બાળકોનો પાસપોર્ટ બનાવતા પહેલાં જાણી લો નવા નિયમ, નહીં થાય મૂંઝવણ
વિદેશ મંત્રાલયે બાળકોના પાસપોર્ટની માન્યતા અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હવે પાસપોર્ટ 5 વર્ષ અથવા 18 વર્ષની ઉંમર સુધી માન્ય રહેશે.

જો તમે તમારા બાળકનો પાસપોર્ટ બનાવવાની તૈયારી કરી રહ્યા છો તો આ મહત્વપૂર્ણ માહિતી છે. વિદેશ મંત્રાલયે બાળકોના પાસપોર્ટની માન્યતા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે 36 પેજનો સામાન્ય પાસપોર્ટ 5 વર્ષ અથવા બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી માન્ય રહેશે, જેમાંથી જે સમયગાળો પહેલા પૂર્ણ થાય તે લાગુ પડશે.
જૂના નિયમમાં શું હતું?
અગાઉ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકનો પાસપોર્ટ બનાવવામાં આવે તો તેની માન્યતા 5 વર્ષ અથવા બાળક 15 વર્ષનું થાય ત્યાં સુધી રહેતી હતી. હવે આ ઉંમર મર્યાદા વધારીને 18 વર્ષ કરવામાં આવી છે.
ઉદાહરણથી સમજો
જો કોઈ બાળકનો પાસપોર્ટ 14 વર્ષની ઉંમરે બને છે, તો તે પાસપોર્ટ 5 વર્ષ માટે નહીં પરંતુ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી જ માન્ય રહેશે, કારણ કે બંનેમાંથી જે સમયગાળો પહેલા આવશે તે લાગુ થશે. જો બાળકનો પાસપોર્ટ 10 વર્ષની ઉંમરે બને છે, તો તે 5 વર્ષ સુધી માન્ય રહેશે.
બાળકોના ઝડપથી બદલાતા ચહેરાના લક્ષણો (Facial Features) અને બાયોમેટ્રિક્સની ચોકસાઈ જાળવવા માટે આ નિર્ણય લેવાયો છે. આ સાથે સગીરોના સામાન્ય પાસપોર્ટની અરજી ફી પણ સુધારીને ₹1,750 (અગાઉ ₹1,000) કરવામાં આવી છે. તેથી વિદેશ પ્રવાસનું આયોજન કરતાં પહેલાં વાલીઓએ બાળકની વર્તમાન ઉંમર અને પાસપોર્ટની ચોક્કસ એક્સપાયરી ડેટ તપાસી લેવી અનિવાર્ય છે.
પાસપોર્ટ ફીમાં પણ ફેરફાર
નવા નિયમો સાથે પાસપોર્ટ ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
- 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ માટે 36 પેજ સામાન્ય પાસપોર્ટ ફી હવે ₹1,750 થઈ છે, જે અગાઉ ₹1,000 હતી.
- બાળકો માટે 36 પેજ તાત્કાલિક પાસપોર્ટ ફી ₹4,250 થઈ છે, જે અગાઉ ₹3,000 હતી.
- વયસ્કો માટે 36 પેજ સામાન્ય પાસપોર્ટની ફી ₹2,500 થઈ છે.
- વયસ્કો માટે 36 પેજ તાત્કાલિક પાસપોર્ટની ફી ₹5,000 થઈ છે.
- 60 પેજ સામાન્ય પાસપોર્ટ માટે હવે ₹3,500 અને તાત્કાલિક માટે ₹6,000 ફી ચૂકવવી પડશે.
આ પણ વાંચો : RentoMojoના શેરમાં તેજી, લિસ્ટિંગના બીજા દિવસે 9% સુધીનો ઉછાળો
Also Read

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય

સોનું મોંઘું થતાં દાણચોરો સક્રિય! 3 વર્ષમાં ગેરકાયદે આયાતમાં 1500%નો વિક્રમી ઉછાળો

માત્ર UPI પેમેન્ટ નહીં, હવે ફેશન ટ્રાયલ પણ! Google Pay લાવશે કમાલનું AI વર્ચ્યુઅલ ટ્રાયલ રૂમ

સ્પોર્ટ્સ માર્કેટિંગમાં ભારતનું વધતું જતું કદઃ અમેરિકા-જર્મનીને પાછળ છોડી દેશે

ભારતીય નૌસેનાની તાકાત વધશે! 8 Next Generation Corvettes માટે ₹53,866 કરોડ મંજૂર

Festive Hiring: 2.7 લાખ સુધી નોકરીની તકો, છતાં કર્મચારીઓની અછત! પગારને બદલે બોનસ પર ભાર

ભારતમાં EVનું ઓક્ટોબરમાં વિક્રમજનક વેચાણ, પહેલી વખત આંકડો 3.5 લાખ યુનિટને વટાવી ગયો





