્રેડર્સ અને નિષ્ણાતો એક મંચ પર આવશે. મિતેશ પટેલ, તનિષા ગર્ગ, કુંદન પ્રજાપતિ અને સાહિલ રોહમિત્રા જેવા નિષ્ણાતો આ કાર્યક્રમમાં જોડાશે. જાણો આ ચારેય નિષ્ણાતોનો અનુભવ અને તેમની ખાસિયતો વિશે.

શેરબજારમાં કમાણી કરવાની તક તો ઘણી હોય છે, પરંતુ યોગ્ય સમયે નિર્ણય લેવો અને જોખમને નિયંત્રણમાં રાખવું દરેક ટ્રેડર માટે મોટો પડકાર છે. બજારની ચાલ કેવી રીતે સમજવી? ઓપ્શન્સ ટ્રેડિંગમાં જોખમ કેવી રીતે ઘટાડવું? અને ટેક્નિકલ એનાલિસિસની મદદથી ટ્રેડિંગની તકો કેવી રીતે ઓળખવી? આવા અનેક પ્રશ્નો પર અનુભવી નિષ્ણાતોના વિચારો જાણવાની તક અમદાવાદમાં મળવાની છે. આગામી 22 નવેમ્બર, 2026ના રોજ નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ (NTC 1.0) યોજાશે. આ કાર્યક્રમમાં શેરબજારના જાણીતા ટ્રેડર્સ, નિષ્ણાતો અને માર્ગદર્શકો એક જ મંચ પર જોવા મળશે.
Spider Software દ્વારા આયોજિત આ કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. તેમાં ટ્રેડિંગની વિવિધ વ્યૂહરચનાઓ, બજારની વધઘટ, જોખમનું સંચાલન અને રોકાણ સંબંધિત વિષયો પર ચર્ચા થશે. કાર્યક્રમમાં ભાગ લેનારા નિષ્ણાતોમાં મિતેશ પટેલ, તનિષા ગર્ગ, કુંદન પ્રજાપતિ અને સાહિલ રોહમિત્રાનો સમાવેશ થાય છે. આ ચારેય નિષ્ણાતો અલગ-અલગ ક્ષેત્રોમાં બહોળો અનુભવ ધરાવે છે.
મિતેશ પટેલ: ઓપ્શન્સ ટ્રેડિંગ અને બજારની ચાલ સમજવામાં નિષ્ણાત
ભારતીય શેરબજારમાં લાંબા સમયથી સક્રિય મિતેશ પટેલ ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગનો અનુભવ ધરાવે છે. તેઓ ખાસ કરીને ઓપ્શન્સ સેલિંગ અને ટેક્નિકલ એનાલિસિસમાં વિશેષતા ધરાવે છે. ટ્રેડિંગની વ્યૂહરચનાઓ અને બજારની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં તેઓ ખૂબજ અનુભવી છે. વર્ષોના અનુભવ દરમિયાન તેમણે શેરબજારમાં થતી વધઘટ સમજવા, ટ્રેડિંગ માટે યોગ્ય તકો શોધવા અને સંભવિત જોખમોનું સંચાલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઓપ્શન્સ ટ્રેડિંગ અંગેના તેમના વિચારો અને અનુભવને જાણીતા નાણાકીય સમાચાર પ્લેટફોર્મમાં પણ સ્થાન મળ્યું છે.
તનિષા ગર્ગ: શેરબજારની સાથે નાણાકીય મીડિયા ક્ષેત્રમાં પણ આગવી ઓળખ
નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવમાં ભાગ લેનારાં તનિષા ગર્ગ નાણાકીય મીડિયા અને વેપાર જગત સાથે જોડાયેલું નામ છે. તેઓ Pehchaan Mediaના ફાઉન્ડર અને CEO છે. આ ઉપરાંત તેઓ NISMનું પ્રમાણપત્ર ધરાવતાં ટ્રેડર પણ છે. તનિષા ગર્ગ ફાઇનાન્શિયલ મીડિયા, જનસંપર્ક અને બ્રાન્ડની ઓળખ ઊભી કરવા જેવા ક્ષેત્રોમાં કાર્ય કરે છે. તેમની કંપની દ્વારા તેઓ નાણાકીય ક્ષેત્રના નિષ્ણાતો અને કન્ટેન્ટ ક્રિએટરને વધુમાં વધુ લોકો સુધી પહોંચવામાં મદદ કરે છે. આજના સમયમાં શેરબજારની માહિતી માત્ર નિષ્ણાતો સુધી સીમિત રહી નથી. ડિજિટલ માધ્યમો દ્વારા બજારના સમાચાર, રોકાણની માહિતી અને નાણાકીય શિક્ષણ સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યાં છે. તનિષા ગર્ગનું કાર્ય નાણાકીય બજારને મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથે જોડવાનું છે.
કુંદન પ્રજાપતિ: 8 વર્ષથી વધુના અનુભવ સાથે ટ્રેડિંગનું માર્ગદર્શન
કુંદન પ્રજાપતિ The Trading Scholarના ફાઉન્ડર છે. તેઓ એક ફુલ ટાઈમ ટ્રેડિંગ સાથે જોડાયેલા છે અને અન્ય લોકોને પણ ટ્રેડિંગનું માર્ગદર્શન આપે છે. નાણાકીય બજારોમાં તેમને આઠ વર્ષથી વધુનો અનુભવ છે. તેઓ ખાસ કરીને ઓપ્શન્સ ટ્રેડિંગ અને જોખમ ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતી હેજિંગની વ્યૂહરચનાઓમાં વિશેષતા ધરાવે છે. ટ્રેડિંગ દરમિયાન સંભવિત નુકસાનને કેવી રીતે નિયંત્રિત કરવું અને બજારની બદલાતી સ્થિતિ પ્રમાણે કેવી રીતે નિર્ણય લેવો તે બાબતો તેમના કાર્યના કેન્દ્રમાં છે. કુંદન પ્રજાપતિ લોકોને શેરબજારને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવા માટે ટ્રેડિંગની વ્યવહારુ પદ્ધતિઓ સમજાવવા, રિસ્ક મેનેજમેન્ટ અને ટ્રેડિંગમાં શિસ્ત જાળવવા પર ભાર મૂકે છે. તેમનો અનુભવ ખાસ કરીને ઓપ્શન્સ ટ્રેડિંગ શીખવા ઇચ્છતા લોકો અને પોતાની ટ્રેડિંગ પદ્ધતિમાં સુધારો કરવા માગતા ટ્રેડર્સ માટે ઉપયોગી બની શકે છે.
સાહિલ રોહમિત્રા: શેરના ભાવ અને બજારના સંકેતોનું વિશ્લેષણ કરવામાં નિષ્ણાત
સાહિલ રોહમિત્રા ફ્યુચર્સ ટ્રેડિંગ સાથે જોડાયેલા છે અને ટેક્નિકલ એનાલિસિસ તથા માર્કેટ રિસર્ચનો અનુભવ ધરાવે છે. તેઓ NTC સાથે 'હેડ ઓફ ટેકનિકલ એનાલિસિસ એન્ડ રિસર્ચ' તરીકે જોડાયેલા છે. તેઓનું મુખ્યત્વે ઇન્ટ્રાડે ટ્રેડિંગ, પ્રાઇસ એક્શન અને માર્કેટ બ્રેકઆઉટ્સ પર ખાસ ધ્યાન રહે છે. શેરના ભાવમાં થતી વધઘટ, માર્કેટ ટ્રેન્ડ્સ અને ટ્રેડિંગ માટે ઊભી થતી સંભવિત તકોનો અભ્યાસ કરે છે. શેરબજારમાં ભાવ સતત બદલાતા રહે છે. આવી સ્થિતિમાં ભાવની અગાઉની ચાલ અને બજારના વલણનો અભ્યાસ કરીને સંભવિત તકો ઓળખવાનો પ્રયાસ કરવામાં આવે છે. સાહિલ રોહમિત્રા આ પ્રકારના વિશ્લેષણ અને બજાર સંશોધન સાથે જોડાયેલા છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Vibrant Gujarat 2027: ગલ્ફ દેશોમાં ગુજરાતનો ડંકો! ત્રણ દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારીને વેગ

GSRTCનો ઐતિહાસિક રેકોર્ડ: એક જ દિવસમાં 1.46 લાખ સીટ બુક, ₹3.55 કરોડની આવક

કોપર બિઝનેસમાં અદાણીની ગ્લોબલ એન્ટ્રી, ચિલીની દિગ્ગજ કંપની સાથે હાથ મિલાવ્યા

Amul Milk Price Hike: આજથી અમૂલ દૂધ મોંઘું, જાણો ગોલ્ડ અને તાજાના નવા ભાવ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં કર્યું ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

ચારુસેટ બનશે ઇનોવેશનનું નવું કેન્દ્ર! રિજનલ ઇનોવેશન સેન્ટર સ્થાપવા ₹15 લાખની ગ્રાન્ટ મંજૂર

નવા વર્ષના વધામણાં માટે ફૂલોની ખરીદીમાં ઉછાળો! ગલગોટા અને ગુલાબની માંગ વધી





