KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

પાટણના મહાદેવપુરાની દીકરીઓનો ફૂટબોલમાં કમાલ, 52 ખેલાડીઓ પહોંચી રાષ્ટ્રીય સ્તરે

પાટણ જિલ્લાના મહાદેવપુરા ગામમાં શિક્ષક રંગતજી ઠાકોરે 2010માં શરૂ કરેલી નિઃશુલ્ક ફૂટબોલ તાલીમથી 100થી વધુ દીકરીઓ જોડાઈ છે. તેમાંથી 52 ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી અને ટીમે આશરે 20 રાષ્ટ્રીય મેડલ જીત્યા છે.

KuberaNow
desk@kuberanow22 Aug 2026
InstagramFacebookXLinkedIn
foot
2010માં શરૂ થયેલી ફૂટબોલ સફર આજે બની મહાદેવપુરાની ઓળખAI Generated Image

પાટણના મહાદેવપુરા ગામની દીકરીઓએ ફૂટબોલના મેદાનમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. વર્ષ 2010માં પ્રાથમિક શિક્ષક રંગતજી ઠાકોરે શરૂ કરેલી નિઃશુલ્ક તાલીમ સાથે અત્યાર સુધી 100થી વધુ દીકરીઓ જોડાઈ છે, જેમાંથી 52 ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ચૂકી છે. ટીમે રાજ્ય કક્ષાની આશરે 60 સ્પર્ધાઓ જીતવાની સાથે લગભગ 20 રાષ્ટ્રીય મેડલ પણ મેળવ્યા છે.


શિક્ષકે જાતે રમત શીખી શરૂ કરી તાલીમ

રંગતજી ઠાકોરે ટીવી અને મોબાઇલના માધ્યમથી ફૂટબોલ શીખ્યા બાદ ગામની દીકરીઓને તાલીમ આપવાની શરૂઆત કરી હતી. ગુજરાત પોલીસ તરફથી મળેલા ફૂટબોલ અને ખેલ મહાકુંભના પ્રોત્સાહનથી ગામમાં ફૂટબોલની પ્રવૃત્તિને વધુ વેગ મળ્યો અને ધીમે ધીમે મોટી સંખ્યામાં દીકરીઓ રમત સાથે જોડાઈ.


કમુબેનને ₹4,500ની શિષ્યવૃત્તિ

ખેડૂત પરિવારની કમુબેન ઠાકોર અભ્યાસની સાથે ફૂટબોલમાં રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરી રહી છે. તેને દર મહિને ₹4,500ની શિષ્યવૃત્તિ મળી રહી છે. ભાવના ઠાકોરે માત્ર 13 વર્ષની ઉંમરે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું અને અજમેરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો છે.


ગામની દીકરીઓ માટે રમત બની નવી તક

મહાદેવપુરામાં ફૂટબોલ માત્ર રમત પૂરતું સીમિત રહ્યું નથી. તાલીમ અને સ્પર્ધાઓ દ્વારા ગામની દીકરીઓને શિક્ષણ, આત્મવિશ્વાસ અને આગળ વધવાની નવી તકો મળી છે. ગ્રામીણ વિસ્તારની દીકરીઓને યોગ્ય માર્ગદર્શન અને રમતની તક મળે તો તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી શકે છે, તેનું મહાદેવપુરાની આ ટીમ ઉદાહરણ બની છે.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM