
'આના કરતાં રોકડ સારી!’ UPI પેમેન્ટ પર ટેક્સનો માર, વેપારીઓમાં રોષ
UPI પેમેન્ટ પર 0.4% ચાર્જને લઈને વેપારીઓમાં વિરોધ વધી રહ્યો છે. અમદાવાદ વેપારી મહાસંગઠનના જણાવ્યા મુજબ ₹30,000ના પેમેન્ટમાં ₹120 ચાર્જ થવાથી વેપારીના નફા પર સીધી અસર પડી શકે છે.

UPI પેમેન્ટ પર પ્રસ્તાવિત 0.4% ચાર્જને લઈને વેપારીઓનો વિરોધ વધુ તેજ બની રહ્યો છે. અમદાવાદ વેપારી મહાસંગઠનના જણાવ્યા મુજબ ઓછા માર્જિનમાં કામ કરતા હોલસેલર્સ માટે આ ચાર્જનો સીધો બોજ નફા પર પડી શકે છે. વેપારીઓએ દલીલ કરી છે કે ₹30,000ના UPI પેમેન્ટ પર 0.4% પ્રમાણે ₹120 ચાર્જ થાય તો ₹450ના માર્જિનમાંથી મોટી રકમ ઘટી શકે છે.
₹30 હજારના પેમેન્ટમાં ₹120 ચાર્જની ગણતરી
વેપારીઓના જણાવ્યા મુજબ FMCG હોલસેલર્સ લગભગ દોઢ ટકા માર્જિનમાં કામ કરે છે. ₹30,000ના પેમેન્ટ પર દોઢ ટકા પ્રમાણે ₹450નું માર્જિન મળે છે. હવે જો કુલ પેમેન્ટની રકમ પર 0.4%ના દરે ચાર્જ ગણવામાં આવે તો ₹30,000 પર ₹120 થાય છે. વેપારીઓની ગણતરી પ્રમાણે આ ₹120 બાદ ₹450ના માર્જિનમાંથી ₹330 બચે છે. વેપારીઓનું કહેવું છે કે જો હોલસેલર પાસે પોતાનું ગોડાઉન ન હોય અને ભાડે ગોડાઉન ચલાવતો હોય તો નફા પર વધુ દબાણ આવી શકે છે.
FMCG હોલસેલર્સના માર્જિન પર અસરની દલીલ
અમદાવાદ વેપારી મહાસંગઠનના જણાવ્યા મુજબ FMCG હોલસેલર્સ લગભગ 5%ના ગ્રોસ નફા પર કામ કરે છે. તેમાંથી આશરે 3થી 3.5% ખર્ચ પગાર અને ડિલિવરી પાછળ થાય છે. આ ખર્ચ બાદ વેપારીઓ પાસે આશરે દોઢથી બે ટકા જેટલું માર્જિન રહે છે. આવી સ્થિતિમાં UPI પેમેન્ટ પર લાગતો ચાર્જ વેપારીઓના નફાને અસર કરી શકે છે, તેવી દલીલ વેપારી સંગઠને કરી છે. વેપારીઓએ એવી પણ દલીલ કરી છે કે UPI પેમેન્ટની કુલ રકમમાં GSTની રકમ સામેલ હોવા છતાં તેના પર ફરી ચાર્જ લગાવવાથી ‘ટેક્સ ઉપર ટેક્સ’ જેવી સ્થિતિ ઊભી થાય છે.
વેપારીઓને રોકડ વ્યવહાર વધવાની ચિંતા
વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રોકડ વ્યવહાર ઘટ્યો હતો અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધ્યો હતો. જોકે, ચાર્જના કારણે વેપારીઓ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાને બદલે રોકડમાં વ્યવહાર કરવાનું પસંદ કરી શકે છે. વેપારીઓનું કહેવું છે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ સરકાર સુધી પહોંચતો હોવાથી આવકનો અંદાજ મેળવવો સરળ બને છે. બીજી તરફ, જો વેપારીઓ ફરી રોકડ વ્યવહાર તરફ વળે તો ડિજિટલ પેમેન્ટના ઉપયોગ પર અસર પડી શકે છે.
આ પણ વાંચો : India Forex Reserves: રૂપિયા પર દબાણ વચ્ચે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $18.34 અબજ ઘટ્યું
આ પણ જુઓ :
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

