Bali Tour: ફ્લાઇટથી લઈને સાઇટસીઇંગ સુધીની સુવિધા મળશે IRCTCનાં એક જ પેકેજમાં
IRCTCએ ‘Blissful Bali - Festive Special’ નામથી ગ્રુપ ટૂર પેકેજ તૈયાર કર્યું છે. આ પ્રવાસ 5 ઑક્ટોબરથી 10 ઑક્ટોબર 2026 સુધી રહેશે.

જો તમે કોઈ વિદેશમાં ફરવા જવાનું આયોજન કરતા હોય અને ફ્લાઈટ બૂક કરવાથી લઈ રહેવા, જમવાની સહિતની ઝંઝટથી દૂર રહેવા માંગતા હોય તો IRCTCનું નવું ટૂર પેકેજ તમારા માટે ઉપયોગી બની શકે છે. IRCTC ટુરિઝમ દ્વારા ઈન્ટરનેશનલ હોલિડે પેકેજમાં ટ્રાન્સપોર્ટથી સાઇટસીઇંગ સુધીની સેવાઓ આપવામાં આવે છે.
IRCTCએ ‘Blissful Bali - Festive Special’ નામથી ગ્રુપ ટૂર પેકેજ તૈયાર કર્યું છે. આ પ્રવાસ 5 ઑક્ટોબરથી 10 ઑક્ટોબર 2026 સુધી રહેશે. કોલકાતાથી પ્રવાસની શરૂઆત થશે અને મુસાફરોને Malaysia Airlines ફ્લાઇટ દ્વારા બાલી લઈ જવામાં આવશે. આ પેકેજમાં ફ્લાઇટ સાથે હોટેલમાં રોકાણ, ભોજન, સાઇટસીઇંગ અને પરિવહનની સુવિધા સામેલ છે.

બાલીમાં કયા સ્થળોનો સમાવેશ કરાયો
IRCTC ટુરિઝમ પેકેજમાં બાલીના અનેક જાણીતા સ્થળોની મુલાકાત સામેલ છે. તેમાં નુસા પેનિડા આઇલેન્ડ, કિન્તામણી, ઉબુદ, ઉલુન દાનુ બેદુગુલ, તનાહ લોટ મંદિર, લેંપુયાંગ અને તીર્તા ગંગા વોટર પેલેસનો સમાવેશ થાય છે. આ પ્રવાસમાં દરિયાકિનારા ઉપરાંત આઇલેન્ડ, પહાડી વિસ્તારો, મંદિરો અને સાંસ્કૃતિક-ઐતિહાસિક સ્થળો પણ આવરી લેવામાં આવશે. પેકેજમાં નાસ્તો, બપોર અને રાત્રિભોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફ્લાઇટ, 3-સ્ટાર હોટેલ, સ્થાનિક પરિવહન, સાઇટસીઇંગ અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સુવિધા આપવામાં આવશે. કોલકાતાથી બાલી પ્રવાસ માટે પેકેજની કિંમત ₹61,500થી શરૂ થાય છે. જેમાં તમારી અનુકૂળતા મુજબ પેકેજની કિંમત નક્કી કરી શકો છો.
ટ્રિપ શેરિંગ: ₹71,000 પ્રતિ વ્યક્તિ
ડબલ શેરિંગ: ₹71,500 પ્રતિ વ્યક્તિ
સિંગલ શેરિંગ: ₹79,000 પ્રતિ વ્યક્તિ
ચાઈલ્ડ વિથ બેડ: ₹65,600 પ્રતિ વ્યક્તિ
ચાઈલ્ડ વિથાઉટ બેડ: ₹61,500 પ્રતિ વ્યક્તિ

વિઝા અને ટૂરિઝમ ટેક્સનો ખર્ચ અલગ
પેકેજની કિંમતમાં વિઝા ફી અને ઇન્ડોનેશિયા ટૂરિઝમ ટેક્સનો સમાવેશ કરાયો નથી. વિઝા ફી આશરે ₹2,599 પ્રતિ વ્યક્તિ, જ્યારે ઇન્ડોનેશિયા ટૂરિઝમ ટેક્સ ₹780 પ્રતિ વ્યક્તિ અલગથી ચૂકવવાનો રહેશે. આ ગ્રુપ ટૂર પેકેજ માટે માત્ર 20 બેઠકો ઉપલબ્ધ હોવાથી ઑક્ટોબરમાં બાલી પ્રવાસનું આયોજન કરતા પ્રવાસીઓએ બુકિંગ પહેલાં સીટની ઉપલબ્ધતા અને પેકેજની સંપૂર્ણ વિગત ચકાસી લેવી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો
Also Read

ભારતમાં સિનેમાથી ઘરના સોફા સુધી Popcornનો બિઝનેસ કેટલો

ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા જુનના અંતે 1.11 અબજ પર પહોંચી ગઈ

જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ

દિવાળી પહેલાં વેપારીઓને રાહત: UPI પર MDRનો અમલ મોકૂફ

16 નહીં, હવે 24 કોચની Vande Bharat Sleeper! 1,224 બર્થ સાથે નવી ટ્રેનની તૈયારી

વિશ્વના પ્રવાસન ઉદ્યોગની નજર ભારત પર: 2027માં WTTC સમિટનું આયોજન

દેશમાં ફાસ્ટેગ કલેકશન પ્રથમ નવ મહિનામાં 65,000 કરોડને વટાવી ગયું



