PM Modi Gujarat Visit: PM મોદી 13-14 નવેમ્બરે ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બર 2026 દરમિયાન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેઓ (આજે)13 નવેમ્બરની રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી ગાંધીનગરના લોકભવન ખાતે જઈ રાત્રિ રોકાણ કરશે. અગાઉ નક્કી થયેલા કાર્યક્રમ મુજબ વડાપ્રધાન 14 નવેમ્બરે લાભ પાંચમના પવિત્ર દિવસે બનાસકાંઠાના પ્રસિદ્ધ અંબાજી મંદિરે મા અંબાનાં દર્શન અને પૂજા-અર્ચના કરવાના હતા. જોકે, છેલ્લી ઘડીએ તેમના પ્રવાસના કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાનનો 13 નવેમ્બરે અંબાજી મંદિરના દર્શન અને પૂજાનો પ્રસ્તાવિત કાર્યક્રમ હવે રદ્દ કરવામાં આવ્યો છે. લાભપાંચમના પવિત્ર દિવસે અંબાજીમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભક્તોને કોઈ અગવડતા ન પડે અને તેમની અવરજવરમાં મુશ્કેલી ન સર્જાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વડાપ્રધાનના ગાંધીનગર સ્થિત રાજભવન ખાતેના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ કાર્યક્રમ અગાઉ નિર્ધારિત સમય અનુસાર જ યથાવત રહેશે.
અંબાજી દર્શનનો કાર્યક્રમ કેમ રદ્દ થયો?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 નવેમ્બરે અંબાજી મંદિરના દર્શનાર્થે જવાના હતા. જોકે, લાભપાંચમના દિવસે અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ પહોંચવાની સંભાવનાને જોતા આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય ભક્તોને દર્શન દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે અને મોટી સંખ્યામાં લોકોની અવરજવર વચ્ચે વ્યવસ્થા જળવાઈ રહે તે હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગરનો કાર્યક્રમ યથાવત
અંબાજીનો કાર્યક્રમ રદ્દ થયો હોવા છતાં વડાપ્રધાનના ગાંધીનગરના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રધાનમંત્રી 13 નવેમ્બરની સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરના લોકભવન જશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે. તેઓ 14 નવેમ્બરે ગુજરાતથી દિલ્હી પરત ફરશે.
PM મોદીનો 13-14 નવેમ્બરનો પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ કર્ણાટક અને ગુજરાતની મુલાકાતે છે. 13 નવેમ્બરે તેઓ પ્રથમ કર્ણાટકમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. લગભગ સવારે 10:45 વાગ્યે તેઓ બેંગલુરુમાં પ્રશાંતી કુટીરામના સુવર્ણ જયંતિ સમારોહમાં ભાગ લેશે અને સભાને સંબોધિત કરશે. ત્યારબાદ લગભગ 12:45 વાગ્યે તેઓ તવરેકેરેથી IIM બેંગલુરુ મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોને લીલી ઝંડી આપશે અને મેટ્રોમાં મુસાફરી કરશે. લગભગ 1:15 વાગ્યે બેંગલુરુમાં ₹15,600 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન સભાને પણ સંબોધિત કરશે.
મૈસુરમાં પણ કાર્યક્રમ
બેંગલુરુ બાદ વડાપ્રધાન મૈસુર જશે. અહીં લગભગ 3:30 વાગ્યે તેઓ ભારત વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ લગભગ 4 વાગ્યે તેઓ કોસ્મોસ-મૈસુર પ્લેનેટેરિયમનું ઉદ્ઘાટન કરશે અને આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.
આ પણ વાંચો: Asian Market Today: એશિયન શેરબજારોમાં તેજીનો માહોલ, Nvidiaના શેરમાં મોટો કડાકો
આ પણ જુઓ :
Also Read

NTC 1.0: અમદાવાદમાં જામશે ટ્રેડિંગના દિગ્ગજોનો મેળાવડો, જાણો કોણ છે આ નિષ્ણાતો અને શું છે તેમની ખાસિયતો

Vibrant Gujarat 2027: ગલ્ફ દેશોમાં ગુજરાતનો ડંકો! ત્રણ દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારીને વેગ

GSRTCનો ઐતિહાસિક રેકોર્ડ: એક જ દિવસમાં 1.46 લાખ સીટ બુક, ₹3.55 કરોડની આવક

કોપર બિઝનેસમાં અદાણીની ગ્લોબલ એન્ટ્રી, ચિલીની દિગ્ગજ કંપની સાથે હાથ મિલાવ્યા

Amul Milk Price Hike: આજથી અમૂલ દૂધ મોંઘું, જાણો ગોલ્ડ અને તાજાના નવા ભાવ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં કર્યું ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

ચારુસેટ બનશે ઇનોવેશનનું નવું કેન્દ્ર! રિજનલ ઇનોવેશન સેન્ટર સ્થાપવા ₹15 લાખની ગ્રાન્ટ મંજૂર




